Abtak Media Google News

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રતીક ગાંધી હવે વેબ સિરીઝમાં હાથ અજમાવી રહ્યા છે

જેવી રીતે બોલીવુડમાં સલમાન ખાન અને શાહરૂખ ખાનની ફિલ્મો હિટ જ હોઈ છે.એવી જ રીતે ઢોલીવુડમાં પણ મલ્હાર ઠાકર, અને પ્રતીક ગાંધીની ફિલ્મ આવાની સાથે જ હિટ હોઈ છે. હાલમાં જ પ્રતીક ગાંધીની‘લવની લવ સ્ટોરી’ ફિલ્મ આવી હતી જેને દર્શકોએ ખૂબ પસંદ કરી છે. ત્યારે હવે પ્રતિક ગાંધી બાયોગ્રાફીકલ ફિલ્મ કરવા માંગતા હતા એટલામા જ તેમને ડિરેકટર હંસલ મહેતાએ હર્ષદ મહેતા પરંતુ બાયોગ્રાફિકલ વેબ સીરિઝ ઓફર કરી અને પ્રતીક ગાંધીએ આ વેળ સીરીઝ કરવાનું નકકી કર્યું આ વેબ સીરીઝનું નામ ‘સ્કેમ ૧૯૯૨’ છે.

4 Banna For Site 1 2 E1583410213724

પ્રતીક ગાંધી આ સીરિઝમાં હર્ષદ મહેતાનો રોલ પ્લે કરે છે. શ્રેયા ધનવંતરી સીરીઝમાં સૂચેતા દલાલનો રોલ પ્લે કર્યો છે. પ્રતીક ગાંધી તથા શ્રેયા ધનવંતરી અપ્લોઝ એન્ટરટેઈનમેન્ટની ફાઈનાન્સીયલ થ્રીલર સીરીઝ સ્કેમ ૧૯૯૨માં પહેલીવાર સાથે જોવા મળશે. આ સીરીઝ હર્ષદ મહેતાના કૌભાંડ પર આધારિત છે. સીરીઝને નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મમેકર હંસલ મહેતા ડિરેકટર કરી રહ્યા છે. આ સીરિઝ જર્નલિસ્ટ સુચેતા દલાલની બેસ્ટ સેલિંગ બુક ‘ધ સ્કેમ’ પર આધારિત છે.

સીરિઝ ‘સ્કેમ ૧૯૯૨’ ટુંક સમયમાં જ અલગ અલગ નેટવર્કિંગ સાઈડ પર મુકવામાં આવશે.આ સીરિઝના સ્ક્રીન પ્લે તથા સંવાદો સુમિત પૂરોહિત, સૈરવ ડે, વૈભવ, વિશાલ તથા કરન પાસે લખ્યા છે. સીરિઝમાં પ્રતીક ગાંધી, શ્રેયા ધનવંતરી ઉપરાંત સતીષ કૌશિક, અનંત મહાદેવન, રજત કપૂર નીખિલ ત્રિવેદી, કે.કે.રૈના, લલીત યરીપૂ સહિતના કલાકારો જોવા મળશે. ત્યારે દર્શકોને આતૂરતા પૂર્વક આ વેબ સીરિઝની રાહ જોઈ રહ્યા છે. પ્રતિક ગાંધીનો નવોજ લુક અને અવતાર જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.