Abtak Media Google News

પડધરી ખાતે ૨૫ દિવસ પૂર્વે નજીવી બાબતે ફાર્મ હાઉસના માલિકને મારી નાખવાના ઈરાદે જીપ વડે કચડવાના પ્રયાસની ફરિયાદમાં પોલીસ ધરપકડની દહેશતથી કરેલી આગોતરા જામીન અરજીમાં હાઈકોર્ટમાં આરોપીની ધરપકડ સામે સ્ટે આપતો હુકમ કર્યો છે.

વધુમાં પડધરી ખાતે રહેતી જીતેન્દ્ર તુલસીદાસના ફાર્મ હાઉસમાં કચરો ઉડતો હોવાથી અન્નપૂર્ણા ફુડસ નામના કારખાનાના માલિકને આપેલા ઠપકાનો ખાર રાખી મૈયા કરશન ડોડીયા અને મનોજ વિરજી સોલંકીએ જીપ વડે જીતેન્દ્ર તુલસીદાસને કચડવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

હાલ જેલ હવાલે રહેતા મૈયાભાઈ કરશનભાઈ ડોડીયાએ કરેલી જામીન અરજી મંજુર કરેલી અને મનોજભાઈની આગોતરા જામીન અરજી નામંજુર થઈ હતી. બાદ મનોજભાઈ વિરજીભાઈ સોલંકીએ પોલીસ ધરપકડની દહેશતથી હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ.

હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એસ.એચ.વોરાએ આરોપીની ધરપકડ સામે મનાઈ હુકમ આપેલો છે. અમદાવાદના એડવોકેટ આશીષભાઈ ડગલી તેમજ રાજકોટના એડવોકેટ પીયુષભાઈ શાહ, અશ્ર્વિનભાઈ ગોસાઈ, નીવીદભાઈ પારેખ, નીતેષભાઈ કથીરીયા, આનંદભાઈ રાઘનપુરા, હર્ષીલભાઈ શાહ, વિજયભાઈ પટગીર અને જીતેન્દ્રભાઈ ધુળકોટીયા રોકાયેલા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.