Abtak Media Google News

વરરાજો પરણવા જવાને બદલે રાજકોટના સ્પેશિયલ હોમ ફોર બોયઝમાં મોકલી દેવાયો

મોરબીના મહેન્દ્રનગર ગામે ૧૮ વર્ષના વરરાજાનું ફૂલેકુ નીકળે તે પૂર્વે જ સમાજ સુરક્ષા વિભાગની ટીમે બી ડિવિઝન પોલીસને સાથે રાખી બાળ લગ્ન અટકાવ્યા હતા. બાદમાં ૧૮ વર્ષના વરરાજાને સમાજ સુરક્ષાની ટીમ દ્વારા સ્પેશિયલ હોમ ફોર બોયઝ રાજકોટ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.

સમાજ સુરક્ષા ટીમ મોરબી તેમજ બી.ડીવીઝન મોરબી પોલીસ દ્વારા ઈન્દીરા નગર વિસ્તાર, મહેંદ્રનગર ગામ પાછળ ના ભાગમા મોરબી ૨ મા રહેતા દિકરા ના લગ્ન સામે પક્ષ (દિકરી પક્ષ) ભચાઉ જિ. કચ્છ ખાતે તા. ૦૭ ના લગ્ન યોજીત હોય, જેની માહીતી મોરબી બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કનકસિહ વી. ઝાલા ને મળતા તાત્કાલીક મોરબી જિલ્લા પ્રોબેશન ઓફીસર એસ.વી. રાઠોડ ને જાણ કરતા તેમની ટીમ ના સભ્ય સમીરભાઈ લધડ તેમજ રંજનબેન મકવાણા તેમજ બી. ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા તા. ૦૬ રવિવારે, લગ્ન ના એક દીવસ પહેલા અટકાવવામાં આવ્યા હતા.

ઈન્દીરા નગર વિસ્તાર, મહેંદ્રનગર ગામ પાછળ ના ભાગમા મોરબી ૨ મા તપાસ કરતા ત્યા લગ્ન નૂ આયોજન હોય તેમજ દિકરાનુ ફુલેકુ યોજાવાની તૈયારી આરંભતા હોય ત્યા જ બાળલગ્ન પ્રતિબંધક અધિકારી ની ટીમ દ્વારા લગ્ન અટકવવા તેમજ તેને લગતી જરૂરી કાર્યવાહી મા દિકરા ની ઉમર ૧૮ વર્ષ ની આશરે હોય તેવુ દિકરા તેમજ તેના વાલી પાસે થી જાણવા મળેલ હોય, આથી સમાજ સુરક્ષા ટીમ મોરબી ના પ્રોબેશન ઓફીસર સુનિલ વી. રાઠોડ દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ હેઠળ આ લગ્ન, બાળલગ્ન હોય તેની જાણ દિકરાના વાલી તેના સગા સંબંધી તેમજ ગામના લોકો ને આપી હતી તેમજ બાળ લગ્ન ના ગુનાની ગંભિરતા વિશે પણ દરેક લોકો ને માહીતગાર કરવામાં આવ્યા હતા.

ઉપરાંત દિકરા ને હાલ તેના વાલી પાસે રાખવાથી બાળ લગ્ન થવાની ભિતી હોય, જેથી ટીમ ના અન્ય સભ્યો તેમજ બી. ડિવિઝન પોલીસ સાથે રાખી દિકરાને સમાજ સુરક્ષા ખાતુ સંચાલિત સ્પેશિયલ હોમ ફોર બોઈઝ – રાજકોટ મા મુકવામા આવેલ છે, અને લગ્ન ની તારીખ વિતિ જાય ત્યા સુધી સમાજ સુરક્ષા ખાતુ સંચાલિત સ્પેશિયલ હોમ ફોર બોઈઝ – રાજકોટ મા રાખવામા આવશે. આ બાળલગ્ન અટકાવવા મા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ વી. ઝાલા ની આગેવાની મા સમાજ સુરક્ષા ટીમ મોરબી ના એસ.વી.રાઠોડ (પી.ઓ), બાળ સુરક્ષા એકમ ની ટીમ ના સમીરભાઈ લધડ, રંજનબેન મકવાણા જોડાયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.