Abtak Media Google News

રાજકોટના વિવિધ ૧૨ પંડાલોમા ગણપતિ બાપાની પૂજા-અર્ચના કરતાં મુખ્યમંત્રી વિજયભાઇ 

ગણેશ પર્વ નિમિતે મુખ્યમંત્રી વિજયભાઇ એ રાજકોટના વિવિધ પંડાલની મુલાકાત લઇ પૂજન અર્ચન કરી આરતીનો લાભ લીધો હતો. વિઘ્નહર્તા ગણપતિ દાદા સર્વનું કલ્યાણ કરે અને ગુજરાત સમગ્ર ભારતમાં વિકાસના નવા સોપાન સર કરે તેવી પ્રાર્થના સમગ્ર ભારતમાંવિકાસના નવા સોપાન સર કરે તેવી પ્રાર્થના સમગ્ર પ્રજાજન વતી મુખ્યમંત્રીએ તેમના ધર્મપત્ની અંજલીબેન ‚પાણી સાથે કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ સમગ્ર રાજકોટમાં ફરી વિવિધ ગણપતિ પંડાલની મુલાકાત લઇ લોકો સમક્ષ ‚બ‚ થયા હતાં.આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ વિવિધ ગણપતિ મહોત્સવ પૈકી તર્કફલીયા હનુમાન ગાંધીધામ, બજરંગવાડી સર્કલ, જૈંકશન પ્લોટ, ચંપકનગર, ત્રીકોણ બાગ કા રાજા, શાસ્ત્રી મેદાન, ડી.એચ. કોલેજ, પંચવટી કા રાજા, કાલાવડ રોડ તેમજ જે.કે. ચોક અને રેસકોર્ષ મેદાન ખાતે સિઘ્ધિ વિનાયક ધામની મુલાકાત લીધી હતી.આ તકે મુખ્યમંત્રી સાથે અંજલીબેન ‚પાણી, સાંસદ મોહનભાઇ કુડારીયા, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ગોવિંદભાઇ પટેલ, મેયર ડો. જૈમનભાઇ ઉપાઘ્યાય, ડે.મેયર દર્શિતાબેન શાહ, મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, રાજુભાઇ ધ્રુવ અને નીતીનભાઇ ભારદ્વાજ  જોડાયા હતા. રાજકોટમાં વિવિધ સ્થળે લાખો ધર્મપ્રેમીઓ ભાવિકો પ્રતિવર્ષ ભાગ લેતા હોય છે. હાલ રાજકોટમાં પણ ધામધુમ પૂર્વક ગણેશ પર્વ મનાવવામાં આવી રહ્યું છે.આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ જણાવ્યું હતું કે સવારથી જ વિવિધ કાર્યકમો હતા સાંજ બાદ રાજકોટના વિવિધ સાર્વજનીક ગણપતિ મહોત્સવમાં ગણપતિ દાદાની આરતી અને દર્શન કરવાનું શોભાગ્ય પ્રાપ્ત થયું હતું મારી જાતને ધન્યતા અનુભવું છું. ગણપતિ દાદાપાસે પ્રાર્થના કરી છે. સમગ્ર ગુજરાતમાં દાદાની કૃપા સદાને માટે ઉતરે ગુજરાત સમૃઘ્ધ બને ગુજરાત સલામત બને તે રીતે દાદાની કાયમ કૃપા બની રહે તેમજ લોકમાન્ય તિલકે સાર્વજનીક ગણપતિ ઉત્સવ માટે જ ઉજવાયો હતો કે ગણપતિ એવા દેવ વે જે બધી જ જ્ઞાતિ સંપ્રદાયોમાં દાદાનું પહેલું સ્થાન હોય છે. દરેક સમાજના વર્ગોમાં શ્રી ગણેશાય નમ: થી બધુ કામ થતું હોય છે. ગણેહવી એકતાનું દેવ છે. એટલે એક ભારત શ્રેષ્ઠ ભારત પ્રાપ્ત થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.