Abtak Media Google News

યોગ કરો સ્વસ્થ રહો

યોગ એ માત્ર શારીરિક અભ્યાસ નથી પરંતુ માનસિક રીતે પણ સ્વસ્થ રહેવા યોગાભ્યાસ જરૂરી છે. પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ તપ-સાધના કરી વર્ષો સુધી એક જ અવસ્થામાં રહેતા અને આ સંભવ થતું માત્રને માત્ર યોગનાં કારણે આપણા ઋષિ મુનિઓ બ્રહ્મથી પરબ્રહ્મની પ્રાપ્તિ કરતા યોગાભ્યાસથી આજે આપણે શરીર, મનની એકાગ્રતાવાળા વૃક્ષાસન વિશે જાણીશું.

વૃક્ષાસન

આ આસન વૃક્ષની શાંતી અને સ્થિરતાને દર્શાવે છે. અન્ય યોગાસનોથી વિપરીત આ આસનમાં શરીરના સંતુલનને જાળવી રાખવા માટે આંખ ખુલ્લી રાખવાની હોય છે.

વૃક્ષાસન કેવી રીતે કરવું

  • બંને હાથો સીધા ઉપર ઉઠાવો
  • ડાબા ગોઠણને વાળીને ડાબા પગનો પંજો જમણા પગનાં સાથળ પર રાખો. પગના તળીયા સાથળ ઉપર સીધા તેમજ ઉપરના ભાગે ગોઠવો
  • જમણા પગને સીધો રાખી સંતુલન બનાવવાની કોશિશ કરો
  • સંતુલન બનાવવા માટે ઉંડો શ્ર્વાસ લો અને બંને હાથને ઉપરની તરફ ખેંચી નમસ્કારની મુદ્રા બનાવો
  • બિલકુલ સામેની તરફ જોવો. સીધી નજર સંતુલન બનાવવામાં મદદરૂપ થશે
  • મેરૂદંડ (કમરના મણકા) સીધા રાખો આખુ શરીર વૃક્ષની જેમ સીધુ હોવુ જોઈએ ત્યારબાદ શ્ર્વાસ છોડતા શરીરને ઢીલુ છોડો અને વિશ્રામ કરો
  • ધીરે-ધીરે શ્ર્વાસ છોડતા હાથને નીચે લ્યો અને ડાબા પગને નીચે ઉતારી સીધા કરો
  • પગ સીધા કરી એકદમ ટટ્ટાર ઉભા રહો ત્યારબાદ જમણા પગને ડાબા સાથળ પર મુકી આસન ફરી કરો

વૃક્ષાસનનાં લાભ

  • આસન કર્યા બાદ શરીરમાં ઉર્જા ઉત્પન્ન થશે
  • આ આસન પગ, હાથ અને ખભાની માસપેશીયોમાં ખેંચાણ પેદા કરે છે અને તાજગી મહેસુસ થાય છે
  • વૃક્ષાસનથી માસપેશિયામાં સ્થિરતા અને સંતુલન આવે છે
  • એકાગ્રતા વધે છે
  • પગ મજબુત થાય છે, સંતુલન જળવાઈ રહે છે
  • નસનાં દર્દોમાં સહાયક બને છે

વૃક્ષાસન કોણે ન કરવું

  • જો તમે માઈગ્રેશન, અનિદ્રા, બ્લડપ્રેશરનાં પેશન્ટ હોય તો વૃક્ષાસન કરવાનું ટાળવું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.