પુઢચા વર્ષી લૌકરિયા: કાલે ભકિતભાવ સાથે ગણેશ વિસર્જન

205

ભાવિકો અબીલ ગુલાલની છોળો ઉડાડી વાજતે ગાજતે વિઘ્નહર્તાને વિદાય આપશે

તંત્ર દ્વારા વિસર્જન માટે નિયત કરાયેલા સ્થળોએ સુરક્ષાને ધ્યાને લઈ ખાસ તકેદારી

આવતીકાલના રોજ ગણેશ મહોત્સવનો અંતિમ દિવસ છે ત્યારે ભાવિકો દ્વારા કાલે અબીલ ગુલાલની છોડો ઉડાડીને વાજતે ગાજતે વિઘ્નહર્તાનું વિસર્જન કરી તેઓને વિદાય આપવામાં આવશે. તંત્ર દ્વારા વિસર્જન માટે નિયત કરવામાં આવેલા સ્થળોએ સુરક્ષાને ધ્યાને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે.

ગત તા.૧૩થી ગણેશ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો છે. જેમાં ઠેર ઠેર પંડાલો ઉભા કરીને ગણેશજીનું શાસ્ત્રોકત વિધિથી ભાવભેર સ્થાપન કરવામાં આવ્યું હતુ શેરી ગલીઓમાં ઉભા કરવામાં આવેલા પંડાલોમાં તેમજ અનેક ભાવિકોએ પોતાના ઘરોમાં વિઘ્નહર્તાનું સ્થાપન કરાયું હતુ ત્યારબાદ સતત દિવસથી દુંદાળા દેવનું આસ્થાભેર પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે.

દરરોજ મહાઆરતી અને પ્રસાદ વિતરણથી ગણેશ મહોત્સવનાં પંડાલો ધમધમ્યા છે ત્યારે આવતીકાલે ગણેશ મહોત્સવનો અંતિમ દિવસ છે આજે રોજ વિઘ્નહર્તાની અંતિમ સાંજની મહાઆરતી થશે જેમા મોટી સંખ્યામા ભાવિકો ઉમટી પડશે. બાદમાં આવતીકાલે શુભ ચોઘડીયે વિઘ્નહર્તા દેવની શાસ્ત્રોકત વિધીથી નગરયાત્રા યોજીને વિસર્જન કરવામા આવશે. વિસર્જનને લઈને તંત્ર દ્વારા અગાઉથી જ સ્થળો નિયત કરવામાં આવ્યા હતા. આ નિયત કરાયેલા સ્થળો પર તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે કોઈ અનઈચ્છનીય ઘટના ન બને તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. વિસર્જનમાં સરળતા રહે તે માટે બોટ, ક્રેન, લાઈફ ગાર્ડસ સહિતની સાધન સામગ્રી ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

સાર્વજનીક ગણેશોત્સવમાં અનેકવિધ કાર્યક્રમો

રૈયારોડ પ્રમુખ સ્વામી ઓડીયોરીયમ ખાતે સાર્વજનીક ગણેશોત્સવમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મહેન્દી સ્પર્ધા, વાનગી સ્પર્ધા જેવી હરીફાઈ તથા બાળકો માટે કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં કુલ ૨૨૫ બાળકોએ ભાગ લીધો હતો. આ આયોજનને સફળ બનાવવા રાજુભાઈ જુંજા અને તેની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે.

ત્રિકોણબાગ કા રાજા

ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવનું સમાપન થવા જઈ રહ્યું છે. અંતિમ દિવસે રાત્રે સત્યનારાયણ ભગવાનની કથા, શહેરના ખેલૈયાઓની દાંડિયારાસ સ્પર્ધા યોજાશે જેમાં વિજેતા થયેલ, શ્રેષ્ઠ દેખાવ કરનારા ખેલૈયાઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપીને બિરદાવવામાં આવશે. રાત્રી કાર્યક્રમોના અંતિમ તબકકામાં ગણેશોત્સવમાં ૧૧ દિવસ ખડેપગે ઉભા રહી સેવાઓ આપનાર સફળતાના શ્રેયાર્થી સેવકોનું સાર્વજનિક ગણપતિ ઉત્સવ સમિતિ તરફથી સન્માન કરવામાં આવશે. ગઈકાલે રાત્રે દુંદાળાદેવ-ત્રિકોણબાગ કા રાજા સન્મુખ થયેલ દોઢ કલાકની કર્ણપ્રિય સંગીત સાથેની અખાડાની મહાઓમકાર આરતીમાં રાજકોટ ઉમટી પડયું હતું. હજારો ભાવિકોની હાજરીમાં યોજાયેલ. આ દિવ્ય આરતીના સુગંધિત ધૂપ-ધુવાડાથી ત્રિકોણબાગ ચોક મધમધી ઉઠયો હતો.

મધુરમ કલબ આયોજીત રાજકોટ કા રાજા

મધુવન કલબ આયોજીત ગણપતિ મહોત્સવ રાજકોટ કા રાજાની દરરોજ થાતી ૧૦૮  ભાગ્યવિધાતા મહાઆરતીમાં દરરોજની જેમ ગઇકાલે પણ દર્શન તથા આરતીનો લ્હાવો લેવા માટે મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.

જેમાં આઇપીએસ સુપ્રી. ઓફ પોલીસ રાજકોટ જીલ્લા બલરામ મીના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ ઝોનના ડે. કમી. ઓફ પોલીસ મનોહરસિંહ જાડેજા, રાજકોટ માતા આસિ. કમિશનર કાગથરા, મેયર બીનાબેન આચાર્ય, સાથો સાથ વોર્ડ નં.૧૦ ભાજપા કોર્પોરેટર જયોત્સનાબેન ટીલારા, સ્ટેટના પરિવારમાંથી મોહિનીબા જીલ્લા રજીસ્ટ્રાર સંગીતાબેન રૈયાણી  વોર્ડ નં.૧ર ના કોર્પોરેટર જયાબેન ડાંગર સહીતના બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહી રાજકોટ કા રાજા  ગણપતિજીની ભવ્ય વિધાતા મહાઆરતી નો લાભ લીધો હતો. તેમજ ગઇકાલે રાત્રે રાજકોટ કા રાજા ના પ્રાંગળમાં ૪૦૦૦૦ થી પણ વધુ ભાવિકોએ અમરનાથ બાબાના દર્શનનો લહાવો રાજકોટ કા રાજાના વધુ ભાવિકોએ અમરનાથ બાબાના દર્શનનો લહાવો રાજકોટ કા રાજાના આયોજકો દ્વારા કરવામાં આવેલ હતા. જેમાં ૩૪૦ ફુટ લાંબી અમરનાથ દાદાની ગુફા બનાવી પપ૧ થી પણ વધુ બરફની લાદીનો ઉ૫યોગ કરવામાં આવેલો અને ગુફાની અંદર અદભૂત હિમાલય પર્વત જેવું જ માહોલ ઉભો કરી અને માનઇસ ડીગ્રી તાપમાન સાથે રાજકોટની ભાવિક જનતાને અમરનાથ યાત્રા દર્શન  ની જેમ જ અમરનાથ બાબાના દર્શન નો લહાવો રાજકોટ કા રાજા ગણપતિ ઉત્સવ દ્વારા પ્રદાન કરવામાં આવ્યો છ.

વધુમાં આજે રાત્રે રાજકોટ કા રાજા ના આંગણે ગજાનના ગણપતિ મહારાજની વંદનાનો ગણપતિ સંઘ્યા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પ્લેબેક સીંગર દેવભાઇ ભટ્ટ પ્રસ્તુત આ ગણપતિ સંઘ્યામાં વંદના કરવામાં આવશે જેમાં દેવ ભટ્ટ સાથે આરીફ ચીના તેમજ ખુર ગ્રુપ દ્વારા નૃત્યના તાલ મિલાવી અને ગજાનન ગણપતિજી ને સમર્પિત આખો ભકિતમગ માહોલ ઉભો કરવામાં આવશે ગણપતિ વંદના કરવામાં આવશે ત્યારબાદ રાજકોટ કા રાજાની દર વર્ષની પરંપરા મુજબ ગણપતિજીની રિઘ્ધિ-સિઘ્ધિ માતા સહીત ૫૦૦ કીલોથી પણ વધુ ફુલો વડે મહાશયન આરતી કરવામાં આવશે.

આવતીકાલે સવારે ૭.૩૦ કલાકે રાજકોટ કા રાજા ગણપતિજી વિસર્જન કરવામાં આવશે તો આ દર્શનો લહાવો લેવા અનુરોધ કરાયો છે. આયોજનને સફળ બનાવતા આયોજકો દ્વારા જુદી જુદી કમીટીઓ પણ બનાવવામાં આવી છે. જેમાં મુખ્ય આયોજકો પ્રમુખ આશિષભાઇ વગડીયા રાજભા ઝાલા, રાજુભાઇ કીકાણી, મહેશભાઇ જરીયા, સની જરીયા પણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Loading...