Abtak Media Google News

સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાયેલા વિદાય સમારંભમાં પ્રણવ મુખરજીએ ૩૭ વર્ષની રાજકીય કારકિર્દીના સસ્મરણો વાગોળ્યા

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી આજે રાષ્ટ્રપતિ પદેથી વિદાયમાન લઈ રહ્યાં છે ત્યારે સંસદના સેન્ટ્રલ હોલમાં વિદાય પહેલાની પૂર્વ સંધ્યાએ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રણવદાએ ૩૭ વર્ષની રાજકીય કારકિર્દીની વાતોને વાગોળી હતી. જેમાં ઈન્દિરા ગાંધીથી લઈને સોનિયા ગાંધી, અટલ બિહારી બાજપેઈ, લાલકૃષ્ણ અડવાણી સહિતના નેતાઓને યાદ કર્યા હતા અને સંસદના કાર્યકાળમાંથી ઘણું બધુ શિખવા મળ્યું હોવાનું જણાવ્યું હતું.

સંસદના કાર્યકાળમાં સમયના વેડફાટ અને સરકાર એકપછી વટ હુકમો બહાર પાડી રહી હોવાની ચિંતા વ્યકત કરતા પ્રણવ મુખરજીએ ચેતવણી આપી હતી કે, વધારે પડતા વટ હુકમો સરકાર માટે ખતરનાક બની શકે છે. આ સાથે મુખરજીએ પશ્ર્ચિમ બંગાળના વિધાયકથી દેશના સર્વોચ્ચ પદ સુધીની સફરની વાતો કરી હતી અને ઈન્દિરા ગાંધીને તેના પોતાના માર્ગદર્શક કહ્યાં હતા. પ્રણવ મુખરજીએ વધુમાં એમ પણ કહ્યું હતું કે, સંસદે તેઓનું નિર્માણ કર્યું છે અને દેશ સંવિધાન ઉપર ટકેલો છે જેથી સંસદમાં ચર્ચાઓ અને દલીલોનું પ્રમાણ વધવું જોઈએ પરંતુ હવે બહિષ્કાર અને વિરોધમાં જ સંસદના સમયનો વેડફાટ થાય છે. આ સાથે પ્રણવ મુખરજીએ તમામને અલવિદા કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.