ગણપતિ બાપાની આરાધના સાથે પંડાલોમાં કાર્યક્રમોની વણઝાર

513

ભુદેવ સેવા સમિતિ અને ઈન્દિરા સર્કલ કા રાજાનાં ગણેશોત્સવમાં શણગાર સત્યનારાયણની કથામાં ભાવિકો ઉમટયા

શહેરભરમાં વિવિધ સ્થળોએ ગણપતિ બાપાની આરાધના સાથે પંડાલોમાં અનેક કાર્યક્રમો કરવામા આવી રહ્યા છે. જેમાં ભુદેવ સેવા સમિતિ તથા ઈન્દીરા સર્કલ કા રાજાના ગણેશોત્સવમાં શણગાર, અન્નકૂટ, અને સત્યનારાયણની કથા સહિતના આયોજનમાં દર્શનાર્થીઓ લીન થયા હતા. આજે બંને ગણેશોત્સવમા વિવિધ કાર્યક્રમો યોજાશે.

ભુદેવ સેવા સમીતી દ્વારા સ્થજાપવામાં આવેલ વિઘ્નકર્તા ગણેશજીના દર્શન માટે દુર દુરના વિસ્તારોમાંથી લોકો આવે છે. તેજસભાઇ ત્રિવેદીના જણાવ્યા અનુસાર રાજકોટ કા મહારાજા એ યાજ્ઞીક રોડ પરનું એક આકર્ષક બની રહ્યું છે. ગતરાત્રીએ સત્યનારાયણ ભગાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિ. ના પ્રથમ મહીલા કુલપતિ પ્રો. નીલાંબરીબેન દવે, પૂર્વ મેયર ડો. જૈમનભાઇ ઉ૫ાઘ્યાય, રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતા, જીલ્લા ભાજપ યુવા ઉપપ્રમુખ હિરેનભાઇ જોશી, રજીસ્ટ્રાર, સૌરાષ્ટ્ર યુનિ.  પી.એ. આશિષ વ્યાસ, જેે.જે. કુંડલીયા કોલેજના પ્રો. ધવલ વ્યાસ, બ્રહ્મ પરિવારના વૈભવીબેન વ્યાસ, જાગૃતિબેન વ્યાસ, જાહનવીબેન વ્યાસ, ભાજપ જીલ્લા પ્રશિક્ષણ વિભાગ ઇન્ચાર્જ જયેશભાઇ પંડયા, જીલ્લા ભાજપ કાર્યપાલ મંત્રી અલ્પેશભાઇ અગ્રાવત, તથા અનુલભાઇ જૈન અને તેમના પરીવારે વિઘ્નહર્તા ગણેશની આરતીમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત બ્રહ્મ કર્મચારી મંડળ રાજકોટના રાજેશભાઇ ત્રિવેદી, ધનજયભાઇ દવે, પ્રશાંતભાઇ વ્યાસ. વગેરે મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.

આ ધર્મોત્સવને સફળ બનાવવા માટે ક્ધવીનર વિશાલ આહ્મા, સહકવિન્વનર જય પુરોહીત, તથા દીલીપ જાની, વિશાલ ઉપાઘ્યાય, ભરતભાઇ ધ્રુવ, હિમાંશુ ત્રિવેદી, અર્જુન શુકલ, કુણાલ શિલુ, સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.

પેકડ રોડ કા રાજા ગણેશ મહોત્સવમાં દરરોજ દર્શનાર્થે ઉમટતા હજારો ભાવિકો

શ્રમિક પરિવારો આયોજીત સાર્વજનીક ગણેશોત્સવમાં પૂજા અર્ચના સાથે રાસ ગરબા અને પ્રાચીન ભજનોથી વિઘ્નહર્તાની આરાધના

પેડક કા રાજા સાર્વજનીક ગણેશ મહોત્સવ છેલ્લા દશ વર્ષથી ખાદિ ગ્રામઉઘોગ મંદીર પેકડની અંદર રહેતા શ્રમીક પરીવારો દ્વારા જાતિ જ્ઞાતિના ભેદભાવ વગર ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં દરરોજ ત્રણ હજાર જેટલા લોકો દર્શન કરે છે. શ્રઘ્ધા આસ્થા પ્રગટ કરે છે. દરરોજ રા્રે ૯ કલાકે આરતી કરીને ભારતીય સંસ્કૃતિ જાણવીને પ્રાચીન ભજનો અને રાસ ગરબા આરતી દ્વારા ગજજાનંદ ગણપતિની આરાધના કરવામાં આવે છે.

આવા સુંદર ધાર્મીક કાર્યક્રમોમાં કાર્યકર્તાઓના કાર્યને બિરદાવા શહેરના પ્રતિષ્ઠીત આગેવાનો સર્વે મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્ર્વીનભાઇ મોલીયા, ધારાસભ્યો અરવિંદભાઇ રૈયાણી, ગોવિંદભાઇ પટેલ સ્ટે. ચેરમેન ઉદયભાઇ કાનગડ, દલસુખભાઇ જાગાણી મહામંત્રીશ્રી કિશોરભાઇ રાઠોડ, મહીલા મોરચા પ્રમુખ નયનાબેન પેઠડીયા મંત્રી કલ્પનાબેન કિયાડા, ઉપપ્રમુખ રસીલાબેન સાકરીયા, લોહાણા સમાજ અગ્રીણ કાશ્મીરાબેન નથવાણી, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, રુપાબેન શિલુ મનુબેન રાઠોડ, ધારાબેન વૈશ્ર્નવ, જયાબેન ડાંગર, શિલ્પાબેન જાવીયા, દક્ષાબેન વસાણી, કોપોરેટર પરેશભાઇ પીપળીયા, મુકેશભાઇ રાદડીયા યુવાભાજપ પ્રમુખ પ્રદીપ ડવ હિમાંશુભા સંજયભાઇ ચાવડા વિગેરે ઉ૫સ્થિત રહ્યા હતા.

આ મહોત્સવમાં મનોજ ઓઝા, સંજય સીંગલ, હાર્દિક પનારા, સમીર વાઘેલા વિગેરે કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

દેવોના દેવ દુંદાળા ગણેશજીના દર્શનાર્થ ભાવિક ભકતોની ભીડ

ગણેશ મહોત્સવનો આજે આઠમો દિવસ છે ત્યારે સમગ્ર રાજકોટ ગણેશમય બન્યું છે. રાજકોટમાં ઠેકઠેકાણે ગણેશજી બિરાજમાન થયા છે. જેમાં મોરબી રોડ પર શિવધારા કા રાજા તેમજ પેકડ રોડ પર ન્યુ મહારાષ્ટ્ર મંડળમાં ગણપતિજી બિરાજયા છે. જયાં દરરોજ સવાર સાંજ મહાઆરતી તેમજ ધાર્મિક કાર્યક્રમ જેવા કે સત્યનારાયણની કથા, અન્નકોટ દર્શન, શ્રીનાથજીની ઝાંખી રાસ ગરબા અનેક સ્પર્ધા સહીતના ધાર્મિક સાર્ંસ્કૃતિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જેનું વિસર્જન રવિવારના વાજતે ગાજતે કરવામાં આવશે.

Loading...