Abtak Media Google News

સિંહ-સિંહણની જોડી, એક સફેદ વાઘ અને એક જંગલી કેટ આપી બદલામાં પંજાબનાં છતબીર ઝૂ પાસેથી બબુન, રીંછ, કેટ, પેરા કેટ, સ્ટ્રોપક, ડક અને ઝીબ્રા પ્રિન્સ પ્રદ્યુમનપાર્કમાં લવાશે

પંજાબનાં છતિસગઢનાં એમ.સી. જીયોલોજીકલ પાર્ક તથા રાજકોટ ઝૂ વચ્ચે વન્ય પ્રાણી વિનીમય કરવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં રાજકોટનું પ્રદ્યુમનપાર્ક પ્રથમ ઝૂ બનશે જયાં લોકો માટે વિદેશી વાનર બબુન પ્રદર્શિત કરવામાં આવશે તેમ આજે જાહેરાત કરતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટ ઝૂ એશિયાઈ સિંહ અને સિંહણની જોડી એક સફેદ વાઘ અને એક કેટ આપી છતબીર ઝૂ પાસેથી હમદ્રાયશ બબુનની એક જોડી, એક હિમાલીયન રીંછ, જંગલ કેટની એક જોડી, રોઝ રીંગ પેરા કેટની જોડી, એલે ઝાન્ડીરન પેરા કીટની બે જોડી, પેરેનટેડ સ્ટોપક ૧૦, કોમ ડકની બે જોડી અને ઝીબ્રા ફિંચ ૧૦ રાજકોટ ઝુમાં લાવવામાં આવશે. સેન્ટર ઝુ ઓથોરીટી ન્યુ દિલ્હીનાં માર્ગદર્શન હેઠળ આધુનિકઢબે રાજકોટ ઝુનો વિકાસ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત દર વર્ષે વન્યપ્રાણી વિનિમય હેઠળ ઝુમાં નવા-નવા વન્યપ્રાણી અને પક્ષીઓ લાવવામાં આવી રહ્યા છે. હાલ ગુજરાતનાં એક પણ ઝુમાં વિદેશી વાનર બબુન રાખવામાં આવેલ નથી. રાજકોટ ઝુ બબુલ વાનરોને પ્રદર્શિત કરનારું રાજયનું પ્રથમ ઝુ બનશે.

હાલ ઝૂમાં કદાવર વિદેશી વાનરનાં પાંજરા બનાવવાની કામગીરી ચાલી રહી છે જે આગામી દિવસોમાં પૂર્ણ થઈ ગયા બાદ છતબીર ઝુ ખાતેથી પ્રાણી-પક્ષીઓ લાવવામાં આવશે. સામાન્ય રીતે ઝૂ શુક્રવારે બંધ રહેતું હોય છે પરંતુ આવતા શુક્રવારે સાતમ-આઠમનાં તહેવારોનાં હિસાબે ૨૩મી ઓગસ્ટે ઝુ ખુલ્લુ રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.