Abtak Media Google News

સંગઠન વધુને વધુ મજબૂત બનાવી મહિલાઓની સમસ્યાઓ ઉકેલવાનું લક્ષ્ય; કોંગ્રેસ મહિલા મોરચો અબતકની શુભેચ્છા મુલાકાતે

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાના આદેશાનુસાર તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ કામીનીબેન સોની દ્વારા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રી તરીકે પ્રફુલાબેન સોનીની મંત્રી પદે નિમણૂંક કરવામાં આવી છે. આ નિમણૂંકને પ્રદેશ અને શહેર કોંગ્રેસે આવકારી છે. તેમજ પ્રફુલાબેનને ઢગલાબંધ શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રી તરીકે નવનિયુક્તિ થતાં ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા પ્રફુલાબેન સોનીએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, મહિલા કોંગ્રેસના અમો વધુને વધુ બહેનોને જોડી સંગઠન મજબૂત બનાવવાની નેમ ધરાવીએ છીએ. બહેનોનું મજબૂત સંગઠન સ્ત્રી સશક્તિકરણને વધારવા મહેનત કરશે. દિનબદિન વધી રહેલા મહિલાઓના અત્યાચારો સામે અવાજ ઉઠાવવા, તેઓને સમાજમાં ગૌરવભેર માન આપવા, પગભર કરવા તેમજ બહેનોની દરેક સમસ્યાઓનો હલ કરવા માટેના પ્રયાસો મહિલા કોંગ્રેસ સમીતી દ્વારા કરવામાં આવશે.

આજે મહિલા કોંગ્રેસ સમીતીમાં બહેનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે જે આગામી દિવસોમાં મજબૂત ટીમ થકી કાર્યરત કરવા પ્રયત્નશીલ રહેશે. બહેનોને સમાજમાં ઉંચુ પદ આપવા અને સન્માનભેર જીવી શકે તેમજ મહિલાઓ પ્રત્યેની ખોટી ગેરસમજ દૂર કરવા સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. ચાર દિવાલની અંદર પુરાયેલી મહિલાને બહાર નીકળી પોતાના ન્યાય હકકો માટે માર્ગદર્શન આપવામાં આવશે.

આ નિમણૂંકને ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યાં છે. પ્રફુલાબેન સોનીની સાથે શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ મનિષાબા વાળા, શહેર કોંગ્રેસ મહિલા મહામંત્રી, દુરૈયાબેન એસ.મુસાણી, ફેમીબેન ગોહેલ તથા વોર્ડ નં.૧૨ના પ્રમુખ સોનલબેન ભાલોડી પણ ‘અબતક’ના આંગણે પધાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.