Abtak Media Google News

અમદાવાદમાં બાર કાઉન્સલિંગ ઓફ ગુજરાતે દેશભરના વકીલો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે જે વકીલ બાર કાઉન્સલિંગ ઓફ ઇન્ડિયાની પરિક્ષા પાસ નહી કરે તેને ગુજરાતના કોઇ પણ કોર્ટમાં વકીલાતની પ્રેક્ટીસ કરવા મળશે નહી. જેની સુચના બીસીજી બાર કાઉન્સલિંગ ગુજરાતના ચેરમેન ભરત ભગત તેમજ તેના કમિટિ ચેરમેન અનિલ કેલાએ જણાવ્યું હતું.જો કે બાર કાઉન્સીલિંગ ઓફ ઇન્ડિયાએ વર્ષ ૨૦૧૦માં જ આ પરીક્ષાની જાહેરાત કરી દીધી હતી. હાલ ગુજરાતના ૧૭,૭૪૫ વકીલો છે જેઓ આ પરીક્ષા પાસ કરી ચુક્યા છે તેમજ પ્રોવિશીઓનલ સર્ટીફિકેટ મેળવી ચુક્યા છે. તો ૩૦૦૦ વકીલો એવા પણ છે. જેમણે આ બાર કાઉન્સલિંગની પરીક્ષા હજુ પાસ કરી નથી, આ પ્રકારના વકીલોને ગુજરાતના કોઇ પણ કોર્ટમાં પ્રેક્ટીસ કરવા મળશે નહીં તેમજ ભગતના જણાવ્યાં પ્રમાણે તેમને બાર એસોસિએશન માટે મત આપવાનો પણ અધિકાર આપવામાં આવ્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.