Abtak Media Google News

જાગનાથ શ્ર્વેતાબંર મૂર્તિપૂજક જૈનસંઘના આંગણે આજે ત્રીજી દિક્ષાના રૂપે ૧૬ વર્ષના સૌરવ નિલેશભાઈ શાહે શ્રાવક-શ્રાવિકોઓની વિશાળ હાજરીમાં પૂ.યશોવિજયસુરીશ્ર્વરજી મ.સા.શ્રીમુખેથી દિક્ષા અંગીકાર કરી હતી. પૂ.ગુરુદેવના ચરણોમાં મુમુક્ષુએ જીવન સમર્પિત કર્યું હતું.

Img 0800વહેલી સવારે ૪:૪૫ કલાકથી પ્રમુખ સ્વામી સભાગૃહમાં શરૂ થયેલી દિક્ષાવિધિમાં મુમુક્ષુ સૌરવકુમારે સુખોનો ત્યાગ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું. સૌરવકુમાર સંસારી વસ્ત્રોનો ત્યાગ કરી સભા મંડપમાં શ્ર્વેત વસ્ત્રો ધારણ કરી આવ્યા ત્યારે ઉપસ્થિત ભાવિકોએ જિન શાસનના જયકારથી વાતાવરણ ગુંજવ્યું હતું. દિક્ષાવિધિ દરમિયાન મુમુક્ષુ સૌરવકુમારને પૂ.ગૌતમયશવિજયજી મ.સા. નામ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાગડ સમુદાયના પૂજય કલાપ્રભુસુરીશ્ર્વરજી મ.સા., પૂજય પુષ્પાશ્રીજી મ.સ.,પૂજય હંસકિર્તી મ.સ., પૂ.રત્નયશાશ્રીજી અને પૂજય કલાવતીશ્રીજી મહારાજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Img 0843
પ્રવજયા પ્રસંગ દરમિયાન સંસ્કૃત ગ્રંથ ગુઢાર્થ તત્વાલોકનું વિમોચન કરવામાં આવ્યું હતું. સંસ્કૃતની પાઠશાળા સમાન આ ગ્રંથનું માત્ર બે વર્ષના ટુંકાગાળામાં પૂ.ભકિતયશવિજયજી મ.સા.એ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં વિમોચન કર્યું છે. વિમોચન પ્રસંગે બનારસથી પ્રકાંડ સંસ્કૃત પંડિતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.