Abtak Media Google News

સાધુ વાસવાણી રોડ પર નટરાજનગર સાઈટ માટે કરતા રૂ..૪૯ કરોડના બદલે રૂ.૧૩.૧૩ કરોડનું પ્રિમિયમ: રેસકોર્સ નજીક બાવળીયાપરા સાઈટમાં પણ રૂ.૧૩.૧૩ કરોડનું તોતીંગ પ્રિમિયમ મળ્યું

ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે મહાપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પીપીપી આવાસ યોજના અમલમાં મુકવામાં આવી છે. તાજેતરમાં પીપીપી કમિટી દ્વારા સાધુ વાસવાણી રોડ પર આવેલી નટરાજનગર અને રેસકોર્સ નજીક આવેલા બાવળીયાપરા સાઈટ માટે ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે. આ બંને ટેન્ડર મંજુર કરવામાં આવતા કોર્પોરેશનને પ્રિમીયમ પેટે ૨૬.૨૬ કરોડની આવક થવા પામી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના વોર્ડ નં.૯માં ટીપી સ્કીમ નં.૪ના ફાઈનલ પ્લોટ નં.૧૬૪, ૪૨૬, ૪૩૭, ૪૫૦, ૪૫૮ અને ૪૫૯માં નટરાજનગર અને સાધુ વાસવાણી રોડ પર આવેલા સ્લમ વિસ્તારમાં આશરે ૧૬,૮૯૪ ચો.મી. પર ૨૮૦ આવાસ અને ૨૦ દુકાનો આવેલી છે જયાં પીપીપી આવાસ યોજના અમલમાં મુકવામાં આવી હતી. પ્રથમ ટેન્ડર પ્રક્રિયામાં એક જ એજન્સી દ્વારા રૂ.૬.૪૯ કરોડની ઓફર આપવામાં આવતા સતામંડળ દ્વારા ટેન્ડર નામંજુર કરવામાં આવ્યું હતું અને ફરી કરવામાં આવ્યું હતું. જેમાં બે એજન્સીઓની ઓફર આવી હતી. રાજકોટની એજન્સી ઝાએસા રીયાલીટીઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.દ્વારા ૧૩.૧૩ કરોડના પ્રિમીયમની ઓફર આપવામાં આવતા સતામંડળ દ્વારા સર્વાનુમતે ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરના વોર્ડ નં.૨માં રેવન્યુ સર્વે નં.૪૭૮માં રેસકોર્સ નજીક આવેલા બાવળીયાપરા વિસ્તારમાં ૪૧૪૩.૬૨ ચો.મી.જમીન પર ૧૦૦ ઝુંપડાઓ આવેલા છે જેને પીપીપીના ધોરણે વિકસાવવા માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવ્યા હતા જેમાં ૩ એજન્સીઓની ઓફર આવી હતી. રાજકોટની એજન્સી અમી હોમ ડેવલોપર્સ પ્રા.લી. દ્વારા રૂ.૧૩.૧૩ કરોડની ઓફર આપવામાં આવતા સતામંડળ દ્વારા ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે. બાવળીયાપરાના હયાત સ્લમ વોંકળા કાંઠે આવેલો છે. બાંધકામ માટે ૧૬૬૦ ચો.મી.જમીનનો વિસ્તાર બાદ કર્યા બાદ એજન્સીને ૨૪૮૩.૬૨ ચો.મી.જમીન વધતી હોય ઓફર વ્યાજબી જણાતા ટેન્ડર મંજુર કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.