Abtak Media Google News

‘છાણ’ શબ્દ સાંભળતા જ ઘણાને અરૂચિ લાગે છે પરંતુ પશુઓનું આ ગોબર આવનાર દિવસોમાં ઉર્જાનો મોટો સ્ત્રોત બની રહેશે. ગોબરગેસ બાદ હવે સંશોધનો થકી છાણમાંથી વિજળી પેદા કરવી શકય છે એટલે જ સરકારે આ દિશામાં કદમ ઉઠાવવાનું શરૂ‚ કરી દેશમાં રહેલા ૩૦ કરોડ પશુધનનાં છાણ થકી પાવર ઉત્પન્નકરણ યોજના ઘડી રહી છે.

હરિયાણાનાં આદિત્ય અગ્રવાલ છેલ્લા ઘણા સમયથી પોતાના શોધ સંશોધનોને આધારે ગોબરમાંથી ઈલેકટ્રીસીટી પેદા કરી રહ્યા છે અને આજે દૈનિક ૨ મેગાવોટ વિજળીનું ઉત્પાદન કરી સૌ કોઈને દંગ રાખી દીધા છે એજ રીતે પંજાબ, ઉતરાખંડ અને તામિલનાડુમાં આવા અનેક પ્રયોગો સફળ રહ્યા હોય. કેન્દ્ર સરકાર દ્વારા આગામી સમયમાં ભારતમાં રહેલા ૩૫૦ કરોડ પશુધનના ગોળામાંથી ઉર્જા નિર્માણ કરવા યોજના ઘડી કાઢી છે.

કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ ગઈકાલે આવી જ ગોબર ગેસ પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો હતો. સરકાર પ્રથમ તબકકામાં ૩૫૦ જિલ્લાઓમાં આ યોજના શરૂ‚ કરવા જઈ રહી છે અને ૨૦૧૮-૧૯માં ગ્રામ પંચાયત, સ્વ સહાયજુનો મારફતે ગૌશાળા માટે કામગીરી આધારીત દેશભરમાં ૭૦૦ જેટલા બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા નિર્ધાર કર્યો છે. આ માટે સરકાર પંચાયતો અને સ્વ સહાય જુથોને ૨૫ ટકા રકમ એડવાન્સ આપી પ્રોત્સાહન આપવાનું પણ જાહેર કર્યું છે.

ઉલ્લેખનીય છે કે ૩૦ કરોડ પશુધન થકી દૈનિક કરોડો કિલોગ્રામ ગોબર ઉત્પન્ન થાય છે જેના થકી ગોબર ગેસની સાથે-સાથે મોટા પ્રમાણમાં વિજળી પણ ઉત્પન્ન થઈ શકે તેમ હોય સરકાર દ્વારા આ દિશામાં હવે યોજનાઓ લાવવા નકકી કર્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.