Abtak Media Google News

૧૨ જુલાઈએ ઉત્તર પ્રદેશ વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતાની બેઠક નીચે એક સફેદ પાઉડર મળતાં હડકંપ મચી ગયો હતો. જોકે ફોરેન્સિક લેબના સિનિયર અધિકારીઓના જણાવ્યા મુજબ આ સફેદ પાઉડરનાં સેમ્પલમાં એક્સપ્લોઝિવ (વિસ્ફોટક પર્દાો) હોવાના કોઈ પુરાવા મળ્યા ની. આગ્રાની ફોરેન્સિક લેબની તપાસમાં આ વાત બહાર આવી છે. જોકે યોગી સરકારનો દાવો છે કે પાઉડરનાં સેમ્પલ હજુ સુધી આગ્રા લેબને મોકલવામાં આવ્યાં જ ની.મુખ્ય પ્રધાન યોગી આદિત્યનો લખનૌની એક લેબના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે પાઉડરમાં એક્સપ્લોઝિવ પેટા એરિ્રિટોલ ટ્રાઈનાઈટ્રેટ (ઙઊઝગ) હોવાનો દાવો કર્યો હતો. એવું કહેવાય છે કે તેને તપાસ માટે ૧૪ જુલાઈએ આગ્રા લેબમાં મોકલવામાં આવ્યું હતું.જ્યારે આગ્રા ફોરેન્સિક લેબના એક અધિકારીએ પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે આગ્રા ફોરેન્સિક લેબ ઉત્તર પ્રદેશની એક માત્ર લેબ છે જે એક્સપ્લોઝિવની તપાસમાં એક્સપર્ટ છે. તપાસ માટે મોકલવામાં આવેલા સેમ્પલમાં હજુ સુધી ઙઊઝગ હોવાના પુરાવા મળ્યા ની. ટૂંક સમયમાં તેનો તપાસ અહેવાલ લખનૌ અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને મોકલવામાં આવશે. એટીએસે આ મામલાની તપાસ હવે એનઆઈએને સોંપી છે.આગ્રા લેબના અધિકારીએ જણાવ્યું હતું કે લખનૌ લેબના અધિકારીઓને પોતાની તપાસ પર શક રહ્યો હશે નહીંતર સેમ્પલ આગ્રા લેબમાં મોકલવામાં આવત નહીં. આગ્રા લેબના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે એનઆઈએ દ્વારા પણ કેટલી વખત એક્સપ્લોઝિવની તપાસ માટે નમૂના આગ્રા લેબને મોકલવામાં આવ્યા છે. તેમનો રિપોર્ટ હંમેશાં દેશમાં અલગ અલગ એક્સપ્લોઝિવની તપાસ કરનાર સ્પેશિયલ લેબના રિપોર્ટ જેવો જ હશે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે ૧૨ જુલાઈએ વિધાનસભામાં મળેલ સફેદ પાઉડરનો જે તપાસ રિપોર્ટ હશે તે તેમના રિપોર્ટ જેવો જ હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.