Abtak Media Google News

વિશ્વના ખરાબ હવામાનનો ભોગ બની રહેલા દેશોમાં ભારતનો ક્રમ છઠ્ઠો

દેશની રાજધાની નવીદિલ્હીમાં પ્રદૂષણનું કારણ કુવૈત અને પાકિસ્તાન છે. કુવૈતમાંથી રજકણ એટલે કે, ધૂળની ડમ્મરી અને પાક.માંથી ધુમ્મસને લઈને અહીં ખતરનાક વાતાવરણ અને ઝેરી વાયુનું પ્રદૂષણ સર્જાયું છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, વિશ્ર્વના ખરાબ હવામાનનો ભોગ બની રહેલા દેશોમાં ભારતનો ક્રમ ૬ઠ્ઠો છે.

અત્યારે દેશની રાજધાની નવીદિલ્હીમાં ખરાબ હવામાનને કારણે કેટલીક સમસ્યાઓ ઉભી થઈ રહી છે. ખાસ કરીને ગાઢ ધુમ્મસને કારણે માર્ગ અકસ્માતોની પરંપરા સર્જાઈ છે. એટલે જ દિલ્હી સરકારે રવિવાર સુધી શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય વાહન-વ્યવહાર એટલે કે, એર ટ્રાફિકના આવાગમનને પણ ગંભીર અસર થઈ છે તેથી ભારતના વેપારને પણ અસર થઈ રહી છે.

જો કે, નવીદિલ્હીમાં પ્રદુષણનું કારણ માત્ર લોકલ જ નથી પરંતુ કુવૈત અને પાકિસ્તાન પણ છે. આરબ દેશ કુવૈતમાં સર્જાતુ ભવંડર એટલે કે, ધુળની ડમ્મરીઓનું વાવાઝોડુ અથવા તોફાનની અસર ભારતમાં થયા વગર રહેતી નથી. આ સિવાય ખુબજ નજીકના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ દર વર્ષે શિયાળાની સીઝનમાં ખૂબજ અતિશય ગાઢ ધુમ્મસ છવાઈ જાય છે. આથી તેની પ્રતિકુળ અસર‚પે નવીદિલ્હીમાં પણ શિયાળાની શ‚આતથી વહેલી સવારથી લઈને બપોરના ૧૧ વાગ્યા સુધી ધુમ્મસની ચાદર છવાયેલી રહે છે.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નોંધ્યું છે કે, એર કવોલીટી ઈન્ડેકસ ૫૦૦ માંથી ૪૮૬ નોંધાયો છે. આથી વિઝીબીલીટી ખૂબજ ઓછી રહે છે. જેના લીધે દૂર દ્રષ્ટી એટલે કે, ધુમ્મસમાં લોકોની દૂરનું જોવાની ક્ષમતા ઘણી જ ઘટી જાય છે. જેના લીધે તાજેતરમાં નવીદિલ્હી ગુડગાંવ તેમજ આસપાસના ઈન્ડસ્ટ્રીયલ એરીયાને જોડતા ધોરીમાર્ગો એટલે કે, હાઈવે પર ૧૦ થી ૧૨ અકસ્માતો સર્જાયા છે.

આ સિવાય વિશ્ર્વના ખરાબ હવામાનનો ભોગ બની રહેલા કેટલાક દેશોમાં ભારતનો ક્રમ છઠ્ઠો છે. આ દેશોમાં હૈતી, ઝીમ્બાબ્વે, ફીઝી, શ્રીલંકી અને વિએતનામનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.