Abtak Media Google News

વરસાદી માહોલને કારણે ઇમર્જન્સી સેવા નહીં ખોરવવા કર્મચારીઓનો નિર્ણય:સાતમા પગાર પંચ મુદ્દે સરકારે બે મહિનાનો સમય માંગ્યો

સાતમા પગાર પંચની માંગ સાથે લડત ચલાવી રહેલા મોરબી સહીત રાજ્યની ૧૨૦ થી વધુ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આગામી ૨૦ જુલાઈ થી અચોક્કસ મુદ્દત ની હડતાલ પર જવા નિર્ણય કર્યો હતો પરંતુ ભારે વરસાદના માહોલ અને સરકારે માંગણી માટે બે મહિનાનો સમય માંગતા મોરબી સહિતની નાગરપાલિકાઓના કર્મચારીઓની હડતાલ મોકૂફ રાખવામાં આવી છે

અચોક્કસ મુદતની હડતાલ મોકૂફ રાખવાની જાહેરાત કરતા રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ એવા મોરબી નગરપાલિકાના નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા પાલિકાના કર્મચારીઓને સાતમા પગાર પંચ મુદે નિર્ણય કરવા બે માસની મુદત માંગવામાં આવી છે અને વરસાદી માહોલ ના કારણે હડતાલ પર નહીં જાવા નિર્ણય કર્યો છે.

જોકે હડતાલ મોકૂફી પાછળ સરકાર દ્વારા નગરપાલિકાના કર્મચારીઓના  અવાજ ને દબાવી દેવા અમલી બનાવેલ એસ્મા કાયદો કારણભૂત મનાઈ રહ્યો છે સરકારે નગરપાલિકાની પાણી,ગટર વ્યવસ્થાની સેવાઓ આવશ્યક સેવા હેઠળ લઇ આ સેવા ખોરવાય તો પાલિકાના સતાધીશોને અને કલેક્ટર.ડે.કલેક્ટર અને મામલતદારને પગલાં લેવા માટે ખાસ પાવર્સ આપતા બિનજામીન લાયક ગુન્હો નોંધવાની ભીતિના કારણે કર્મચારીઓ હડતાલ પર જવાનું મુનાસીબ ન માન્યું હોવાનું પણ ચર્ચાય રહ્યું છે. ઉલ્લેખનીય છે કે  રાજ્યની કુલ ૧૬૨ નગરપાલિકા પૈકી ૧૨૦ થી વધુ પાલિકાના કર્મચારીઓ કાલથી હડતાલ પર જવાના હતા પરંતુ સરકાર ના એક જ પરીપત્રથી હડતાળ મોકૂફ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.