Abtak Media Google News

રેસકોર્સ અને ડી.એચ. કોલેજનાં ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વનાં કાર્યક્રમો યોજાનાર હોય સ્થળનાં અભાવે અગ્રણીઓ લીધો નિર્ણય : અગ્રણીઓ અબતકની મુલાકાતે

રઘુવંશી પરિવાર દ્વારા દર વર્ષે તા.૨૨ જાન્યુઆરીએ વિરદાદા જશરાજજી (શૌર્ય) દિન, નિમિતે રેસકોર્ષમાં જ્ઞાતિ પ્રસારનું આયોજન કરવામાં આવે છે.જેમાં ૨ લાખથી વધુ જ્ઞાતિજનો પ્રસાદ લ્યે છે. આ વર્ષે જગ્યાના અભાવે  મહાપ્રસાદનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો છે.જેની વિગત આપવા પ્રતાપભાઈ કોટક, મેહુલભાઈ નથવાણી, વિપુલભાઈ મણીયાર, જતીનભાઈ દક્ષીણી અને હરદેવ માણેક (પિન્ટુ)એ અબતકની શુભચ્છા મુલાકાત લીધી હતી.

રઘુવંશી પરિવાર દ્વારા છેલ્લા પાંચ વર્ષથી વિરદાદા જશરાજજીના શૌર્ય દિન નિમિતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૨૨ જાન્યુને બુઘવારે જ્ઞાતિ મહાપ્રસાદનું ભવ્ય આયોજન માટે નિયત સમયમાં અરજી કરેલ અને તેના માટેની તૈયારી પણ ચાલુ કરી દિધેલ પરંતુ ગુજરાત સરકાર દ્વારા આગામી તા.૧૮ થી તા.૨૬ના પ્રજાસત્તાક દિનની ઉજવણીનો કાર્યક્રમ રાજકોટ શહેરમાં યોજવાનું નકકી થયેલ હોય જેથી  રેસકોર્ષ ગ્રાઉન્ડ મળી શકે તેમ ન હોય આવી જાણકારી મળેલ તેથી નવી વ્યવસ્થા માટે જ્ઞાતિના આગેવાન ઓની એક બેઠકમાં નવા પાસા વિચારવા માટેની બેઠકમાં પરેશભાઈ વિઠ્ઠલાણીની ઓફીસે મળેલ જેમાં નવી જગ્યા ગોતવા માટેની  અને ત્યાંની વ્યવસ્થા જોવા માટેનો વિચાર કરેલ. ત્યારબાદ ધર્મેસિંહજી કોલેજનું ગ્રાઉન્ડ માટે  પ્રયત્ન કરેલ જેમાં બહુ જ અનુકુળ હોવાથી ગ્રાઉન્ડ મેળવવા માટેની પ્રોસીઝર ચાલુ કરેલ જેમાં મંજુરી પણ મળેલ હતી પણ પાછળથી રાજયપાલશ્રીનો કાર્યક્રમ આવી જવાથી ગ્રાઉન્ડ કેન્સલ થયેલ રાજકોટની વસ્તીને ધ્યાન લઈ કોઈ યોગ્ય જગ્યા મહાપ્રસાદ માટે અનુકુળ ન હોય તો આ મહાપ્રસાદનો કાર્યક્રમ મોકુફ રાખેલ છે.આગામી તા.૨૨/૦૧/૨૦૨૧ના દિને નિયમિત રીતે રઘુવંશી પરિવાર દ્વારા ભવ્યાતી ભવ્ય જ્ઞાતિ મહાપ્રસાદનું આયોજન કરવા માટે રઘુવંશી પરિવારના મોભીઓ દ્વારા ખાત્રી આપેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.