Abtak Media Google News

તંત્ર દ્વારા પોસ્ટરો કાઢી નખાયા: સીમેન્ટ રોડ ન થતા સ્થાનીકોમાં ભારે રોષ

જસદણની ડી.એસ.વી.કે. હાઈસ્કુલ સામે આવેલ તરગાળા શેરી રોડમાં સીમેન્ટ રોડ ન બનતા આખરે મંગળવારે સ્થાનિક રહીશોએ આવેદનપત્ર આપી બીજા દિવસે બુધવારે રાત્રીના આ રોડ પર એવા બેનરો પોષ્ટરો માર્યા કે તરગાળા શેરીમાં વર્ષોથી રોડ થતો ન હોવાથી અમો મતદાનનો બહિષ્કાર કરીએ છીએ અને આ વિસ્તારમાં કોઈપણ રાજકારણીએ મત માંગવા આવવું નહીં આથી તંત્ર અને ડિઝાઈનર રાજકારક્ષઓમાં હલચલ મચી જવા પામેલ છે.

સ્થાનીક વેપારીઓ અને રહેવાસીઓએ જણાવ્યું કે, રાહદારીઓ અને વાહન ચાલકોથી સતત ધમધમતાં આ રોડ પર બે વર્ષ પહેલા ભુગર્ભ ગટર અંગે ખોદાણ થતાં આ રોડ અત્યંત જર્જરીત અને ધુળિયો થઈ ગયો છે. જેના કારણે જે જુની ગટરો હતી તે ન બુરાતા ગંદકી ઉપરાંત રોડ ધુળિયો હોવાથી અમારો માલ સામાન બગડી રહ્યો. ઉપરાંત સ્વાસ્થ્યને પણ અસર થતી હોવા છતાં પાલિકા કોઈ કાર્યવાહી કરતી નથી.

ભુગર્ભ ગટર ખોદવાને બે વર્ષ જેટલો સમય થઈ ગયો શહેરના અન્ય રોડો સીમેન્ટથી પાકા મઢાઈ ગયા પણ અમારો આ રોડ હજુ ધુળિયો રાખવામાં જ આવ્યો છે. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં આ રોડ પ્રશ્ર્ને અમોએ નગરપાલિકાને અનેકવાર લેખિત-મૌખિક રજૂઆત ઉપરાંત ગત મંગળવારે અમોએ વિસ્તૃત આવેદનપત્ર પણ નગરપાલિકાને મંગળવારે આપેલું છે.

રહેવાસીઓએ ઉમેર્યું કે, રાત્રીના બોર્ડ લગાડયાં હતા પણ તંત્રએ કાઢી નાખ્યા છે. અમોએ તો મતદાનનો બહિષ્કાર હજુ ચાલુ રાખ્યો છે. તંત્ર ભલે બોર્ડ બેનર કાઢી ગયું છેલ્લે રહેવાસીઓએ જણાવ્યું કે, વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, જેવા સોશ્યલ મીડિયામાં ફોટો મુકી પોતાની વાહવાહ કરતા રાજકારણીઓ અમારી વ્હારે આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.