Abtak Media Google News

સલમાન ખાનની ફિલ્મ ‘એક થા ટાઈગર’ બોક્સઑફિસ પર સુપરહિટ રહી હતી. હવે આ ફિલ્મની નવી સિરીઝ ‘ટાઈગર જિંદા હૈ’ પણ ટૂંક સમયમાં રિલીઝ થશે. થોડા સમય પહેલા ફિલ્મના ડાયરેકટર અલી અબ્બાસ ઝફરે ટ્વિટ કરીને કહ્યું હતું કે, આ દિવાળી પર સલમાનના ફેન્સને સરપ્રાઈઝ મળશે.

તેમના ટ્વિટ પછી આજે ‘ટાઈગ જિંદા હૈ’ ફિલ્મનું પ્રથમ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. સલમાન ખાને પણ પોસ્ટર સાથે ટ્વિટ કર્યું છે કે, ‘દિવાલી ગિફ્ટ.પસંદ આયા? હવે ક્રિસમસ પર મળીશું.’

આ પોસ્ટરમાં સલમાન ખાનના હાથમાં બંદૂક છે અને પોસ્ટર પર લખ્યું છે કે, ‘ઘાયલ વાઘ જેવો શિકાર કોઈ કરી શકતું નથી અને ટાઈગર આવી રહ્યો છે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.