Abtak Media Google News

સોમવારે જીડીએસ કર્મચારીઓની રેલી: ગર્વનરને પાઠવશે આવેદન: શુક્રવારે દિલ્હી ખાતે ધારણા

દેશના ત્રણ લાખ જીડીએસ કર્મચારીઓ ગત તા.૨૨થી તેમના નવા વેતન માળખાની કમલેશચંદ્ર કમીટીના અહેવાલ અમલ કરાવવા અચોકકસ મુદતથી હડતાલ ઉપર જતા ગ્રામ્ય પોસ્ટલ સેવા અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. ૧૮ માસ વિતી જવા છતા કમીટીનો અહેવાલ સ્વીકાર નહી કરાતા દેશભરનાં જીડીએસ કર્મચારીઓ ઉગ્ર આક્રોષ સાથે સરકારની ભેદભાવની નીતિ સામે મોરચો માંડયો છે.

જેમાં તાજેતરમાં સરકાર સાથે માંગ સબબ મીટીંગો યોજાય હતી સરકાર હજુ વધુ સમય માંગતા વાટાઘાટો નિષ્ફળ રહી જીડીએસ કર્મચારીઓનું આંદોલન વધુ તેજ કરવા દેશભરનાં તમામ સભ્યોના વડા મથકે તા.૨૮ને સોમવારનાં રોજ સર્કલ હેડ કવાર્ટર ખાતે રેલી કાઢવામાં આવશે. અને ગર્વનરને આવેદનપત્ર પાઠવાશે.

ત્યારબાદ તા.૧-૬ને શુક્રવારના રોજ દિલ્હી ખાતે સંચાર ભવન સામે ધરણા યોજાશે.સાથે રેલી બાદ મિનિસ્ટર ને આવેદન પત્ર પાઠવી લડત વધઉ તેજ બનાવશે. રાજકોટ-ગોંડલ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, પોરબંદર,ભૂજ, સહિત ગુજરાતનાં તમામ ડિવીઝનોમાં હડતાલ ચોથા દિવસે જડબેસલાક રહી છે. એનએફપીઈ સીનીયર લીડરો આર.ડી. પૂરોહિત એસ.કે. વૈષ્ણવ શરદભાઈ તેરૈયા, કે.બી. ચુડાસમા સહિતનાએ આ હડતાલને સમર્થન આપ્યું છે. અને માર્ગદર્શક બનેલ છે. તમામ પોસ્ટલ કર્મચારીઓ કાળી પટી ધારણ કરી આ હડતાલને સમર્થન આપશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.