Abtak Media Google News

સિરિયામાં રાજકીય જોખમના પગલે પણ હકારાત્મક વલણ જોવા મળતા રોકાણકારોને હાશકારો

આઈઆઈપી અને સીપીઆઈ ફૂગાવા જેવા સાનુકુળ ર્આકિ ડેટાને પગલે સતત ત્રીજા સપ્તાહમાં શેરબજાર હકારાત્મક વલણ અપનાવી રહ્યું છે. અલબત સીરીયા સામે અમેરિકાના મિસાઈલ હુમલાના પગલે કેટલાક અવરોધો પણ જોવા મળ્યા છે. તંગદીલીના પરિબળના કારણે બજારમાં એક સમયે અફરા-તફરી બાદ હવે પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

મીડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં કરેકશન આશરે ૨૦ થી ૨૫ ટકા જેટલું તીવ્ર રહ્યું છે. જેથી હાલ ખરીદીની તક હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. અલબત હાલમાં ભુરાજકીય અને વેપાર યુદ્ધના જોખમના પગલે એફઆઈઆઈ કેસ માર્કેટમાં નાણા પાછા ખેંચાઈ રહ્યાં છે. આ વેંચવાલીની અસર માત્ર ભારત પુરતી જ સીમીત નથી. ભારતમાં મુખ્ય ચિંતા રૂપિયાની ડોલર સામેની નરમાઈ છે.

સતત ત્રીજા દિવસે પોઝીટીવ ટ્રેન્ડના કારણે આગામી સમયમાં બજાર સ્થિર રહેશે તેવું પણ માનવામાં આવ્યું છે. એકાએક બજારમાં કડાકો બોલશે નહીં તેવી આશા વ્યકત થઈ છે. હાલની પોઝીટીવ મુવમેન્ટને શોર્ટ ટર્મ ટ્રેડીંગની અસર જોવા મળશે નહીં. હકારાત્મક વલણના કારણે રોકાણકારોની ચિંતા ઓછી થઈ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.