Abtak Media Google News

ગુજરાતના અનેક  શહેરો ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરિયાણામાં વિવિધ જગ્યાએ ગુના આચર્યાની કબૂલાત: ગેંગ ‘પોલીસ’ બની લોકો સાથે છેતરપિંડી આચરતી તેમજ છળકપટથી દાગીના પડાવી લેતી

પોરબંદર એલસીબીને મોટી સફળતા હાથ લાગી છે. અનેક રાજયોમાં વોન્ટેડ ઈરાની ગેંગના ચાર આરોપીને પોલીસે દબોચી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગ ગુજરાતનાં અનેક શહેરો ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણામાં વિવિધ જગ્યાઓએ ગુના આચર્યાની કબુલાત આપી છે.

પોરબંદર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના મીલ્કત સંબંધીત વણશોધાયેલા ગુનાઓ શોધવાના આદેશથી એલસીબી પીઆઈ એમ.એમ.દવેનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.એમ. ગઢવી તથા અન્ય સ્ટાફની બે અલગ અલગ ટીમ બનાવી પોરબંદર-જામનગર રોડ ઉપર ઝારેરા નેશ પાસેથી રૂ.૫.૨૫ લાખથી વધુના મુદામાલ સાથે ઈરાની ગેંગના ચાર આરોપીઓ સુલ્તાનખાન ઉર્ફે ગબ્બરઅલી ઉર્ફે અમજદખાન ઉર્ફે ભુરૂ ઈરાની ઉ.૪૩ રહે.સેંડવા કોલોની મધ્યપ્રદેશ ઈસાઅલી નબીઅલી ઉર્ફે નોસીર કાદરી ઈરાની ઉ.૩૦ રહે ભુસાપલ ઈદગાહ રોડ, તા. બજારપેટ, મહારાષ્ટ્ર મોહમદ બાકર ઉર્ફે બીની મીટુઈ યાસીન અલી ઉર્ફે કાજી જાફરી ઉ.૨૦ રહે. ભોપાલ, કરોડી-મધ્યપ્રદેશ તથા રજાઅલી કુરબાનઅલી ઈરાની ઉ.૨૨ રહે સેંધવા મધ્યપ્રદેશ વાળાને પકડી પાડેલ છે. આ આરોપીઓ પોરબંદરનાં કમલાબાગ પોલીસ સ્ટેશન હેઠળનાં વિસ્તારમાં વૃધ્ધાને પોલીસ હોવાની ઓળખ આપી છ તોલા સોનાના દાગીનાની છેતરપીંડી કરી હતી.

આ શખ્સોની પૂછપરછ કરતા પોરબંદરમાં ગુન્હા કયર્ા હોવાની કબુલાત પણ આપી હતી. આ શખ્સોની વધુ પૂછપરછ કરતા તેઓએ પોરબંદરના ખોજાખાનાના બનાવની તેમજ ગોંડલ ટાઉન, રાજકોટનો ગાંધીગ્રામ વિસ્તાર, ડભોઈ, ભચાઉ, ભુજ, માણસા, હિંમતનગર અને બોડેલી સહીતમાં આ પ્રકારના ગુન્હાઓ કયર્ા હોવાની કબુલાત આપી હતી. વધુમાં તેઓએ મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉતરપ્રદેશ, હરીયાણા અને ગુજરાત સહીતના રાજ્યોમાં કરેલા ગુન્હાઓ પણ કબુલી લીધા હતા. તેમજ પોરબંદરમાં ઈરાની ગેંગ ઝડપાયા બાદ પોલીસ અધિકારીઓએ આ મામલે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. આવા શખ્સો ધ્યાનમાં આવે તો પણ પોલીસને જાણ કરવા જણાવ્યું છે.

પોરબંદરમાં ભૂતકાળમાં પોલીસની ખોટી ઓળખ આપી અનેક વૃધ્ધો સાથે છેતરપીંડીના બનાવ બન્યા છે. આવા ગુન્હા કરનારી ઈરાની ગેંગને પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે આજે ઝડપી લીધી છે ત્યારે સીટી ડીવાયએસપી એ આવા બનાવમાં લોકોને સાવધ રહેવા અપીલ કરી છે અને પોલીસની ખોટી ઓળખ કે ખોટું આઈકાર્ડ બતાવનાર શખ્સો ધ્યાનમાં આવે તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. આવા બનાવમાં ભોગ બનનાર કેટલાક વૃધ્ધોએ તો ફરિયાદ પણ નોંધાવી ન હોય, ત્યારે આ ઈરાની ગેંગ ઝડપાઈ છે જેમાં ભોગ બનનાર પોલીસને જાણ કરે તો પોરબંદરના વધુ ગુન્હા ઉકેલવામાં પોલીસને સરળતા રહે.

ગેંગે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ ઉપર મધ્યપ્રદેશમાં કર્યો હતો હુમલો

ઈરાની ગેંગને પકડવા માટે ગત તા.૧૩.૩.૨૦૧૮ના રોજ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચની એક ટીમ મધ્યપ્રદેશના બડવાણી જીલ્લા ખાતે ગઈ હતી ત્યારે ગેંગ સહિત ૧૫ થી ૨૦ શખ્સોની ટોળાએ ક્રાઈમ બ્રાંચની ટીમ ઉપર હુમલો કયો હતો.

આરોપી વિરૂધ્ધ દેશની જુદી જુદી ૬ કોર્ટે ઈસ્યુ કર્યા છે વોરંટ

ઈરાની ગેંગના આરોપીઓએ દેશના વિવિધ રાજયોમાં ગુનાહિત કૃત્ય આચર્યા હોય તેઓની વિરૂધ્ધ દેશની જુદી જુદી ૬ કોર્ટે વોરંટ ઈસ્યુ કર્યા છે. જેમાં રાજસમદ જિલ્લો નાથદ્વારા અને કાનકરોલી (રાજસ્થાન), કોતવાલી પોલીસ સ્ટેશન-જોધપૂર (રાજસ્થાન), જાલરાપાટણ પોલીસ સ્ટેશન-જિ. ઝાહલાવાર (રાજસ્થાન), કાકરોલી જિ. રાજસમદ (રાજસ્થાન), પાલી (રાજસ્થાન), અને કોતવાલી પોલીસ સ્ટેશન મુરાદાબાદ (ઉત્તર પ્રદેશ)નો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.