Abtak Media Google News

આ ત્રણ સમસ્યા પરસ્પર સંકળાયેલ છે, ગરીબી હોય ત્યાં વસતી વધારો અને પ્રદૂષણ પેદા થાય, પર્યાવરણ અને આરોગ્ય એક બીજા સાથે જોડાયેલા છે

આપણને પ્રાપ્ત થયેલ આ માનવ શરીરની તંદુરસ્તી અને સ્વાસ્થ્યપૂર્ણ જીવનનો આધાર આપણી આજુબાજુના સ્વચ્છ વાતાવરણ તથા સ્વચ્છતાલક્ષી ટેવો પર રહેલો છે. આમ છતાં, સ્વચ્છતાની જાળવણી માટે આપણે કાળજી લેતા નથી આપણે સૌ ત્રણ પી (૩P) થી થતો જોખમોનો સામનો કરી રહ્યા છીએ. આ ત્રણ પી પૈકી પ્રથમ P (Population)  અર્થાત, વસતિ, તીવ્ર વસતિ વધારો હંમેશા વિકાસની ગતિ પર બ્રેક લગાવે છે, વધુ પડતી માંગ અને પુરવઠા વચ્ચે ઊંડી ખાઇનું સર્જન કરે છે. રોજી રોટી, મકાનના ક્ષેત્રોમાં સમસ્યાઓ સર્જે છે. બીજો P છે (Pollution) અર્થાત પ્રદૂષણ, જયાં જયાં ગીચ વસતિ ત્યાં ત્યાં પ્રદૂષણ પેદા થાય છે. આમ વિશ્વના તમામ દેશોના પાયાના પ્રશ્ર્નો છે. ત્રણ (૧) વસતિ વધારો (ર) ગરીબાઇ (૩) પ્રદૂષણ આ ત્રણેય સમસ્યાઓ પરસ્પર સંકળાયેલ છે. ગરીબી હોય ત્યાં વસતિ વધારો અને પ્રદૂષણ પેદા થાય. વળી, પ્રદૂષણનું કારણ વસતિવધારા અને ગરીબીમાં રહેલું છે.

પર્યાવરણ સ્વચ્છતા સંકલ્પના:-

(૧) પ્રથમ P (Population) : વિશ્વમાં ચીન પ્રથમ નંબરે અને ભારત ૧૩ અબજની વસ્તી સાથે બીજા નંબર પર છે. વધારે વસતિના લીધે અન્ન અને આવાસ જેવી ઘણી સમસ્યાઓનો સામનો આપણે કરવો  પડે છે.

(ર) બીજો P  (Pollution) : વધુ વસતિના લીધે આપણા દેશમાં ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. અને આના લીધે પર્યાવરણને લગતી ઘણી સમસ્યાઓ પેદા થાય છે.

(૩) ત્રીજો P (Pollution)   : પ્રદૂષણ એટલે પર્યાવરણનું દુષિત થવું, દૂષણના ફેલાવામાં માનવીનો જ મુખ્ય ફાળો છે. સમગ્ર સૃષ્ટિ પર બુઘ્ધિનો ઉપયોગ કરવાની શકિત માત્ર માનવમાં જ છે. આ બુઘ્ધિ શકિતનો ઉપયોગ કરીને માનવીએ વનસ્પતિ, પ્રાણી, જમીન, હવા  અને અન્ય કુદરતી સંપતિઓના લાભના ઉપયોગમાં અતિરેક કર્ર્યો છે. આમ, કુદરતી સંપતિના દુ‚પયોગના પરિણામો કુદરતી વાતાવરણ અને માનવસર્જિત વિકાસ વચ્ચેનું મોટું અસંતુલન પેદા કર્યુ છે.

પર્યાવરણ એટલુ શું?:-

પ્રદૂષણને સમજીએ તે પહેલા પર્યાવરણને સમજવું આવશ્યક છે. પર્યાવરણ એટલે આપણી આસપાસનું આવરણ, આસપાસનાા બાહ્ય પરિબળો જેમાં સજીવસૃષ્ટિ, વનસ્પતિ, જીવજંતુ, પશુપક્ષી વગેરેનો સમાવેશ થાય છે. જમીન, હવા, પાણી અને સજીવસૃષ્ટિ આ ચારેય પર્યાવરણના ઘટકો છે. આ પર્યાવરણીય ઘટકો જો સજીવસૃષ્ટિનાં ધારક અને પોષક બને તો સજીવસૃષ્ટિનું માત્ર અસ્તિત્વ ટકે એટલું જ નહીં બલ્કે, તે વૃઘ્ધિ અને વિકાસ સાધી શકે, તે માટે પર્યાવરણીય સ્વચ્છતા અને સ્વચ્છતાલક્ષીને સ્વસ્થતાલક્ષી આદતો હોવી આવશ્યક છે.

પ્રદૂષણનો પ્રકારો અને તેની આરોગ્ય પર અસર ૩ પ્રદૂષણના પ્રકાર:-

પ્રદૂષણને બે પ્રકારમાં વહેંચી શકાય (૧) કુદરત સર્જિત પ્રદૂષણ (ર) માનવસર્જિત પ્રદૂષણ (૧) ભૂકંપ (ર) અતિવૃષ્ટિ (૩) રેલસંકટ (૪) દુષ્કાળ (પ) વાવાઝોડું (૬) જવાળામુખી (૭) દાવાનળને ગણાવી શકાય. કુદરત સર્જીત પ્રદૂષણ કેટલીક કુદરતી ઘટનાઓ પ્રદૂષણનું સર્જન કરે છે જેમાં આ ઘટનાને કારણે વનસ્પતિ અને પ્રાણીઓનો નાશ થાય છે અને હવા, પાણી તથા જમીનમાં પ્રદૂષણ થાય છે. આ કારણોથી રોગચાળો ફાટી નીકળે છે. કેટલીક વાર ધૂમ, ધૂમાડો, ઝેરી વાયુઓ તથા જંતુઓ હવામાં ભળે છે. જેના કારણે શ્ર્વાસોશ્ર્વાસના વિકારો ઉત્પન્ન થાય છે. તેનાથી વનસ્પતિ તેમજ અન્ય સજીવો પર અસર થાય છે. જો કે કુદરતી ઘટનાઓ નિવારી શકાતી નથી. આ ઘટનાઓ બન્યા પછી સંરક્ષણાત્મક પગલાં લઇ શકાય છે.

માનવસર્જિત પ્રદૂષણ:-

પર્યાવરણીય પ્રદૂષણમાં માનવીનો ફાળો સવિશેષ છે. ઔઘોગિક અને ભૌતિક સુખસગવડો મેળવવાની તીવ્ર ઇચ્છાને કારણે માણસે કેટલાય કુદરતી નિયમોનો ભંગ કર્યો છે. જંગલોનો આડેધડ નાશ કરવામાં આવ્યો છે. જળસૃષ્ટિ, વનસ્પતિ અને પ્રાણીઓને નુકશાન થયું છે. પ્લાસ્ટિક જેવી કુદરતી રીતે વિઘટન ના થઇ શકે તેવા પદાર્થોનું ઉત્પાદન થવાથી જમીન અને સમુદાયમાં આવેલા કચરાઓના ઢગ ઠલવાઇ રહ્યા છે.

સંદેશાવ્યવહારમાં વીજચુંબકીય તરંગોનો મોટા પાયે ઉપયોગ થતાં કિરણોત્સગી (રેડિયો એકિટવ) પદાર્થોના નિકાલ તથા નિયંત્રણમાં થતા અકસ્માતો માનવજસર્જિત પ્રદૂષણ સર્જે છે. ઝડપથી ભૌતિક વિકાસ સાધવાની ઇચ્છાથી અને સુખોપભોગના સાધન ઓછામાં ઓછા સમયમાં મેળવવાની આકાંક્ષાની માનવી વડે હાથ ધરાતી વિવિધ પ્રવૃતિઓ હવા, પૃથ્વી અને પાણીનું પ્રદૂષણ સર્જે છે.

હવાનું પ્રદૂષણ:-

આપણે સૌ જાણીએ છીએ કે પર્યાવરણમાં રહેલા વાયુઓના મિશ્રણને હવા કહેવામાં આવે છે. પૃથ્વીની સપાટીથી આકાર તરફની સીધી ઊંચાઇના ૩૦ કિ.મી. સુધી હવા વીંટળાયેલી હોય છે. એમાના પ્રથમ ૧૦ કિ.મી. ના અંતર સુધી હવા માનવીના સંપર્કમાં આવે છે. પ્રાણવાયુ, ઓર્ગોન, નિયોન, અંગારવાયુ (કાર્બન ડાયોકસાઇડ), નાઇટ્રોજન, હિલિયમ, ક્રીપ્ટોન વગેરે વાયુઓનું મિશ્રણ એટલે હવા, જો આપણી ફરતે રહેલી હવાદૂષિત થાય તો પ્રાણી, વન્ય જીવસૃષ્ટિ, વૃક્ષ, વનસ્પતિ, વરસાદ, હવામાન, ખેતી વગેરે પર આડઅસરો થાય છે. તેથી આપણા સ્વાસ્થ્ય પર આડકતરી રીતે અસર પહોંચે છે. હવાનું પ્રદૂષણ એટલે હવામાં ન હોવો જોઇએ તેવા અનિચ્છનીય પરિબળો કે ઘટકોની હાજરી અથવા હવામાં રહેલા પરિબળોના પ્રમાણમાં અવાંછિત એવા વધારો કે જેના કારણે પર્યાવરણ અને તેમાં રહેલી ‘સંજીવસૃષ્ટિ’ પર અવળી અસર થાય.

હવાનું પ્રદૂષણ થવાનાં કારણો :-

કૂદરતી (૧) જવાળામુખી વિસ્ફોટ (ર) જંગલમાં આગ વગેરે

માનવ ક્રિયાઓ :- (૧) ઉદ્યોગ: ઔદ્યોગિક ક્રિયાએથી નીકળતા ધૂમાડા (ર) વાહનો: પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, કોલસા વગેરે બળતણથી નીકળતા પ્રદૂષણ (૩) રોજિન્દા વપરાશમાં : કેરોસીન, કોલસા, ગેસ, છાણ વગેરે  બળવાથી ઉત્પન્ન થતા પ્રદૂષણો (૪) અન્ય સાધનો

રેફ્રિજરેટર, ફ્રિજર વગેરે સાધનોમાંથી છૂટા પડતાં વાયુઓ, નિદાન અને સારવારમાં વપરાતા ક્ષ- કિરણો  (પ) આગ, વિસ્ફોટ, પરીક્ષણ, ઔઘોગિક અકસ્માતો (૬) ધૂમ્રપાન: ધ્રુમ્રપાન કરતી વ્યકિતના શ્વસનતંત્રને નુકશાન પહોચાડે છે.

હવાના પ્રદૂષણના પ્રકાર:-

વાયુ (રાસાયણિક): કાર્બન ડાયોકસાઇડ, નાઇટ્રોજન, કાર્બન મોનોકસાઇડ, સાઇનાઇડ વગેરે

ભૌતિક રજકણો: ધૂળ, કોલસાના રજકણો, કિરણોત્સર્ગીકિરણો વગેરે

જૈવિક(બાયોલોજીકલ): ક્ષય, શરદી, ઓરી, અછબડા, ફલુ, વરાધ જેવા રોગો કરતા જૈવિક જંતુઓ, પરાગ રજકણો વગેરે

ઘ્વનિ: વાહનો, વિમાન, રેલ્વે, મોટરકાર વગેરે ઔઘોગિક સંસ્થાઓના સાધનોનો અવાજ, લાઉડ સ્પીકર, ટી.વી., રેડીયો, ટેપ રેકોર્ડર કે વાહનોના હોર્નનો જોરથી થતો અવાજ

હવાના પ્રદૂષણની માનવી પર થતી અસર:-

હવાનું પ્રદૂષણ માનવ સ્વાસ્થ્ય પર બે પ્રકારે અસર કરે છે. (૧) ટૂંકા ગાળાની અસર (ર) લાંબા ગાળાની અરસ

(૧) ટુંકા ગાળાની અસર: હવામાં પ્રદૂષણ વધે તો નીચે મુજબની અસરો તરત જ દેખાય છે. પ્રદૂષણ ઘટી જતાં તે તકલીફ મટી જાય છે. અને વ્યકિતનું સ્વાસ્થય પુન: સામાન્ય થઇ જાય છે. ૧. આંખો બળવી, આંખોને ઇજા થવી, ર. ખાંસી ઉધરસ આવવી, ૩. છાતીમાં ભીંસ જેવું લાગે, ૪. શ્ર્વાસ લેવામાં તકલીફ પડે, પ. દમ અસ્થમાના દર્દીને તે રોગનો હુમલો થવો, ૬. શ્વસન તંત્રનો ચેપ લાગવો

(ર) લાંબા ગાળાની અસર જેવી કે:- ૧. દમ, અસ્થમાનો રોગ લાગુ પડવી. ર. ફેફસાનું કેન્સર થવું, ૩. હ્રદય અને ફેફસાની કાર્યક્ષમતા ઘટતાં ‘હાર્ટ ફેલ’ થવું, ૪. ગર્ભવતિ માતામાં વહેલું અથવા નબળુ બાળક અવતરવું, પ. નાના બાળકોને વારંવાર શ્વસન તંત્રનો ચેપ લાગવો.

વાયુઓનું મિશ્રણ એટલે હવા

પર્યાવરણમાં રહેલા વાયુઓના મિશ્રણને હવા કહેવામાં આવે છે. પૃથ્વીની સપાટીથી આકાશ તરફ સીધી ઊંચાઇના ૩૦ કી.મી. સુધી હવા વિંટળાયેલી હોય છે. એ પૈકી પ્રથમ ૧૦ કિ.મી. ના અંતર સુધીની હવા માનવીના સંપર્કમાં આવે છે. જેમાં પ્રાણવાયુ, ઓર્ગોન, નિયોન, અંગારવાયુ, નાઇટ્રોજન, હિલિયમ, ક્રીપ્ટોન વિગેરે વાયુઓનું મિશ્રણ એટલે હવા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.