Abtak Media Google News

દક્ષિણ કોરિયાની અગ્રગણ્ય ઓટોમોબાઈલ કંપનીહુન્ડેઈએ તેની લોકપ્રિય હેચબેક, સેન્ટ્રો નવાલૂક અને અવતારમાં ભારતમાં લોન્ચ કરી છે. આ કંપની ભારતમાં તેની પેટા-કંપની હુન્ડેઈમોટર કંપની લિમિટેડ (HMIL) મારફત બિઝનેસકરે છે. એણે સેન્ટ્રો મોડેલની અગાઉની કાર 2014ના ડિસેંબરમાંબંધ કરી હતી.

નવી કાર 4-સિલિન્ડર 1.1-લીટર પેટ્રોલ એન્જીન દ્વારા સંચાલિતછે. નવી સેન્ટ્રો ભારતમાં જ બનાવવામાં આવી છે એવું HMILના મેનેજિંગડાયરેક્ટર અને સીઈઓ વાય.કે. કૂએ 23 ઓક્ટોબર, મંગળવારે નવી દિલ્હીમાં જણાવ્યુંછે.

નવી સેન્ટ્રોના ઉત્પાદન માટે હુન્ડેઈએ 10 કરોડ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે.નવી સેન્ટ્રો મિડ-કોમ્પેક્ટ સેગ્મેન્ટમાં મારુતિ સુઝૂકીની વેગનR, સેલેરિયો અને ટાટા મોટર્સની ટિએગોસામે ટક્કર લેશે. નવી સેન્ટ્રોની કિંમત છે, રૂ. 3.90 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી). આ પ્રસંગેબોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ ઉપસ્થિત રહ્યો હતો, જે હુન્ડેઈનોબ્રાન્ડ એમ્બેસેડર છે. હુન્ડેઈએ તેનીનવી સેન્ટ્રોના પાંચ વેરિઅન્ટ ભારતમાં લોન્ચ કર્યા છે.

સીએનજીનો પણ વિકલ્પ આપ્યોછે. આ પાંચ વેરિઅન્ટ છે Dlite, Era, Magna,Sportz અને Asta. આમાં Magna અને Sportz વેરિઅન્ટમાં સીએનજી પર્યાય ઉપલબ્ધ છે. નવી સેન્ટ્રો સાતરંગમાં ઉપલબ્ધ છે – સિલ્વર, પોલાર વ્હાઈટ, સ્ટારડસ્ટ (ડાર્ક ગ્રે), ઈમ્પીરિયલ બેઈઝ, મરીના બ્લૂ, ફિયરી રેડ અને ડાયનાગ્રીન.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.