Abtak Media Google News

વોર્ડ નં.૮ના સ્લમ વિસ્તારના લોકો વેરો ભરે છતા પ્રાથમિક સુવિધાઓથી વંચિત

એક બાજુ સરકાર  વિવિધ યોજનાઓ થકી ગરીબી હટાવવા માટે પ્રયાસો કરી રહી છે.તો બીજી તરફ ધોરાજીમાં છેવાડાના ગરીબ લોકોને પ્રાથમિક જરૂરિયાત ગણાતી પાણીની સુવિધા માટે વલખા મારવા પડતાં હોવાની ઘટના સામે આવી છે ધોરાજી શહેરના વોર્ડ નંબર આઠ નાભીરાજ સોસાયટી અને રેલ્વેના પાટા પાછળના સ્લમ વિસ્તારમાં છેલ્લા ઘણાં વર્ષોથી ગરીબ લોકો રહે છે ગરીબ લોકો દ્વારા નગરપાલિકાને વેરો ભરવામાં આવે છે તેમ છતાં પાલિકા તંત્ર આ વિસ્તારના લોકોને રોડ,રસ્તા,પાણી,સ્ટ્રીટ લાઈટ,ગટર અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડયું છે.સ્થાનિક રહીશોના કહેવા મુજબ રાજકીય આગેવાનો પણ અહીં મત મેળવવા હોય ત્યારે જ દેખાય છે.પછી ચૂંટાયા બાદ રાજકીય આગેવાનોનો કોઈ અતો પતો લાગતો નથી.આ વિસ્તારમાં રહેતા ગરીબ બાળકો,વૃધ્ધો સહિતના લોકોને પીવાનું પાણી મેળવવા માટે તો જીવના જોખમે રેલ્વે ટ્રેક ઓળંગીને જવું પડતું હોવાના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યાં છીએ ત્યારે આ વિસ્તારના લોકો નગરપાલિકાનો તોતીંગ વેરો ભરી રહ્યાં છે.તેમ છતાં તેમને પીવાના પાણીની હાડમારી ભોગવવી પડે છે.આ વિસ્તારમાં મિડીયાની ટીમ પહોંચતા અહી જાણે વંચિતોની વિકાસ યાત્રા જોવા મળી હતી.તેમજ ભર શિયાળમાં રેલ્વે ઓળંગીને પાણી માટે વલખા મારતા લોકોએ સ્થાનિક નગરપાલિકા સામે રોષ વ્યક્ત કરતાં સૂત્રોચ્ચાર કર્યા હતાં.જ્યારે  આ કિસ્સામાં ખૂદ નગરપાલિકા સતાધીશો નો સંપર્ક સાધતાં તેઓ પણ જાણે શહેરમાં રહેતા જ ન હોય અને બનાવથી અજાણ હોવાનું કહીને મિડીયાના માધ્યમથી બનાવની જાણ થઈ હોવાનું જણાવ્યું હતું.આ સાથે પોતાનો લૂલો બચાવ કરતાં લોકોની પ્રાથમિક રોડ,રસ્તા,ગટર,સફાઈ અને પાણી જેવી સુવિધાઓનો પ્રશ્ર્ન વહેલી તકે સંતોષવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.

7537D2F3 5

જેતે સમયે નગરપાલિકા માં ભાજપ ની બોડી હતી અને પરિસ્થિતિ એવી ત્યાર બાદ કોંગ્રેસ ની બોડી આવી પણ પરિસ્થિતિ એવી જ સ્થાનિક લોકો જાય તો કયા જાય…

ત્યાંરે લોકોના પ્રશ્ર્નો મોટા ભાગે હલ થતાં ન હોય પરંતુ અહીં ધોરાજી નગરપાલિકા સતાધીશો છેવાડા ગરીબ લોકોના પાણી સહિતના પ્રશ્ર્નો ક્યારે હલ કરશે એ જોવાનું રહ્યું…!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.