Abtak Media Google News

લખતર તાલુકા પંચાયતના કંપાઉન્ડમાં પેવી બ્લોક પાથરવામાં આવેલ છે. ત્યાં વરસાદના લીધે ભૂવો પડી જતાં આ બાંધકામ હલકી ગુણવત્તાવાળુ થયું હોવાનું ફલિત થવા પામેલ છે.

લખતર તાલુકા પંચાયતનું નવું મકાન બનાવ્યા ને બે વરસ પૂર્ણ થવા પામેલ નથી ત્યારે વરસાદ પડતા તાલુકા પંચાયતના કંપાઉન્ડમાં ભૂવો પડી જવા પામેલ છે. આથી તાલુકા પંચાયતના મકાનના બાંધકામમાં હલકી ગુણવત્તાવાળુ કામ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. અગાઉ આ મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે તાલુકા પંચાયતના હોદ્દેદારોએ નબળી ગુણવત્તા વાળુ બાંધકામ થઈ રહ્યું હોવાની ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં બાંધકામ કરનાર પર કોઈ પણ જાતના પગલાં ના લેવાતા આખરે આ કામગીરીની પોલ ગઈકાલે પડેલા વરસાદે ખુલ્લી પાડી દીધી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે સરકારી તંત્ર કોઈ અકસ્માત થાય તે પહેલા આ ભૂવો બુરાવી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.