Abtak Media Google News

બાલીમાં સ્કેટીંગ ડાન્સ વંદેમાતરમના બાળકો હિપહોપ, ફ્રી સ્ટાઇલ, લીબીકલ, પંજાબી, ફોક અને વેર્સ્ટન આર્ટીસ્ટીક ડાન્સ રજુ કરશે

ડાન્સ એકેડમી મહારાષ્ટ્ર દ્વારા અમદાવાદ ખાતે નેશનલ ડાન્સ કોમ્પીટીશન-૨૦૧૮ યોજાઇ હતી જેમાં ર૮ રાજયોમાં ૪૦૦૦ થી વધારે બાળકો ઓ કોમ્પીટીશનમાં ભાગ લીધો હતો.

પુજા હોબી સેન્ટરના ૧૮બાળકોએ સ્કેટીંગ ડાન્સ વંદેમાતરમ પરર્ફોમ કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું અબતકની મુલાકાતે આવેલા પુજા હોબી સેન્ટરના આગેવો જણાવ્યું કે, વિજેતા બાળકોને તા. ૧૧-૧૧ થી ૧૮-૧૧ દરમ્યાન ઇન્ટરનેશનલ બાલી ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ ડાન્સ કોમ્પીટીશન માટે પસંદગી પામ્યા છે.

જેમાં ૪ વર્ષથી ૨૦ વર્ષ સુધીના ૧૬ બાળકો ઇન્ડોનેશીયાના વાલી ખાતે જઇ રહ્યા છે. આ સ્પર્ધામાં સ્કેટીંગ ડાન્સ વંદેમાતરમના બાળકો હિપહોપ, ફ્રી સ્ટાઇલ, લીરીકલ, પંજાબી, ફોક, વેસ્ટર્ન, આર્ટીસ્ટીક ડાન્સ તથા સ્પીન જમ્પ જેવી અનેક ડાન્સ સ્ટાઇલ રજુ કરી આ બાળકો ૧૦૦ થી વધારે પ્રોપ દ્વારા પરર્ફોમન્ટ આપશે.

ચાર વર્ષનું નાનામાં નાનું બાળક પણ આ તમામ કેટેગરીમાં પોતાનું પરફોમન્સ આપશે. ઉપરોકત તમામ બાળકોને ટ્રેનીંગ છેલ્લા ૧પ વર્ષથી પણ વધારે નેશનલ ચેમ્પીયન તથા ઇન્ટરનેશનલ મેડલીસ્ટ ડો. પ્રજા રાઠોડે, દીપુદીદી તથા પુષ્પાબેન રાઠોડ આપી રહ્યાં છે.

આ બાળકો રાહી નાગવેકર, માહી દુદકીયા, કિયાન બાસીડા, ફેલીકસ બાસીડા, પ્રેમ ગાંધી, યુવરાજ કુંદનાની, નિર્વેદ-બાવીશી, શૌર્ય ભાવસાર, ઘ્વનીલ કાગડા, દર્શિલ ગાંધી, ખુશ ઠકકર, નમન પંડયા, મીન ગાંધી, જીગર ધોળકીયા કેવીલ સિઘ્ધપુરા, નિસગ કાગડા પાટીસીપેટ છે.

આ બાળકો ભારતના મોટાભાગના રાજયો જેમાં કેરાલા, દિલ્હી, બિહાર, મહારાષ્ટ્ર , ગોવા, મઘ્યપ્રદેશ, હરિયાણા, હૈદરાબાદ, પંજાર, આંધ્રપ્રદેશ, અ‚ણાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, તમીલનાડુ, ઉત્તર પ્રદેશ જેવા રાજયોમાં પરર્ફોમન્સ આપી ચૂકયાં છે. તથા નેપાળ, થાઇલેન્ડ, સીંગાપુર, દુબઇ, ઇટલી, ચાઇના, ઓસ્ટ્રેલીયા, ડેનમાર્ક, ફ્રાંસ, જાપાન, રશીયા, શ્રીલંકા જેવા દેશમાં પણ પરર્ફોમન્સની પ્રતિભા બતાવીને વિજેતા થઇને પરત ફર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.