Abtak Media Google News

બાળકોનો સર્વાંગી વિકાસ એ ધ્યેય સાથે પૂજા હોબી સેન્ટરની શ‚આત થઇ હતી: રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળહળતા પૂજા હોબી સેન્ટરના તારલાઓ

બાળકોમાં રહેલી સર્જનાત્મક શકિતને ખીલવવા તેમને સતત પ્રવૃતિશીલ રાખવા જોઈએ એ હેતુથી ૨૫ વર્ષ પહેલા રાજકોટ શહેરમાં પૂજા હોબી સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી. પુજા હોબી સેન્ટરની સ્થાપના પુષ્પાબેન રાઠોડનું કહેવું છે કે બાળકો માટેના આ પ્રયાસની પ્રેરણા મારા પિતા પેથલજી ચાવડા દ્વારા મળી હતી. ત્યારે આજે પૂજા હોબી સેન્ટરને ૨૫ વર્ષ પૂર્ણ થયા છે એ સમયે હોબી સેન્ટરના અનેક બાળકોએ અહી થતી વિવિધ પ્રવૃતિઓનો લાભ લઈ દેશ-દુનિયામાં પરિવારનું નામ રોશન કર્યું છે. પુજા હોબી સેન્ટરમાં બાળકોનો શારીરિક તેમજ માનસિક વિકાસ થાય તે અર્થે અનેકવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે જેમાં ડાન્સ, યોગ, જીમનાસ્ટીક, સ્કેટીંગ, કરાટે વગેરે જેવી પ્રવૃતિઓ દ્વારા બાળકોના શારીરિક વિકાસને વેગ મળે છે. જયારે ડ્રોઈંગ, પેઈન્ટીંગ, ચેસ, કેરમ જેવી રમતો કે જેમાં બાળકોએ તર્ક-વિતર્કથી આગળ વધવાનું આવે છે તેવી પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે. અહીં બે વર્ષથી લઈ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આવે છે અને બાળકો પર પુરતુ ધ્યાન આપી એક પારિવારીક વાતાવરણ પુરુ પાડવામાં આવે છે અને રજાના દિવસે પણ હોબી સેન્ટર જાવુ તેવુ બાળકો કરે છે ત્યારે બાળકોને પણ પુજા હોબી સેન્ટર એક ઘર જેવું જ લાગે છે. અહી આવતા દરેક બાળમાનસને સમજી તેની સાથે ખૂબ હુંફ અને પ્રેમથી વ્યવહાર કરે છે. જેનાથી બાળકો પણ ટીચર સાથે એક લાગણીના સંબંધથી બંધાયા છે. જેથી બાળકો પણ જો કયારેક રડતા રડતા આવ્યા હોય તો પણ ત્યાં આવી હસવા રમવા લાગે છે. બાળકોને સંપૂર્ણ મુકત વાતાવરણ આપવામાં આવે છે.

બાળકના સંપૂર્ણ વિકાસને ધ્યેય બનાવી પૂજા હોબી સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી. જેને ૨૫ વર્ષ પૂર્ણ થતા આ શુભ ઘડીને યાદગાર બનાવવા અનોખો કાર્યક્રમ હેમુગઢવી હોલ ખાતે યોજાયો હતો. જેમાં પુજા હોબી સેન્ટરના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નાના ભુલકાઓને જયારે તેના વાલીઓએ આવી સુંદર કલાકૃતિઓની રજુઆત કરતા જોયા ત્યારે દરેકે માતા-પિતા જ નહીં સાથે આવેલા પરિવારના સભ્યો પણ ભાવવિભોર બન્યા હતા.

રંગારંગ કાર્યક્રમમાં બાળકોએ ડાન્સ, જીમનેસ્ટીક, યોગા, ડયુએટ ડાન્સ, ગીટાર તેમજ પૂજા હોબી સેન્ટરનો વંદે માતરમ સ્કેટીંગ ડાન્સ જે આંતરરાષ્ટ્રીય લેવલે ખ્યાતિ મેળવેલો તે રજુ કર્યો હતો.

માત્ર બાળકો જ પૂજા હોબી સેન્ટરનો ભાગ છે. એવું નથી…. બાળકોની માતાઓ પણ હોબી સેન્ટરની સાથે જોડાયેલી છે. માટે જ આ શુભ પ્રસંગે મમ્મીઓ દ્વારા પણ એક ડાન્સની કૃતિ રજૂ કરવામાં આવી હતી જે એક પ્રેરણા સ્વ‚પ સાબીત થઈ હતી કે સ્ત્રી મા બને તો પર તેના રહેલા ટેલેન્ટને કયારેય છુપાવી ન રાખતા તેને બહાર લાવવું પણ જ‚રી છે. મમ્મીઓ જયારે સ્ટેજ પર પર્ફોમન્સ આપી રહી હતી ત્યારે તેમના બાળકો પણ તે પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા.

બાળકો દેશનું ભવિષ્ય છે. અને ભવિષ્યમાં દેશને સારો નાગરીક આપવો એ શાળાની પણ જવાબદારી છે. ત્યારે પૂજા હોબીસેન્ટર તેમજ પોદાર જમ્બો કિડસના વિદ્યાર્થીઓ માટે એક ઈનામ વિતરણનો કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો ડાન્સીંગ સ્ટાર, જીમનાસ્ટીક અને યોગમાં જે વિદ્યાર્થીઓએ સારી રજુઆત કરી હોય તેમને તેમજ અનેક પ્રવૃત્તિઓમાં આગળ આવતા વિદ્યાર્થીઓને મેડલ પહેરાવી, ટ્રોફી આપી તેમજ સર્ટીફીકેટ આપી સન્માનીત કર્યા હતા.

પૂજા હોબી સેન્ટર એક સંસ્થાની સાથે સાથે એક પરિવારીક માહોલ પણ પૂરો પાડે છે. ત્યારે માત્ર બાળકોને જ પ્રોત્સાહી ન કરતા તેમના પરિવારને પણ ધ્યાનમા રાખી, બેસ્ટ મધર, બેસ્ટ ફાધર, બેસ્ટ ગ્રાઉન્ડમધર, બેસ્ટ ગ્રાઉન્ડ ફાધર તેમજ બેસ્ટ ફેમીલીના પણ એવોર્ડ આપી પરિવારને પણ સન્માનીત કર્યા હતા. આરીતે બાળકો અને પરિવાર બંને પૂજા હોબી સેન્ટરનાં જ ભાગ છે.

પૂજા હોબી સેન્ટર બાળકોને એ રીતે પ્રોત્સાહિત કરી તેમજ તેમનામાં સંપૂર્ણ આત્મવિશ્ર્વાસ કેળવાય એ રીતે પ્રવૃત્તિઓમાં રસ લેવડાવે છે. બાળકને મળતુ પરિવાર જેવું વાતાવરણ બાળકમાં રહેલી અનેક કળાને ખીલવવામા મદદ‚પ સાબીત થયું છે. અને એટલે જ કહેવાય છે કે પૂજા હોબી સેન્ટરમાં ટ્રેઈન થયેલું બાલક કયાંય પાછુ નથી પડતુ. અને તેનો પૂરો શ્રેય પુષ્પાબેન તેમજ તેમા કાર્ય કરતા તમામ શિક્ષકોને જાય છે. જે બાળકોને સમજી બાળકને મૂકત વાતાવરણમાં જીવવા પ્રોત્સાહિત કરે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.