Abtak Media Google News

તાજેતરમાં પુના ખાને યોજનારી ર૧ મે થી ૧લી જુન અખીલ ભારતીય સાંસ્કૃતિ સંઘ દ્વારા લિમકા બુક ઓફ રેકર્ડમાં સ્થાન પામનારી ઓ કોમ્પીટીશનમાં અંદાજીત ૭૫૦૦ થી વધારે બાળકો પાટીસીપેટ થાય છે જેમાં ર૮ થી વધારે રાજયો સામીલ છે.

તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાનારી નેશનલ ડાન્સ કોમ્પીટીશનમાં પુજા હોબી સેન્ટરના ૩ર બાળકોએ લીધો હતો જેમાં વિજેતા બાળકોને ટ્રોફી આપી સન્માનીત કર્યા હતા. આ તમામ બાળકો પુના નેશનલ લેવલે પોતાની પ્રતિભા દેખાડવા માટે જવાના છે. જેમાં દર્શિલ ગાંધી, હિમેશ ચૌધરી, લિરીકલ, હિપહોપ સ્વરા ઉકાણી અને યશ શાહ ક્ધટેમ્પરરી સ્ટાઇલ, ફ્રી સ્ટાઇલમાં શૌર્ય ભાવસાર, ખ્વાબ અંતાણી, ખુશ ઠકકર અને નમન પંડયા, ફોક સ્ટાઇલમાં તનવીર શેખ- ડયુએટ મોર્ડન સ્ટાઇલ ખુશ અને નમન તથા ફ્રી સ્ટાઇલ સ્કેટીંગ આટીસ્ટીક ગ્રુપ તથા નિવેર્દ બાવીસી અને ખુશી ઉનડકટ જીમ્નાસ્ટીક ફ્રી સ્ટાઇલમાં પોતાનું પરર્ફોમન્સ બતાવશે.

૧ર દિવસ ચાલનાર ઇન્ડીયાની સૌથી મોટી કોમ્પીટીશનમાં છેલ્લા ૮ વર્ષથી પુજા હોબી સેન્ટરના બાળકો પોતાનું કૌશલ બતાવશે. જો આ બાળકો વિજેતા થશે તો આગામી ડિસેમ્બરમાં દુબઇ ખાતે યોજાનારી ઇન્ટરનેશનલ ડાન્સ કોમ્પીટીશનમાં રમવા જવાની તક મળશે. પુજા હોબી સેન્ટરના આ બાળકો દેશના ર૭થી વધારે રાજયોમાં ડાન્સીંગમાં પોતાની પ્રતિભા બતાવી ચુકયા છે. તથા ૧પ થી વધારે દેશોમાં ઇન્ટરનેશનલ લેવલે વિજેતા થઇને પરત ફર્યા છે. પુજા હોબી સેન્ટરના તમામ કમીટી મેમ્બરો એ શુભેચ્છા પાઠવી વિજેતા થઇ પાછા ફરે તેવા આશીવાદ પાઠવ્યા છે.

આ સાથે જ પુનાથી તા.૧ થી ૩ જુન ઓરંગાબાદ ખાતે યોજાનારી રરમી ઓલ ઇન્ડીયા રીલે સ્કેટીંગ કોમ્પીટીશનમાં આ બાળકો ભાગ લેશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.