Abtak Media Google News

કાલે પૂ.ગુરૂદેવની જન્મ તિથિ: પૂ.ગુરૂદેવે ૬૩ વર્ષના સંયમ જીવનમાં લાખો કિ.મી.નો વિહાર કરી ગોંડલ ગચ્છ અને જિન શાસનનું નામ ઉજજવળ કર્યુ

સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો, મહંતો અને શૂરવીરો, દિલેર દાતાઓની ભાતીગળ ભૂમિ. આ ભૂમિને અનેકોનેક મહાપુરુષોએ પવિત્ર અને પાવન કરી ઉજાગર કરેલ છે.આવી જ એક પૂણ્ય ભૂમિ ઉપર ગોંડલથી નજીક ખોબા જેવડા ગોમટા ગામમાં વિ.સં.૧૯૮૪ ચૈત્ર વદ કૃષ્ણ પક્ષની દશમના તા.૧૫/૪/૧૯૨૮ ના શુભ દિવસે રત્નકુક્ષિણી ધમે વત્સલા માતા જમકુબેનની કૂખે એક બાળકનું અવતરણ થતાં જ ધમે પરાયણ પિતા મણીભાઈ શેઠ પરિવારમાં કયાંય હરખ સમાતો ન હતો. શેઠ પરિવારમાં જન્મેલ આ પાંચમા પુત્ર રત્નનું નામ ભૂપત રાખવામાં આવ્યું.

કાલી ઘેલી ભાષા બોલતાં નાના બાલૂડા ભૂપતને ગોમટાની પ્રાથમિક શાળામાં ભણવા બેસાડ્યો ,પરંતુ ભૂપતને ભણતર સાથે બાર નહીં બાવીસ ગાઉનું છેટુ હતું. સમય જતાં મણીભાઈ શેઠ પરિવાર ગોમટા છોડી ગોંડલ માં રહેવા આવ્યાં એટલે ભૂપતે સંગ્રામસિંહજી સ્કૂલમાં માંડ – માંડ પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો.પહેલેથી જ ભણવામાં મન ચોટતુ નહીં તેથી સ્કૂલને એક’દિ આખરી સલામ કરી દિધી ત્યારે શિક્ષકો બોલ્યા મન હોય તો માળવે જવાય પરંતુ આ શિક્ષકોને કયાં ખબર હતી કે ભૂપતના ભાવિના પટારામાં શું છૂપાયેલુ છે. મન હોય તો માળવે નહીં પરંતુ મન હોય તો મોક્ષે જવાય આવું સૂત્ર ભૂપત જગતને આપવાનો છે.શાળાના પાઠ નહીં ભણનાર ભૂપત એક’દિ ૭ સાધુ બની ચતુર્વિધ સંઘને જૈન દશેનના પાઠ ભણાવવાનો છે.

દરેક માતા – પિતા એવું જ ઈચ્છતા હોય છે કે અમારૂ સંતાન ડોકટર,વકીલ, ઉદ્યોગપતિ કે એન્જિનીયર થાય પરંતુ આ તો ધમેના રંગે રંગાયેલો ગોમટાનો શેઠ પરિવાર. વડીલોએ વિચાર્યું કે ભૂપતને વૈરાગ્યનો મજેઠીયો રંગ લાગી ગયો છે.પરિવારે કસોટી જરુર કરી પરંતુ સંયમ માગેમા અંતરાયરૂપ ન બન્યાં. પરિવારજનોએ સહષે સંમતિ આપી વ્હાલ સોયા વૈરાગી ભૂપતને ગુરુના ચરણે સોંપી દિધો.

કોલકત્તા સંઘની આગ્રહભરી વિનંતીનો સ્વીકાર કરી પૂ.ગુરુદેવ જગજીવનજી મ. સા. એવમ. પૂ. જયંતિલાલજી મ. સા. ચાતુર્માસાર્થે પધાર્યા. કોલકત્તા સંઘે એવી લાગણી સાથે માગણી વ્યકત કરી કે આદશે વૈરાગી મુમુક્ષુ ભુપતભાઈની દીક્ષા પણ કોલકત્તા સંઘમાં ભક્તિ ભાવે ઉજવાય. સંઘના સવાયા સદ્ ભાગ્યે ગુરુવર્યોએ વિનંતીનો સ્વીકાર કર્યો.તા.૨૬/૧૧/૧૯૫૨ માગસર સુદ દશમના શુભ દિવસે મુમુક્ષુ ભુપતભાઈનો ભવ્યાતિભવ્ય સંયમ મહોત્સવ ઉજવાયો.માત્ર ૨૪ વષેની ભર યુવાન વયે ભોગ સુખોને સ્વેચ્છાએ છોડી કઠિનતમ તીથઁકરોનો ત્યાગ માગે અંગીકાર કર્યો. નૂતન દીક્ષિત પૂ. ગિરીશચંદ્ગજી મ. સા. ના સંયમ જીવનમાં પૂ.ગુરુવર્યોની અસીમ કૃપાથી દિન – પ્રતિદિન નિખાર આવતો ગયો.પૂ.જયંતિલાલજી મ.સા.કહેતા કે નિખાલસતામાં ગિરીશમુનિની તોલે કોઈ આવી શકે નહીં. પૂ.ગિરીશમુનિ મ.સા.મીઠી, મધુરી, હીત, મીત અને પ્રિય વાણીના પ્રતાપે ” વાણી ભૂષણ “થી વિખ્યાત બન્યાં. ગચ્છ દિવાકરથી પણ વિભૂષિત થયાં.

તા.૯/૨/૧૪ ના રોજ ઘાટકોપર મુકામે પૂ.નમ્રમુનિ મ.સા.સમીપે ૯ મુમુક્ષુ આત્માઓના ઐતિહાસિક સંયમ મહોત્સવ મધ્યે પરમ શ્રધ્ધેય પૂ.ગુરુદેવ ધીરજમુનિ મ.સાહેબે પોતાના  મુખેથી હજારો ભાવિકો અને ચતુર્વિધ સંઘની પ્રેરક ઉપસ્થિતિમાં પૂ.ગિરીશચંદ્ગજી મ.સા.ને ગોંડલ ગચ્છના ગાદીપતિ તરીકે ઘોષણા પત્રનું થવાંચન કરતાં જ હર્ષોલ્લાસ છવાઈ ગયેલ. તા. ૨૨/૩/૨૦૧૨ ના રોજ પૂ.ગુરુદેવને રાજકોટ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવેલ. બ્લડ ચડાવવાની ડોકટરોએ સલાહ આપી.પૂજ્ય ગુરુદેવનું બ્લડ ગ્રુપ ઓ+ હતું.જૈન અગ્રણીઓ શાતા પૂછવા આવેલ.જોગાનુજોગ સેવાભાવી ઉપેનભાઈ મોદી તેઓની સાથે ઉપસ્થિત હતાં,તેઓનુ પણ ઓ+ બ્લડ ગ્રુપ હતું. તેઓએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બ્લડ આપ્યું. વૈયાવચ્ચ રત્ન ચંદ્રકાંતભાઈ શેઠે જણાવ્યું કે રાજકોટ શેઠ ઉપાશ્રયમાં તા.૧/૭/૨૦૧૫ ના રોજ સાંજના પ્રતિક્રમણ સમયે સમાધિભાવે ચાર શરણાના સ્વીકાર સાથે પૂ.ગુરુદેવ ગિરીશચંદ્ગજી મ.સા.૮૯ વષેના માનવ જીવનમાં છ દાયકા ઉપરાંતનું સંયમ જીવનનું રૂડી રીતે પાલન અને સ્વ – પરનું કલ્યાણ કરી કાળધમે પામી દેવલોકગમન કરેલ.

સંકલન: મનોજભાઇ ડેલીવાળા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.