પૂ. રણછોડદાસબાપુ આશ્રમ આયોજીત ત્રીસ કરોડથી વધુ જપ યજ્ઞ સદગુરૂદેવને અર્પણ

પ.પૂ. સદગુરુદેવ ભગવાન રણછોડદાસજીબાપુની કૃપા તથા પ્રેરણાથી વિશ્ર્વશાંતિ તથા વિશ્ર્વ કલ્યાણઅર્થે સર્વ માનવજાતના સુઆરોગ્ય માટે પ.પૂ. રણછોડદાસબાપુ આશ્રમ, રાજકોટ દ્વારા નવ કરોડ રામ રામ ના જપયજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું.

જે નવ કરોડ જપયજ્ઞમાં રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાત તથા ભારત ઉપરાંત સમગ્ર વિશ્ર્વમાંથી ધર્મપ્રેમી ભાઇ-બહેનો તથા ગુરુભાઇ- બહેનો જોડાયા હતા. જે ફલસ્વરુપ પ.પૂ. સદગુરુદેવ ભગવાન રણછોડદાસબાપુ કૃપાદ્રષ્ટિથી ૩૦,૪૪,૮૩,૮૩૬ (ત્રીસ કરોડ ચુમાલીસ લાખ ત્યાંસી હજાર આઠસો છત્રીસ) જપયજ્ઞ થયા હતા જે જાપથી વિશ્ર્વમાં આવી પડેલ કોરોના મહામારીથી સૌન રક્ષણ મળે અને સૌ સ્વસ્છ થાય તેવી પ્રાર્થના સાથે પ.પૂ. સદગુરુદેવ ભગવાન રણછોડદાસબાપુશ્રીને હોમાત્મક યજ્ઞ દ્વારા અર્પણ કરવામાં આવેલ હતા.