Abtak Media Google News

ધો.૧૦૧૨ના છાત્રો માટે બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે કાલે પરીક્ષાર્થી શુભેચ્છા સમારોહ

બી..પી.એસ. સ્વામિનારાયણ મંદિર,કાલાવાડ રોડ રાજકોટ દ્વારા પ્રતિ વર્ષ યુવાનો અને વિદ્યાર્થીઓ માટે અનેક પ્રેરણાદાયી પરિવર્તનશીલ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. દરેક વિદ્યાર્થી પોતાના માતાપિતા અને શિક્ષકોની મહેનતનું ધારેલું પરિણામ લાવી શકે તે માટે ગત વર્ષોની જેમ આ વર્ષે પણ રાજકોટ શહેરના ભવિષ્ય તરફ આગળ વધી રહેલા ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષાલક્ષી સફળતાઓ માટે, તેમના ઉજ્જવળ ભવિષ્ય તથા આગામી પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવવા અને પ્રેરણાપ્રોત્સાહન પૂરું પાડવા માટે બી..પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે પરીક્ષાર્થી શુભેચ્છા સમારોહનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સમગ્ર વર્ષ દરમ્યાન તેમણે કરેલી મહેનતમાં પ્રાર્થનાને સંમેલિત કરીને સફળતાની રાહ પ્રાપ્ત કરવાનું અનોખું માર્ગદર્શન આપવામાં આવશે.

કાલે કાલાવાડ રોડ સ્થિત બી..પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં પ્રમુખ સ્વામી સભાગૃહ ખાતે સવારે ૯:૦૦ થી ૧૧:૩૦ દરમ્યાન પરીક્ષાર્થી શુભેચ્છા સમારોહ યોજાશે જે અંતર્ગત નીલકંઠવર્ણીનો અભિષેક, વૈદિક પૂજનવિધિ, પૂ.અપૂર્વમુનિ સ્વામીનું પરીક્ષાને પડકાર વિષય પર ધ્યેયલક્ષી જોમસભરપ્રેરક વક્તવ્ય અને વિડીયો તેમજ પ્રેરક ઈન્ટરવ્યુ દ્વારા ઉપસ્થિત સૌ પરીક્ષાર્થીઓને આગામી બોર્ડની પરીક્ષા માટેનું સાચું માર્ગદર્શન અને શુભેચ્છા પાઠવવામાં આવશે. આ સમારોહમાં રાજકોટનાં ધોરણ ૧૦ અને ૧૨માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને તેમના મિત્રો સહિત પધારવા હાર્દિક નિમંત્રણ છે. http://www.baps rajkot.org/pss2019 લીંક પર રજીસ્ટ્રેશન આવશ્યક છે.

સમારોહ દરમિયાન યોજાનાર કાર્યક્રમોની ઝાંખી

શ્રી નીલકંઠવર્ણી અભિષેક

વૈદિક પૂજનવિધિ

પ્રેરક વીડિયો શો

પ્રેરણાત્મક ઈન્ટરવ્યું

પૂ.અપૂર્વમુનિ સ્વામીનું ‘પરીક્ષાને પડકાર’ વિષય પર ધ્યેયલક્ષી જોમસભર-પ્રેરક વક્તવ્ય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.