વૈશાલીનગરમાં પૂ.ધીરગુરૂદેવ પ્રેરિત નૂતન ઉપાશ્રય સંકુલનું નિર્માણ થશે

રાજકોટ શહેરમાં રૈયા રોડ ખાતે આમ્રપાલી સિનેમા સામે, વૈશાલીનગર શેરી નં.૫માં પૂ.ગુરુદેવ ધીરજમુનિ મ.સા.ના અનુગ્રહથી નવ્ય ધર્મસંકુલનું આયોજન નિર્માણાધીન છે. સંયોજક તારક વોરા અને ભારતેશ કામદારના જણાવ્યાનુસાર આશરે ૫૫૦ વારના પ્લોટમાં ૧૦ હજાર સ્કવેર ફીટના બાંધકામમાં ૪ માળનું નિર્માણ કરાશે. જેમાં લાભકુંવરબેન મથુરાદાસ કામદાર (અમેરીકાવાળા) સુવિધિનાથ જૈન ઉપાશ્રય અને દલીચંદ નૈમચંદ કામદાર અને અશોકભાઈ પારેખ (દુબઈવાળા) પ્રેરિત આયંબિલ ભવન તેમજ જૈન સેન્ટર હોલ વગેરેનું નિર્માણ થશે. આર્કિટેકટ દિલીપ પારેખના નેતૃત્વમાં નિર્માણ નિયોજક નીલેશ બાટવીયા વગેરે કાર્યરત છે. નૂતન સંકુલમાં નામકરણ વગેરે યોજનામાં સહભાગી થવા ઇચ્છુકોએ મો.૯૩૨૨૨ ૬૧૧૨૪, ૯૯૭૯૨ ૩૨૩૫૭ નો સંપર્ક કરવો. રજનીભાઈ બાવીસી વગેરેના માર્ગદર્શન હેઠળ નિર્માણ પ્રગતિના પંથે છે.

Loading...