પૂ. રણછોડદાસબાપુ આશ્રમના દર્શન ૩૦ નવે. સુધી બંધ

કોરોના સંક્રમણ વધતા સ્વામીનારાયણ મંદિર બાદ હવે પૂ રણછોડદાસબાપુ આશ્રમના દર્શન પણ આગામી તા. ૩૦ નવેમ્બર સુધી બંધ રહેશે. કોવિડ-૧૯ વાઇરસના કારણે કેસો વધી રહ્યા હોય પ.પૂ. રણછોડદાસબાપુ આશ્રમ, રાજકોટ દ્વારા સર્વજન ના હીત માટે તથા સર્વજન ના સુખ માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે નીજ મંદિરના દર્શન (મંદિર પ્રવેશ) આજરોજ તા. ર૧ થી ૩૧ નવેમ્બર સુધી બંધ રહેશે.

સમસ્ત ગુરૂભાઇ, બહેનોને તથા ધર્મપ્રેમી ભાઇ-બહેનોને નમ્ર અનુરોધ કરાયો છે. કોવિડ-૧૯ વાયરસના કારણે કેસો વધી રહ્યા કોવિડ-૧૯ ના દિશા નિર્દશો તથા આદેશોનું પાલન કરે છે. શહેરનું રામકૃષ્ણ આશ્રમ પણ કોરોના સંક્રમણને કારણે સવાર-સાંજ બે કલાક જ ખોલવામાં આવે છે. હાલ કોરોનાના કેસો અતિશય વધી રહ્યા છે ત્યારે રામકૃષ્ણ આશ્રમ બંધ કરવું કે નહિ તે અંગે આગામી બે દિવસમાં નિર્ણય લેવાનાર હોય તેમ આશ્રમના સંચાલકો દ્વારા જણાવાયું છે.    (તસવીર: શૈલેષ વાડોલીયા)