Abtak Media Google News

ફરીદાબાદના સંશોધનકારોએ શોધેલુ યંત્ર વાહન પર લગાવીને વાતાવરણમાં રહેલા પ્રદુષણને ઓછુ કરી શકાતુ હોવાનો દાવો

વિશ્ર્વમાં અત્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સમગ્ર માનવ સમાજ માટે પડકારરૂપ બની ગઈ છે. પેરિસ ગ્લોબલ સમિટમાં વિશ્ર્વ સમાજને વડાપ્રધાન મોદીએ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના નિવારણ માટે વૈકિલ્પક ઉર્જા સ્ત્રોતો અપનાવવનું સુચન કર્યું હતુ આ માટે હવામાનમાંથી પ્રદુષણની માત્રા ઘટાડવા માટે પગલાની હિમાયત કરી હતી ત્યારે ફરીદાબાદની સામાજીક ક્રાંતી માટે કાર્યરત સંસ્થા માનવ રચના એજયુકેશન દ્વારા પર્યાવરણમાંથી પ્રદુષણ મૂકત કરતા એક યંત્રની શાષધ કરી છે. જેનાથી હવાનું પ્રદુષણ ફેલાવવા માટે નિમિત બનતા વાહનો જ વાતાવરણમાં ઓકિસજન આપવાના કામમા લાગી જશે.

ફરીદાબાદની માનવરચના આંતરરાષ્ટ્રીય સંશોધન અને અભ્યાસ સંસ્થાના ટીમે એક એવા યંત્રની શોધ કરી છે. કે જે હવાના ઝેરી પદાર્થો શોધી લઈને વાતાવરણને સંપૂર્ણ પણે પ્રદુષણ મૂકત બનાવી દેશ આ ટીમે યુનાઈટેડ નેશનલ યંગ ચેમ્પીયન ઓફ અર્થમાં લિસ્ટીંગ અને એશિયા પેસેફીક ટીમને સંસ્થાના ડો.બી.એસ.ગિલ અમિત કુમાર, અને પ્રાંચી શર્માએ તૈયાર કરેલ યંત્ર રજૂ કર્યું છે. આ યંત્રને વિજળીની જરૂર પડતી નથી તેના છ દળના એર ફિલ્ટરો જેવું કામ આપે છે. આ પરપાયંત્ર કોઈપણ વાહનની છત ઉપર કે મોટર સાયકલ ઉપર ફીટ કરી શકાય છે.

આ યંત્ર જે વાહન પર લગાવવામાં આવે છે. તે યંત્ર પ્રદુષણ ફેલાવવામાં નિમિત બનવાની સાથે સ્વયં હવાને શુધ્ધ કરના યંત્રમાં પરિવર્તીત થઈ જાય છે.માનવરચના એજયુકેશન ઈન્સ્ટિટયુટના નવા આવિષ્કાર એવા પરપાયંત્ર હવામાંથી ઝેરી કચરો શોષી લે છે. અને હવાને શુધ્ધ કરી દે છે વાહન પર લગાવેલુ આ યંત્ર વાહનોનાં છાપરા ઉપર કે મોટર સાયકલની આગળ લગાવી શકાય છે. યંત્ર સાથે વાહન જયા જયાં ફરે ત્યાં હવાનું શુધ્ધીકરણ થતુ રહે છે. આ યંત્રને સરકાર દ્વારા દેશમાં હવાના શુધ્ધીકરણ માટે પાયલોટ પ્રોજેકટ તરીકે અમલમાં મૂકી રહી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ૨૦૧૮માં આ પ્રોજેકટને માન્યતા આપી હતી.

પ્રાયોગીક ધોરણે ૩૦ જેટલા આ પરયા યંત્ર ઘરના છાપરા અને વાહનો પર અને ખાસ કરીને દિલ્હી જેવા પ્રદુષિત શહેરોની બસો પર લગાવી દેવામાં આવ્યા છે. યંત્ર લગાવેલી એક બસ એક કીમીનાં પ્રવાસ દરમિયાન ૨.૫૦ લાખ લીટર હવા શુધ્ધ કરે છે. પ્રદુષણ અત્યારે ભયંકર રૂપ લઈ ચૂકયું છે. આતંકવાદીઓ કરતા પ્રદુષણ બાળકોને વધુ મારી રહ્યું છે. પરયાયંત્ર જયા લગાવવામા આવ્યા ત્યાં સારૂ પરિણામ મળી રહ્યું છે.

જે બસો પર આ યંત્ર ફીટ કરવામાં આવ્યા છે. તેવી ૩૦ બસોના યંત્રમાં દોઢ કિલો દાળ અને રજકણ ભેગા થઈ ગયા અને દસ માઈક્રોનથી પણ નાના હોય તેવા રજકણો એકઠા થયા હતા આ અંગે અમિત કુમાર નામના નાગરીકે જણાવ્યું હતુ કે આ પરપાયંત્ર દરેક વાહનોમાં લગાવવા જોઈએ વાહનોનાં સાયલેન્સરમાંથી અત્યારે ઝેરી પદાર્થો વાતાવરણ પ્રદુષિત કરી રહ્યા છે. ત્યારે પરપાયંત્ર પ્રદુષણ ઓછુ કરી રહ્યું છે.

યુનાઈટેડ નેશન ઓફ ધ અર્થ ૧૮ થી ૩૦ વર્ષનાં યુવા વર્ગ કે જે પર્યાવરણ માટે કઈક કરવાની ઈચ્છા ધરાવતા હોય તેને છોડીને સમાન ઉપયોગી કાર્યનું અભિયાન ચલાવે છે. પ્રદુષણ સામે લડતુ આ પરપાયંત્ર વાતાવરણ શુધ્ધ કરવા માટે આગામી સમય રામબાણ ઈલાજ પૂરવાર થશે તેવું સંશોધકોનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.