Abtak Media Google News

વિશ્ર્વનો ઇતિહાસ દર્શાવે છે કે તમામ સંસ્કૃતિની શરુઆત નદી કિનારે થઇ હતી. એમાંય આપણા સનાતન ધર્મની સંસ્કૃતિમાં તો નદીને માતાનું ગૌરવભર્યુ સ્થાન અપાયું છે એની પુજાનાં વિધિ વિધાન દર્શાવાયાં છે.

વર્તમાન સમયમાં નદી પ્રત્યેની આસ્થામાં તો કોઇ ઘટાડો થયો નથી પણ ક્યાંક આસ્થાના અતિરેકમાં તો ક્યાંક આધુનિકતાના આંધળા અનુકરણમાં નદીની મહતાને જાળવવામાં એની ગુણવત્તા પ્રત્યે આંખ આડા કામ થતા રહ્યા છે. “પ્રદૂષણનો સહુથી વધુ ભોગ બનેલી નદીઓ આજનો સૌથી વિકટ પ્રશ્ન નથી ?

નદીને કદાચ માતા ન પણ માનતા હોય તો પણ તેનો માવજત રાખવી આપણી ફરજ અને જવાબદારી છે. નદીઓ અનેક રીતે આપણને ઉપયોગી છે. જે આપણી જીવાદોરી છે. નદીના ધોધમાંથી ઉપજતી વિજળી, આપણે સૌએ નદીને સામાજીક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ મુલવવી જોઇએ. નદીના (પાણી) વગરના જગતની કલ્પના જ ન કરી શકાય. આજે નદીઓમાં પ્રદૂષણનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. તાજેતરમાં થયેલા સર્વેમાં બહાર આવ્યું છે કે પ્રદૂષિત નદીઓ ધરાવતું ગુજરાત રાજ્ય આજે ચોથા ક્રમે છે અને એમાં પણ સૌથી વધુ પ્રદૂષિત નદી સાબરમતી છે.

ગુજરાત સરકારે સાબરમતી નદીના વિકાસ માટે લખલુટ ખર્ચ કર્યો છે. અને આ ખર્ચને યોગ્ય ઠેરવવા માટે સાબરમતી રીવર ફ્રન્ટ જેવું રુપકડું નામ આપીને તેનો ગોબેલ્સ પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે આટલા ખર્ચાઓ કર્યા પછી પણ સાબરમતી નદીને ગુજરાતની સૌથી વધુ ગંદી નદી તરીકે ઘોષીત કરવામાં આવી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.