Abtak Media Google News

વર્ષો જૂના પ્રશ્નના ઉકેલની જોવાતી રાહ…..

ઉચ્ચ અધિકારીઓને અનેક વખત રજુઆત કરવા છતાં કરે છે આંખ આડા કાન

જવાબદાર અધિકારીઓ તાત્કાલીક પગલા ભરે તેવી લોકમાંગ

જેતપુરમાં ઘણા સમયથી કારખાને ઘરો દ્વારા બેફામ રીતે અતિ કેમીકલ યુકત પ્રદુષીત પાણી ભાદર નદી તેમજ આજુબાજુના (નદી-નાળા) તેમજ જાહેર રસ્તાઓ પર બેફામ છોડી દેવામાં આવે છે. જેતપુરના જીપીસીબીના તેમજ ગાંધીનગર જીપીસીબી ના અધિકારીઓને અસંખ્યા ફરીયાદો કરવા છતાં કોઇ જાતના પગલા ભરવામાં આવતા નથી. ગઇ રાત્રીના રોજ જે નવાગઢ વિસ્તારમાં અકાળાની ધાર વિસ્તારમાં આવેલા ખેડુતોના ગાડા માર્ગ પર બેફામ ઝેરી કેમીકલ યુકત પ્રદુષીત પાણી છોડવામાં આવેલું હતું. તે વિસ્તારના ખેડુતો તેમજ રાહદારીઓએ જી.પી.સી.બી. (જેતપુર) ના અધિકારીઓને ફોન કરી જાણ કરવા છતાં તેઓ એ કોઇ જાતના પગલા લેવામાં આવ્યા ન હતા. જેથી લોકોમાં એવી ચર્ચા થઇ રહી છે. કે જીપીસીબીની મીલીભગતથી આ પ્રદુષિત પાણી ભાદર નદીમાં છોડવામાં આવે છે. આ પ્રદુષીત પાણીની રાહદારીઓ ને ખેડુતો પરેશાન થઇ રહ્યા છે. હાલ જેતપુરમાં તમામ કારખાનાઓનું કેમીકલ યુકત પ્રદુષીત પાણી ભાદર નદીમાં છોડવામાં આવતું હોવા છતાં તંત્ર દ્વારા કોઇ જાતના પગલા ભરવામાં આવતા નથી. હાલ જીપીસીબી ના જવાબદાર અધિકારીઓ નિષ્કીય હોય જેથી તેનો ભોગ પ્રજા બની રહો છે. હાલ સારા વરસાદને કારણે ભાદર નદી ચોખ્ખી  વહી રહી હોયજેથી જીપીસીબી ના અધિકારીઓ દ્વારા ચોખ્ખા પાણીના સેમ્પલ લઇ અને સત્ય છુપાવતા હોય તેવી કામગીરીથી લોકોમાં રોષ ફેલાઇ રહ્યો છે.

જો ખરેખર ભાદર નદીમા છોડવામાં આવતું પાણીના સાચા સેમ્પલ લેવામાં આવે તો ભાદર નદીને કેટલા પ્રમાણમાં પ્રદુષીત કરવામાં આવે છે તો તેનો ખ્યાલ  આવે છે ઉચ્ચ અધિકારીઓ તાત્કાલીક પગલા ભરે તેવી ખેડુતોને લોકોમાં માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.