Abtak Media Google News
  • પ્રદુષણ નિયંત્રણ કચેરીને કોરોના લાગી જતા
  • જેતપુરની નરસંગ ટેકરીએથી પ્રદુષિત પાણી સીધુ ભાદર નદીમાં ઠલવાય છે
  • નરસંગ ટેકરીએ પાણી પ્રોસેસ કરાતું જ નથી: નદીને પ્રદુષિત થતી અટકાવવા પાલિકા સભ્યની માંગ

 

જેતપુરની પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીના કર્મચારીઓ કોરોનાગ્રસ્ત બની જતા ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસો. દ્વારા નરસિંગ ટેકરીએ આવેલા ઈસીટીપી પ્લોટમાંથી પ્રોસેસીંગ વિના જ સીધુ પ્રદુષિત પાણી ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સરકાર પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભાદરને પ્રદુષિત થતા અટકાવે તેવી લોકમાંગ ઉઠી છે.

જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસો. દ્વારા બેફામ પ્રદુષિત પાણી ભાદર નદીમાં ફેલાવવામાં આવી રહ્યું છે. દિવસે-દિવસે પોલ્યુશનનો વધારો થઈ રહ્યો છે. હાલ જેતપુરમાં ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસો. દ્વારા પ્રદુષિત પાણીના ટેન્કરો ચલાવીને નરસંગ ટેકરી ઈસીટીપી પ્લાન્ટે પહોંચાડવામાં આવે છે ત્યાં પાણી ફિલ્ટર કરવાનું હોય છે અને ફિલ્ટર કરી એગ્રીકલ્ચરમાં આપવાનું હોય છે પરંતુ હાલ કોઈ ખેડુતો આ પ્રદુષિત પાણી ખેતીની જમીનમાં લેતા ન હોય આ કેમિકલયુકત પાણી ફિલ્ટર કર્યા વગરનું નરસંગ ટેકરીના પ્લાનથી ભાદર નદીમાં છોડવામાં આવે છે. હાલ ઈસીટીપી પ્લાન્ટની તપાસ કરતા ત્યાં કોઈ જવાબદાર વ્યકિત હાજર ન હતા અને દરરોજ કરોડો લીટર પ્રદુષિત પાણી ભાદર નદીમાં છોડવા ભાદર નદી પ્રદુષિત કરવામાં આવે છે.

હાલ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા હોય જેથી જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસો. તેનો પુરો ફાયદો ઉઠાવી રહ્યું છે. નરસંગ ટેકરી વિસ્તારના નગરપાલિકાના સદસ્ય શારદાબેન વેગડા જણાવે છે કે આ પ્રદુષિત પાણીથી અમારા વિસ્તારની જમીનમાંથી લાલ પાણી નીકળે છે જે પીવાલાયક હોતુ નથી અને આ પાણીથી લોકોના આરોગ્યને ભયંકર નુકસાન થાય છે પરંતુ આ ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસો. સામે કોઈ જાતના પગલા પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લેવામાં આવતા નથી.

હાલ ભાદર નદીમાં વરસાદના કારણે પુર આવ્યા હોય જેથી ભાદર નદી સ્વચ્છ હોય પરંતુ કરોડો લીટર પ્રદુષિત પાણી ભાદર નદીમાં છોડવામાં આવતુ હોવાથી ફરી પ્રદુષિત થઈ રહી છે જેથી પ્રદુષણ તાત્કાલિક પ્રદુષિત પાણી ભાદર નદીમાં બંધ કરાવે તેવી લોક માંગણી ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.