Abtak Media Google News

મોરબી બેઠકમાં ૨.૨૦ ટકા, ટંકારા બેઠકમાં ૨. ૧૦ ટકા અને વાંકાનેર બેઠકમાં ૦.૩૬  ટકા મતદાન ઘટ્યું

મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોમાં શાંતિપૂર્વક મતદાન સંપન થયું છે પરંતુ મતદાનની ટકાવારી પર નજર કરીએ તો ૨૦૧૨ ની ચૂંટણીમાં મતદાનની તુલનાએ મતદાનની ટકાવારીમાં ઘટાડો થયો છે, ૨૦૧૨ની તુલનાએ મોરબી બેઠકમાં ૨.૨૦ ટકા, ટંકારા બેઠકમાં ૨. ૧૦ ટકા અને વાંકાનેર બેઠકમાં ૦.૩૬  ટકા મતદાન ઘટ્યું છે.શનિવારે યોજાયેલ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબબકામાં મોરબી જિલ્લાની ટંકારા-પડધરી, અને વાંકાનેર-કુવાડવા બેઠક માટે યોજાયેલ મતદાન બાદ જિલ્લામાં સરેરાશ ૭૩.૧૭ ટકા મતદાન નોંધાયું હતું. જો કે વર્ષ ૨૦૧૨ની ચૂંટણીની તુલનાએ

મોરબી બેઠકમાં ૨.૨૦ ટકા, ટંકારા બેઠકમાં ૨. ૧૦ ટકા અને વાંકાનેર બેઠકમાં ૦.૩૬  ટકા મતદાન ઘટ્યું છે.

વર્ષ ૨૦૧૨માં મોરબી જિલ્લામાં સૌથી ઊંચું મતદાન નોંધાયું હતું.બેઠક દીઠ આંકડા જોઈએ તો ૨૦૧૨ માં મોરબી બેઠકમાં ૭૩.૪૪%, ટંકારા બેઠકમાં ૭૬.૪૮%, અને વાંકાનેર બેઠકમાં ૭૪.૪૮% મતદાન થયું હતું જેની સરખામણીએ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં મોરબી બેઠકમાં ઘટીને ૭૧.૨૪ ટકા, ટંકારામાં ૭૪.૩૮ અને વાંકાનેર બેઠકમાં ઘટીને ૭૪.૧૨ ટકા મતદાન નોંધાયું હતું.

જોકે મતદાનની ટકાવારી ઘટવા છતાં મોરબી જિલ્લામાં મતદારોએ જાગૃત બની ૭૦ ટકા ઉપર મતદાન કરતા હાલ તો ભર્યા નાળિયેર જેવી પરિસ્થિતિ વચ્ચે ચૂંટણી લડનારા ઉમેદવારોના જીવ પડીકે બંધાયા છે અને લોકો ઉત્સાહપૂર્વક ૧૮ ડિસેમ્બરે યોજાનાર મતગણત્રીની રાહ જોઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.