Abtak Media Google News

લોકશાહીના પર્વમાં મતદારો સદા અગ્રેસર

૭૨-જસદણ વિધાનસભાપેટા ચુંટણીમાં બે લાખથી વધુ મતદારો મતદાનની પવિત્ર ફરજ નિભાવશે

લોકશાહી એટલે લોકો દ્વારા, લોકો થકી, લોકો માટે ચાલતુંશાસન તંત્ર લોકશાહીમાં લોકતંત્રની વિભાવના સમાયેલી છે. તમામ પ્રકારનીશાસન વ્યવસ્થામાં લોકશાહી સર્વોપરી છે. કારણકે તેમાં નાગરિકોશાસન વ્યવસ્થામાં સીધા ભાગીદાર બને છે. જેથી શાસન વ્યવસ્થામાંપ્રજા સર્વોપરી છે. એ સિદ્ધ થાય છે. આપણને ગર્વ થવો જોઈએ કે વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ ભારત, આપણોદેશ છે. ગુજરાત આપણું રાજય છે. જે લોકશાહીનામુલ્યોના જતનમાં અગ્રેસર છે. રાજયના ઘડતરનું ઉતરદાયિત્વ આપણું સૌ કોઈનું છે. આ જવાબદારી મતાધિકારનો ઉપયોગ કરી નિભાવવાની છે.

રાજય સરકારના ઘડતરમાં પોતાની ભાગીદારીપણ નોંધાવી શકાય તેવા ઉમદા હેતુથી રાજકોટ જિલ્લાની ૭૨-જસદણ વિધાનસભા મત વિસ્તારમાં તા.૨૦ ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની પેટાચુંટણીમાં કુલ ૨,૩૨,૧૧૬ મતદારો મતદાન કરશે. ભારતના બંધારણે આપણને સૌથી મહામુલો અધિકાર એવો મતાધિકાર આપ્યો છે. લોકશાહીમાં મતાધિકાર અમોઘ શસ્ત્ર છે. જેનો ઉપયોગ નાગરિક મુકતપણે ચુંટણી વખતેકરી શકે છે. આ બાબતને જોતા ૭૨-જસદણ વિધાનસભા મત વિસ્તારમાં પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર યુવાનોમાં ઉત્સાહનો અનેરો માહોલજોવા મળી રહ્યો છે. ૧૮ વર્ષની વય ધરાવતા કુલ ૧૬૬૨ યુવા મતદારોછે. જે પૈકી યુવાનોની કુલ સંખ્યા ૧૧૬૩ અને યુવતીઓની કુલ સંખ્યા ૪૯૯ છે. સામાન્ય રીતે બહુધા લોકો એવું વિચારે છે કે મારા એકના મતથી શું થવાનું છે ? પણ તમારો એક મત પણ દેશ-રાજયના હિતમાં મહત્વપૂર્ણ બની શકે છે. મતાધિકારનો ઉપયોગએ જ સાચો નાગરિક ધર્મ છે.

મતાધિકારની ફરજ એ લોકશાહીના વિકાસ સાથે તેના જતન અને સંવર્ધન માટે જરૂરી છે તે વાત ખરા અર્થમાં દિવ્યાંગ મતદારો દ્વારા ચરિતાર્થ કરવામાં આવી રહી છે. ૭૨-જસદણ વિધાનસભા મત વિસ્તારમાં કુલ ૧૨૬૫ દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે. જેમાં ૪૩૨ સ્ત્રી મતદારો તથા ૮૩૩ પુરુષ મતદારોનો સમાવેશ થાય છે. આ બાબતને ધ્યાને રાખીને વાજસુરપરામાં આવેલી કુમારપ્રાથમિક શાળાના નવા બિલ્ડીંગના રૂમ.૩માં ૧૨૫ નંબરનું પોલિંગ સ્ટેશન દિવ્યાંગો માટેઆદર્શ સુવિધાયુકત બનાવવામાં આવશે.

ત્યાં દિવ્યાંગો માટે રેમ્પસહિતની વ્યવસ્થાઓ હશે, જરૂર પડે ત્યાં દિવ્યાંગોને સહાયકો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આપણે ઘર-પરીવાર માટે કેટલી દરકાર લઈએ છીએ ? પરીવારના પાલન પોષણ માટે સતત પ્રવૃત રહીએ છીએ. તેજ રીતે થોડી દરકાર સ્વસ્થ લોકતંત્રમાટે પણ લેવાની જરૂર છે. મતદાનના દિવસે થોડો સમય કાઢી પોતાનો મતાધિકારનો જરૂરથી ઉપયોગ કરવો જોઈએ અને એ પણકોઈ પણ લોભલાલચ વિના, શેહશરમ વિના,મુકતપણે દિવ્યાંગો દ્વારા મતાધિકારના દ્રઢ નિર્ણયમાંથી આપણે પણ સૌ કોઈએ પ્રેરણા લઈ ચુંટણીને પણ રાષ્ટ્રીય પર્વની જેમ મનાવવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.