Abtak Media Google News

નવ રાજયોમાં યોજાનારી ચૂંટણી માટે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે: ચૂંટણી પંચ દ્વારા તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ

વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકશાહીના મહાપર્વ સમાન લોકસભાની ચુંટણીઓ યોજાઇ રહી છે. લોકસભાની ૫૪૩ બેઠકો માટે સાત તબકકામાં યોજાનારી આ ચુંટણી જંગમાં સોમવારે ચોથા તબકકાનું મતદાન યોજાનારું છે. ૯ રાજયોની ૭૧ બેઠકો માટે યોજાનારા આ મતદાન માટેના પ્રચાર પડઘમ આજે સાંજ પાંચ વાગ્યે શાંત થઇ જનારા પ્રચાર પડઘમ સાંત થયા બાદ ચુંટણી જંગમાં રહેલા  તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા આખરી ઘડીના પ્રયાસો શરુ કરી દેવામાં આવશે.

સોમવારે યોજાનારી ચોથા તબકકાની ચૂંટણીમાં ૯ રાજયોની ૭૧ બેઠકો પર મતદાન યોજાનારુ છે. જેમાં બિહારની પાંચ, જમ્મુ-કાશ્મીરની એક, ઝારખંડની ત્રણ, મઘ્યપ્રદેશની છ, મહારાષ્ટ્રની સત્તર, ઓડીસાની છ, રાજસ્થાનનની તેર, ઉતરપ્રદેશની તેર, પશ્ચિમ બંગાળની આઠ બેઠકો પર મતદાન યોજાનારું છે. બિહારમાં એનડીએ અને યુપીએના ગઠ્ઠબંધન વચ્ચે સીધો જંગ છે .

જયારે જમ્મુ-કાશ્મીરમાં ભાજપ, પીડીપી, અને કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સના ગઠ્ઠબંધનના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો  જંગ છે. ઝારખંડમાં એનડીએ, યુપીએ વચ્ચે સીધો જંગ છે. ઉતરપ્રદેશમાં ભાજપ-કોંગ્રેસ અને સપા-બસપાના ગઠ્ઠબંધન વચ્ચે ત્રિપાંખીયો જંગ છે જયારે પશ્ર્ચિમ બંગળામાં ભાજપ, કોંગ્રેસ, તૃણમુલ અને ડાબેરીઓ વચ્ચે ચોપાંખીયો જંગ થનારો છે.

લોકસભાની ચુંટણી માટે ૧૧મી એપ્રીલે પ્રથમ તબકકામાં ર૦ રાજયોની ૯૧ બેઠકો પર , ૧૮મી એપ્રીલે બીજા તબકકામાં ૧ર રાજયોની ૯પ બેઠકો, જયારે ર૩મી એપ્રીલે ત્રીજા તબકકામાં ૧પ રાજયોની ૧૧૬ બેઠકો પર મતદાન યોજાઇ ચુકયું છે. જયારે પાંચમાં તબકકામાં છઠ્ઠી મે એ સાત રાજયોની પ૧ બેઠકો પર, છઠ્ઠા તબકકામાં ૧રમી મે એ સાત રાજયોની પ૯ બેઠકો પર અને સાતમા તબકકામાં ૧૯મી મે એ ૮ રાજયોની ૫૯ બેઠકો પર મતદાન યોજાનારું છે. જે બાદ ર૩મી મે એ મતગણતરી યોજાનાર છે. ચોથા તબકકાની ચુંટણી માટે આજે સાંજે પ્રચાર કાર્યની સમયમર્યાદા પૂર્ણ થનારી છે. પ્રચાર કાર્ય પૂર્ણ થયા બાદ અાખરી સમયમાં મતદારોને રીઝવવા તમામ પાર્ટીના ઉમેદવારો પ્રયાસોમાં લાગી જનારા છે. આ ચુંટણીમાં શાંતિપૂર્ણ રીતે યોજાઇ જે માટે ચુંટણી પંચ દ્વારા તમામ પૂર્વ કાર્યવાહીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.