Abtak Media Google News

પ્રચાર પડઘમનો ગઇકાલે સાંજે આવેલો અંત, આજે કતલની રાત: અખિલેશ, મુલાયમ, મેનકા, શીલા, હર્ષવર્ધન, હુડા સહિતના રાજકીય મહાનુભાવોના રાજકીય ભાવિ ઘડાશે

વિશ્વના સૌથી મોટી લોકશાહી દેશ ભારતમાં ૧૭મી લોકસભા નિર્માણ માટે યોજાય રહેલી અંતિમ બે તબકકાઓમાં આવતીકાલે છઠ્ઠા તબકકામાં છ રાજયોની ૫૯ બેઠકો પર મતદાન યોજાનારૂ છે. મતદાનના ૪૮ કલાક પહેલા ગઈકાલ સાંજે પ્રચાર પડધમ શાંત થયા હતા છેલ્લા એક અઠવાડિયાથી લતા હાઈવોલ્ટેજ પ્રચારનો ધમધમાટ શાંત થઈ ગયો છે. જયાં મતદાન યોજનારૂ છે. તેમા યુ.પી.ની ૧૪, હરિયાણાની ૧૦, બિહાર મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની ૮, દિલ્હીની ૭ અને ઝારખંડની ચાર બેઠકો પર મતદાન યોજાશે.

વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે રવિવારે યોજાનારી ૫૯ બેઠકોમાંથી ૪૫ બેઠકો મેળવી હતી. તૃણમુલ કોંગ્રેસને ૮, કોંગ્રેસને ૨ અને સપા અને એલજેપીને ૧-૧ બેઠક મળી હતી. આતબકકા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ એકવાર ભાજપનું પ્રચાર સુકાન સંભાળીને ચૂંટણી સભાઓમાં વિપક્ષો ઉપર સતત પ્રહારો કર્યા હતા. ખાસ કરીને કોંગ્રેસને નિશાનાપર લીધું હતુ તેમની સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ, અને કેન્દ્રીય મંત્રીઓનો કાફલો સતત ચૂંટણી પ્રચારમાં કાર્યરત રહ્યો હતો. જયારે, કોંગ્રેસમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ વિજળી વેગી પ્રવાસોમાં કર્યા હતા.

ગઈકાલે સાંજથી જ પ્રચાર પડધમ શાંત થતા એક અઠવાડીયાથી ધમધમતું રાજકારણ શાંત થઈ ગયું છે. હવે આજ ‘કત્લની રાત’ના માહોલમાં દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પશ્ર્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, મધ્યપ્રદેશમાં છેલ્લી ઘડીનાં તોડજોડની પ્રક્રિયા હાથ ધરાશે. દિલ્હીની સાત બેંકો પર ૧૬૪ ઉમેદવારો વચ્ચે ભાજપ કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી વચ્ચે ત્રીપાંખીયો જંગ ખેલાશે જેમાં શિલા દિક્ષિત, ઓલ્મિપીક વિજેતા બિજેન્દ્રસિંઘ, કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન, ક્રિકેટર ગૌતમ ગંભીર અને આપના આતિશી વચ્ચે મુખ્ય જંગ છે.

ઉત્તરપ્રદેશમાં સપાપ્રમુખ અખીલેશ યાદવ મુલાયમ યાદવ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી, વગેરે મહાનુભાવોના ભાવી ઘડાશે. યુપીમાં ૧૪માંથી ભાજપે ૨૦૧૪માં ૧૩ બેઠકો જીતી હતી. માત્ર આજમગઢમાંથી મુલાયમસિંહ યાદવ જીત્યા હતા. હરિયાણામાં કેન્દ્રીય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર અને રાવ ઈન્દ્રજીતસિંહ પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસીંગ હુંડા મેદાનમાં છે. હરિયાણામાં ભાજપ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની ફોજ પ્રચારમાં ઉતરી હતી.

શુક્રવારે મોદી અને અમિતશાહ પણ આવ્યા હતા. રોહતકમાં વડાપ્રધાનની સભા યોજાઈ હતી. મુખ્યમંત્રી અને આપના નેતા અરવિંદ કેજરીવાલએ જનતાપક્ષ જનતા પાર્ટીના નેતા માટે પ્રચારમાં હતા માયાવતીએ બસપા અને તેના સહયોગી લોકતંત્ર સુરક્ષા પાર્ટી માટે પ્રચાર કર્યો હતો. ૨૦૧૪માં ભાજપે આ દશમાંથી સાત બેઠકો જીતી હતી આઈએન એલડી ૨ અને કોંગ્રેસ એક પર ઉભી હતી

પ.બંગાળમાં ત્રીપાંખીયો જંગ જેવા આ તબકકામાં બંકુરાના જંગલ વિસ્તાર ઝારગામ, પૂરૂલીયાના નકસલ પ્રભાવી વિસ્તારમાં મતદાન થશે અને ૧૩૩૭૯૪ મતદારો ૮૩ ઉમેદવારોનું ભાવિ ઘડશે. ઝારખંડમાં ૬૬૮૫૪૦૧ મતદારો ચાર બેઠકો ૬૭ ઉમેદવારોનું ભાવી ઘડશે અહી ઝારખંડ મૂકિત મોરચા અને કોંગ્રેસનું ગઠબંધન છે. બિહારમાં આઠ બેઠકો માટે થનારા મતદાનમાં કેન્દ્રીય મંત્રી રાધામોહનસિંહ પાંચમી ટર્મ માટે પૂર્વી ચંપારણમાંથી નસીબ અજમાવી રહ્યા છે. જયારે મધ્યપ્રદેશની આઠ બેઠકમાં કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ, ભાજપના પ્રજ્ઞાસિંહ ઠાકુર, ગુનામાં કોંગ્રેસના જયોન્તિન્દ્રસિંધિયા, કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ ચૂંટણી જંગમાં નસીબ અજમાવી રહ્યા છે.

મધ્ય ભારતનોખાડોપં. બંગાળ, આસામ, ઓરિસ્સાથી ભરાશે!: શાહ

પૂર્વોત્તર રાજ્યો ભાજપ માટે રંગ રાખશે!!!

લોકસભાના છઠ્ઠા તબકકાની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે આવતીકાલે અંતિમ બે તબકકા બાદ ૨૮મી મેએ થનારા પરિણામો પર ભારત જ નહિ વિશ્ર્વ આખાની મીટ મંડાયેલી છે ત્યારે શાસક પક્ષના ‘શાહ’એ આત્મવિશ્ર્વાસથી જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રમોદીના રાષ્ટ્રવાદ અને વિકાસના અભિગમને મતદારો આદર આપી ચૂકયા છે અને ભાજપ આ વખતે ગત ૨૦૧૪ની ચૂંટણી કરતા પણ વધુ બેઠકો મેળવશે.

અમિતશાહે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે ભાજપ આ વખતે વધુ પંચાવન નવી બેઠકો પર કેસરીયો લહેરાવશે દેશભરમાં નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય સુરક્ષાની અપીલને મતદારોએ વધાવી લીધી છે. આથી જ ભાજપ ૨૦૧૪ની પરિણામો કરતા પણ વધારે સારો દેખાવ કરશે. અમિતશાહે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને પ્રિયંકાગાંધી વડેરાને તેમના પિતા રાજીવગાંધી મુદે મોદી સામે મોરચો ખોલવા અંગે આડે હાથ લેતા જણાવ્યું હતુકે તેઓ ગમે તેવા પ્રયત્નો

કરે પણ તેમના ભૂતકાળમાંથી છટકી નહી જ શકે! ૨૦૧૪થી ભાજપનું સુકાન સંભાળનાર શાહએ એક ઈન્ટરવ્યુમાં વિવિધ મુદાઓ અને ચૂંટણીની સાથે સાથે લોકોની અપેક્ષાઓની વિસ્તૃત ચર્ચા કરીને ભાજપ પ્રેરીત એનડીએ વિપક્ષ પર સર થઈ જશે તેવો આત્મવિશ્ર્વાસ વ્યકત કર્યો હતો. ભાજપ રાષ્ટ્રવાદ અને વિકાસની પાંખો પર ઉડાન ભરીને ફરીથી સત્તા પર આવશે તેવી આશા વ્યકત કરી છે.

ભાજપે ૨૦૧૪માં ૫૪૩માંથી ૨૮૨ બેઠકો મેળવી એકલા હાથે જ બહુમતી મેળવી હતી. શાહે વધુમાં જણાવ્યું હતુકે ભાજપ એકલા હાથે બહુમતી મેળવશે ભાજપ આ વખતે દેશના સાગરકાંઠા અને પૂર્વોત્તર રાજયોમાં મજબુત સ્થિતિ ઉભી કરી શકયું છે. જયાં ભૂતકાળમાં તેનો દેખાવ નબળો હતો.

ભાજપ પ.બંગાળમાં ૨૩ બેઠકો અને ઓડિશામાં ૧૩ થી ૧૫ બેઠકો મેળવશે તેમણે ઉમેર્યું હતુ કે ૨૦૧૪માં આ રાજયોમાં ભાજપને અનુક્રમે એક બેઠક મેળવી હતી શાહે જણાવ્યું હતુ કે ભાજપ ૨૦૧૪માં દેશભરની ૧૨૦ એવી બેઠકોને વિજય માટે નિમિત બનાવવાના આયોજનમાં સફળ થયું છે. તેના પર ૨૦૧૪માં નબળો દેખાવ થયો હતો. આ બેઠકોને શોધી શોધીને કરેલા માઈક્રો મેનેજમેન્ટથી ૧૨૦માંથી ૫૫ બેઠકો પર ભાજપ આ વખતે જીત મેળવશે.

ઉત્તર અને પશ્ચિમ ભારતમાં નબળા દેખાવ છતા ભાજપ ૨૦૧૪ની પુનરાવર્તન કરી શકશે તેવા પ્રવાબમાં શાહે જણાવ્યું હતુ કે કેટલીક બેઠકો એ દિશામાં જઈ શકે છે પરંતુ સરેરાશ પક્ષ સ્પષ્ટ બહુમતી મેળવી લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.