Abtak Media Google News

રોહિત શર્માએ ઈજાના કારણે ૧૧ વર્ષમાં પ્રથમ વખત આઈપીએલ મેચમાંથી લીધો વિરામ: મેચ અંત સુધી રહ્યો રોમાંચક

૧૯૮ રનનો પીછો કરતી મુંબઈ ઈન્ડિયન્સે ૧૦ ઓવરમાં ૩ વિકેટ ગુમાવી ૬૫ રન નોંધાવ્યા હતા અને તેમને બાકીની ૧૦ ઓવરમાં ૧૩૩ રનની જરૂર હતી. આ મેચમાં રોહિત શર્માની ગેરહાજરીમાં કેરોન પોલાર્ડ દ્વારા કેપ્ટન્સી કરવામાં આવી હતી જોકે કેરોન પોલાર્ડે ચોથા ક્રમે મુંબઈ ઈન્ડિયન્સ માટે બેટીંગ કરવા આવ્યો હતો. જોકે બીજા છેડેથી પુરતો સાથ ન મળતાં એક સમય મુંબઈ ઈન્ડિયન્સની ટીમ બેકફુડ ઉપર ચાલી ગઈ હતી પરંતુ પોલાર્ડે અંતમાં છગ્ગાનો વરસાદ કરતા મેચને ઘણી નજીક લઈ ગયો હતો.

૩૧ બોલમાં ૧૦ છગ્ગા અને ૩ ચોગ્ગાની મદદથી પોલાર્ડે ૮૩ રન કરી આઉટ થયો હતો. સ્કોરબોર્ડ પર જયારે કેરોન પોલાર્ડની વિકેટ પડી ત્યારે ટીમને ૪ બોલમાં ૪ રનની મુંબઈ ઈન્ડિયન્સને જરૂર હતી. અંતમાં મેચ એટલો રોમાંચકભર્યો નિવડયો હતો જેમાં એક બોલમાં ટીમને ૨ રન જોતા હતા ત્યારે મેચ સુપર ઓવરમાં તબદિલ થાય તેવા પણ ચિત્રો સામે આવ્યા હતા ત્યારે અલઝારી જોસેફ અને અંકિત રાજપુતના ફુલ ટોસ બોલ મળતા તેને લોંગઓન સુધી સીધો પહોંચાડયો હતો અને ઝડપથી ૨ રન દોડી જતા ટીમને વિજય અપાવ્યો હતો.

કહેવામાં આવે છે કે, ઘર આંગણે મુંબઈ ઈન્ડિયન્સનો હોમ ગ્રાઉન્ડ પર તેનો સર્વાધિક રન ચેઈસ રહ્યો છે. એક સમયે ટોસમાં જયારે ખબર પડી કે રોહિત શર્મા ઈજાગ્રસ્ત હોવાના કારણે મેચ નહીં રમી શકે ત્યારે ઘણી અટકળો સામે આવી હતી ત્યારે કહી શકાય કે છેલ્લા ૧૧ વર્ષમાં આઈપીએલના ઈતિહાસમાં સર્વપ્રથમ વખત રોહિત શર્મા મેચ રમ્યો ન હતો. ટીમ મેનેજમેન્ટ દ્વારા તેને આરામ કરવાની પણ સલાહ આપવામાં આવી હતી ત્યારે પ્રેકટીસમાં પણ તે હાજર ન રહેતા અનેકવિધ અટકળો ઉદભવિત થઈ રહી હતી જેના પર પૂર્ણવિરામ મુકવામાં આવ્યો છે.

‘લીડિંગ ક્રિકેટર ઓફ ધ વર્લ્ડ’ ખિતાબથી વિરાટની  હેટ્રીક પસંદગી

ક્રકેટની બાયબલ કહેવાતી મેગેઝિન વીઝડને સતત ત્રીજા વર્ષે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની શ્રેષ્ઠતા પર મહોર મારી છે. વીઝડને લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ૨૦૧૭ અને ૨૦૧૮માં પણ વિરાટ કોહલી જ સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ થયો હતો. ભારત માટે બેવડી ખુશીની વાત એ છે કે, મહિલા ક્રિકેટર ટીમની ધુઆધાર ઓપનર સ્મ્રીતી મંધાનાને પણ લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી છે. વીઝડને પાંચ સર્વશ્રેષ્ઠ ખેલાડીઓને પણ પસંદ કર્યા છે તેમાં પણ વિરાટનો સમાવેશ થાય છે. અન્ય ક્રિકેટરોમાં ઈંગ્લેન્ડના જોશ બટલર અને સેમ કુરનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે મહિલા ક્રિકેટમાંથી પણ રોરી બર્ન્સ અને બ્યૂમોર્ટ સહિત ૫ ખેલાડીઓનો સામેલ કરવામાં આવ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.