રાજકારણ ‘મેવા’ નહીં પરંતુ ‘સેવા’ માટેનું માધ્યમ

513

“લોક નાયકોનો વસવસો

સાદગી અને સંતોષપૂર્ણ સ્વભાવ ધરાવતા નાયકોના લોકસેવાના કાર્યોથી પ્રજા સંતુષ્ટ

આઝાદી બાદ ઘણા લોકસેવકો ઉભરી આવ્યા હતા જેની એકમાત્ર ભાવના દેશપ્રેમ, સમાજ સેવા અને રાષ્ટ્ર સેવાની રહી હતી. તેને કારણે પોતે કેટલાક પડકારો અને ફેરફારોનો સામનો કરવો પડયો હતો. પરંતુ રાષ્ટ્ર માટે કાંઈક કરી છુટવાની ભાવના અને સેવાની લાગણીથી તેમણે કરેલા કાર્યોથી આજે પણ લોકો સંતુષ્ટ છે.

હાલના મોટાભાગનાં રાજકીય નેતાઓ આ ટુંકા રસ્તા અપનાવીને ગાડી, બંગલા, જમીન સહિતના મિલ્કતો બનાવવા લાગે છે. પરંતુ એક સમય હતો જયારે લોકો રાજકારણમાં સેવા કરવાની ભાવનાથી આવતા હતા આવા કર્મઠ લોક સેવકો લાંબા સમય સુધી સત્તામાં રહ્યા હોવા છતાં તેઓ ગાડી બંગલા, જમીન જેવી મિલ્કતો પોતાના પરિવાર માટે બનાવી શકયા નથી. આ લોકસેવકો ગાંઠનું ગોપીચંદન કરીને હજુ પણ સતા વગર પણ પોતાનાથી થતી લોકસેવા કરીરહ્યા છે. આવા કર્મઠ લોક સેવકોની નિ:સ્વાર્થ સેવા અને હાલના રાજકારણનાં વ્યાપારીકરણ અંગેના તેમના વિચારો આપની સમક્ષ રજૂ કરવાનો ‘અબતકે’ પ્રયાસ કર્યો છે.

પહેલાના યુગમાં જાહેર જીવનમાં સેવા ભાવનાની લાગણી હતી: મનસુખભાઈ જોષી

અબતક સાથેની વાતચીત દરમિયાન રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને શ્રમમંત્રી મનસુખભાઈ જોષીએ જણાવ્યું હતુ કે અત્યારે યુગ બદલી ગયો છે. અત્યારે સમજણ, જમાનો તથા માણસોના લેવલમાં ફેરફાર આવી ગયો છે. દરેક યુગને પોતાનું લક્ષણ હોય છે પહેલાનો યુગ એવો હતો. જેમાં સેવા ભાવના હતી જે લોકો જાહેર જીવનમાં આવતા તે દેવા માટે આવતા કાંઈક લેવાની ભાવનાથી આવતા ન હતા. જો સ્વાતંત્ર્ય પહેલાની વાત કરીએ તો ૧૯૪૮ પહેલા તો બરબાદી, ફકીરીનો ધંધો હતો તેનું કારણ જેટલા આવતા તેમની સાથે દેશી રાજયો કે બ્રિટીશ સરકાર તે બહુ પરેશાન કરતા હતા.

આપણે તે બધુ વાંચીએ છીએ સાંભળીએ છીએ કોઈ પાસેથી તો એ લોકો જ સહન કરી શકે છે. આપણે સહન ન કરી શકીએ અત્યારે તો જાહેરજીવન બહુ જ સરળ અને પ્રતિષ્ઠા આપના‚ જેને પૈસા મેળવવા હોય તેને પૈસા મેળવવા અને ઝાકમજોળ વાળું છે તેથી માણસો સેજે આકર્ષાય છે. અને તે એક સારી નિશાની છે. ડેમોક્રેશીમાં વ્યાપક પ્રમાણમાં લોકો આવતા જાય તે પણ જરૂરી છે. પરંતુ જેમજેમ જમાનો બદલાતો જાય છે તેમ તેમ ઘણા બધા બદલાવો આવે છે. ત્યારે માણસો પહેલા સમાજમાં એવું હતુ કે માણસો કમાય અને પૈસા મેળવે તો તેમને એનો સંતોષ હતો. પરંતુ અત્યારે સંતોષની વાત જતી રહી છે. અત્યારે તો ‘લીમીટલેસ એમ્બીશન ઈન ધીસ ટાઈમ ઓફ ધ ડે’ છે.

અત્યારનો યુગ જ એવો છે જેમાં લ્હાવો મારા માટે જોઈએ છે હું જ કેન્દ્ર સ્થાને બીજા કોઈ હોવા જ ન જોઈએ એ જે સમજણ છે, તે વ્યાપક પ્રમાણમાં છે. તેમાંથી કોઈ રસ્તો દેખાતો નથી. અત્યારે આ યુગનું લક્ષ્ણ છે ‘સરવાઈવલ ઓફ ધ ફેકેસ્ટ’ જે હોશિયાર હોય તે આગળ વધે અને સામાન્ય માણસ ઘેર બેસે તે આજના યુગમાં દેખાય છે. એથિકસમાં પડવા જેવું જ નથી બધા ઠેકાણે સરખા જ છે.

અત્યારે પણ બધા માણસોને એમ લાગે કે અમે એથિકસમાં જ છીએ જયારે માણસોમાં નબળાઈ હતી પરંતુ અત્યારે જે વ્યાપક પ્રમાણમાં દેખાય છે. તેનું પ્રમાણ ઓછું હતુ બહાર ન આવે તેવું માણસોને જાહેર જીવનમાં આવતુ એટલે કાંઈક દેવા આવવું તેવી મનોવૃત્તિ હતી. પરંતુ અત્યારે જાહેર જીવનમાં કાંઈક મેળવવા માટે આવે છે તે એક આખા યુગનો પ્રભાવ છે. અત્યારે માણસો કાંઈક મેળવવા આવે છે. તેમાં કોઈ સવાલ જ નથી તેને પદ,પૈસા, સારૂ સ્થાન જોઈએ છે.

મોટા માણસો સાથેની ઓળખાણ જોઈએ છે અને માનવપ્રકૃત્તિ પણ એવી છે. કાંઈક મેળવવું હોય તો પછી તેમાં કોઈ નિયમ નથી રાખતા કાંઈ મેળવવું એટલું મેળવવું અને ગુમાવવું એટલે ગુમાવવું બંને એકડ્રીમ છે. અત્યારે પોલીટીકસમાં સારા માણસો, પવિત્ર માણસો પણ છે. ઘણા તકવાદીઓ પૈસા કમાવવા પણ માણસો આવે છે. સમાજનો આખો ચિતાર જ છે કે આપણા સમાજનું પ્રતિનિધિત્વ ત્યાં થાય છે વેપાર, ધંધા, નોકરીઓ, ખેતી વ્યવસાય બધી જગ્યાએ માણસ જેવો છે તેવો માણસ રાજકારણમાં છે તેમાં કાંઈ જુદુ પાડી શકાય તેમ નથી.

આપણું જે લેવલ છે ત્યાં આપણે પહોચ્યા છીએ અત્યારે તો પૈસા ન હોય તો ઘરની બહાર નીકળી ન શકીએ જો વાહન હોય તો પેટ્રોલના નહીતર રીક્ષાભાડાના પૈસા થાય તથા ચાલીને જવું પડે. અત્યારની જે પરિસ્થિતિ છે તેથી માણસોએ રીત માણસોએ જીવન ગોઠવતા હોય અને તેના એક ભાગ રૂપે જે સમાજ છે તેને પૈસાની જરૂર છે. એટલે બધા લાવ, લાવ, લાવ અને તેમાં પોલિટીકસમાં સહેલાયથી પૈસા મળે તેથી આમાં ઘસારો વધારો રહે.

અંતમાં મનસુખભાઈએ જણાવ્યું કે પરિવારનો સમજણ હોય કે સમાજની સમજણ હોય તેમાં પરિવાર સમાજની સમજણ સમજતા હોય તો ઘણી વખત પરિવારને સમજાવવા પડે. ઘણીવાર પરિવારને એમ લાગે કે વધુ પડતા કરીએ છીએ તો સમજાવીએ તેથી ચાલ્યા કરે. જે છે એ બધુ ખૂલ્લુ જ છે. કાંઈ ખાનગી નથી અમે મિલ્કત ભેગી નથી કરી આપણુ બરાબર ચાલે છે. કાંઈ મુશ્કેલી નથી પડી અને હું ખૂબ સારી રીતે જીવ્યો છું અને જીવનમાં તકલીફ પડી નથી.

પૈસા કમાવવાની વૃત્તિ નહીં પરંતુ લોકહીત માટે રાજકારણમાં ઝંપલાવ્યું: જનકભાઈ કોટક

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન પૂર્વ મેયર જનકભાઈ કોટકે જણાવ્યું હતું કે, પક્ષના સિદ્ધાંત અને રાષ્ટ્રના રક્ષણ માટે બાલ બચ્ચાને રેઢા મુકીને પક્ષ અને દેશનું કામ કરતા હતા. ૧૯૭૫માં ઈમરજન્સી કટોકટી લાગી તે સમયે મને અને મારી સાથે ચીમનભાઈ શુકલ, અરવિંદભાઈ મણીયાર સહિતનાને પોલીસવાળા પકડી લઈ ગયા હતા. કારણ કે અમે જનસંઘના આગેવાન હતા તેથી અમો બધાને લઈ ગયા હતા. પાર્ટી અને દેશને ચલાવવા માટે કષ્ટ તો પડે. આપણે સૌ જાણીએ છીએ કે ભગતસિંહ સહિતના લડવૈયાઓ માતૃભુમિ માટે ફાંસીએ ચડયા હતા. આપણે જે કાંઈપણ કરી રહ્યાં છીએ તે દેશ અને માતૃભુમિ માટે કરી રહ્યાં છીએ.

આધુનિક સમયની વાત કરીએ તો પહેલા જે સિદ્ધાંતો હતા તે અત્યારે લોકો તે સિદ્ધાંતો જીવનમાં ઉતાર્યા નથી. સમજયા નથી તેવું નથી સમજીને જીવનમાં ઉતારવું તે એક મહત્વની બાબત છે. અમને કહેતા કે ‘કિયા નહીં કુછ કરમ તો બંદા કયા કરે’ તમે કોઈ પ્રકારનું કર્મ જ નથી કર્યું તો ભગવાન શું કરે ? પક્ષની સેવા સમાજની સેવા કરવી, રાષ્ટ્રની સેવા કરવી તે અમારી ગળથુથીમાં આવી ગયું હતું. મને ચિમનભાઈ શુકલ, અરવિંદભાઈ મણીયાર પાસેથી સંસ્કાર પ્રાપ્ત થયા હતા. ગોધુમલ આહુજા મારા ગુરુ હતા. તેઓ બહુ જ બાહોશ માણસ હતા, તેઓ ખૂબજ હિંમતવાન અને લોકોના કામ કરવાવાળા હતા.

વર્તમાન પરિસ્થિતિમાં રાજકારણમાં જવું એટલે સહેલાઈથી પૈસો કમાવવાનો રસ્તો છે. ઓડી કે કોઈ પણ બીજી ગાડી લઈને નિકળતા હોય તો માભો પડે, પરંતુ આજે હું ઘરેથી નિકળુ ત્યારે મને પણ ઘણા લોકો કહેતા હોય કે ચાલો તમને મૂકી જાવ પરંતુ મને સંતોષ છે, હું એમ માનું છું કે જે આપણે કર્મ કરીએ છીએ તે કદી નિષ્ફળ જતા નથી. આપણને મનુષ્ય અવતાર આપ્યો છે તે કર્મ કરવા આપ્યો છે. પૈસો કમાવવો હોય તો બીજી દસ જગ્યાએથી મેળવી શકાય. ભાગ્યથી અધિક મળતુ નથી.

પહેલેથી વાત કરું તો કોર્પોરેશનમાં સવારે અને સાંજના ભાગમાં જતા ત્યારે તેને ૮૦૦ રૂપિયા મહેનતાણું મળતું તેમાં સ્ટેશનરી, ટેલીફોન બીલ સહિત બહુ જ આવે પરંતુ તો પણ સંતોષ હતો. લોકોના કામ કરવા માટે લોકોએ મોકલેલ છે. લોકાના કામ કરવાનો મને આનંદ હતો પરંતુ આજે માણસ ધીમે ધીમે ઘસાતો ગયો તેની પાસે સારું મકાન, ગાડી સહિત વગેરે વસ્તુઓનો વૈભવ ક્ષણ માટે છે. આપણા સિદ્ધાંત, સમાજ સેવા, દેશ સેવા માટે રાજકારણમાં આવ્યા છીએ નહીં કે પૈસો કમાવવા માટે અમારા લીડર અમને શિખવાડતા હતા કે ‘હમ દીન ચાર રહે યા ન રહે ભારત માર્ં તેરા વૈભવ અમર રહે’ ૫૦-૬૦ વર્ષ પહેલા જેનું ઘડતર થયું તેને જેલમાં કે મહેલમાં રાખો તેના માટે તે આનંદ હતો.

સેવાની વાત કરીએ પરંતુ અત્યારે દેખાદેખી વધુ થવા લાગી છે. કોઈ પાસે સારી ગાડી છે તો મારી પાસે હોવી જોઈએ તો પ્રભાવ પડે, હું નેતા છું તેવું લાગે. બે-ત્રણ માણસ પાછળ ફરે વગેરે આજ-કાલનું રાજકારણમાં સ્ટેટસ છે. અમારી વખતે તેવું સ્ટેટસ હતું કે પોતોનું બલીદાન આપીને દેશ અને સમાજને બચાવવો, પોતે કેટલું યોગદાનનો ભોગ આપ્યો કહેવત છે કે ‘મિંયા કી દોડ મસ્જીદ’ સુધી પરંતુ તે લાંબો સમય ચાલે નહીં. કારણ કે જેવું લોકો સમજવા માંડશે તે દિવસે જે લોકો પૈસા પાછળ દોડે છે તેની કિંમત ઓછી થતી જશે જે સનિષ્ઠ માણસો છે. પોતાના બળના આધારે પાર્ટીનું કામ કરવા માંગે છે તેની કિંમત વધતી જશે.

પૈસાથી જ બધુ થાય છે તેવું લોકો માને છે પરંતુ વાસ્તવમાં એવું હોતું નથી. પરંતુ કહેવાય છે કે સમય, સંજોગ અને નાવ ત્રર ભેગુ થાય ત્યારે ત્યારે માણસ સામે કાંઠે પહોંચે. ભારત દેશનો ઉદય નિશ્ર્ચીત છે, જો હું વાત કરું મારા પરિવારની તો તેઓ પણ મને કહેતા કે આપણે પણ બીજા રાજકારણીઓની જેમ જીવતા હોય તો સારું હોય પરંતુ હું એમ કહેતો કે આપણે પાસે જમવા, રહેવા માટે તો છે પછી શું જોઈએ ? તમે દુ:ખી કયાં છો ? હું એમ માનું છું કે સંતોષ એ જ મોટી વાત છે. હું અત્યારે વાસ્પા પર ફરું છું તેનો મને સંતોષ છે, હું મારી જગ્યા છું ત્યાં સારો છું, પરંતુ કોઈનું જોઈને મારો જીવ બાળુ તેમાં કોઈ શું કરે ? મારા ભાગ્યમાં હોય તે જ મને મળે.

ધારાસભ્ય તરીકે નિ:સ્વાર્થ ભાવે કરેલા કામોના કારણે આજે પણ લોક આદર મળે છે: છગનભાઈ સોજીત્રા 

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન છગનલાલ શંભુભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે, મારો જન્મ ૩૧ ડિસેમ્બર ઓગણીસો બેતાળીસમાં ઉપલેટાના એક ખેડૂત પરિવારમાં થયો હતો. શિક્ષણ મેં ઉપલેટામાં લીધુ અને અગિયારમાં ધોરણમાં એસ.એસ.સી.માં ઉપલેટા સેન્ટરમાં મેં ૧૯૬૦માં પહેલો નંબર મેળવ્યો. ત્યારબાદ મેં એફ.વાય.એસ.વાય જૂનાગઢની કોલેજમાં કરેલી જુનીયર અને સીનીયર બીએ એલ.ડી.આર્ટસ કોલેજ અમદાવાદમાં કરી હતી.

એલ.એલ.બી. મોતીલાલ નહેરું લો કોલેજ અમદાવાદમાં કર્યું હતું. સ્કૂલ ઓફ સોશીયલ સાયન્સમાં માસ્ટર ઓફ લેબર વેલફોરનો રસ કેળવ્યો ત્યારબાદ મેં એલ.એલ.બી. માટેનો બાર કાઉન્સીલનો અભ્યાસ પૂર્ણ થયા પછી મેં જામજોધપુર કડવા પટેલ બોર્ડીંગમાં એક વર્ષ સુધી પહેલી વખત છાત્રાલય શરૂ થયો તેનો પહેલો ગ્રહપતિ તરીકે ફરજ બજાવી અને હાઈસ્કૂલમાં સાથો સાથ ફરજ બજાવ્યા બાદ વકીલાતની મને સનદ મળી.

ઉપલેટામાં ૧૯૬૮થી મેં વકીલાતનો ધંધો શરૂ કર્યો. ત્યારથી આજ સુધી વકીલાતના ધંધા સાથે સંકળાયેલો છું, વકીલાતના ધંધામાં મને એવા અનુભવ થયા કે એટલા બધા માણસો કે જે ન્યાય મેળવવા માંગતા હોય ત્યારે પૈસાના અભાવે અથવા તો પોતાની ક્ષમતા અને જાણકારીના અભાવે ન્યાય મેળવી શકતા નથી. કોર્ટમાં પોતે અરજદાર તરીકે કેસ દાખલ કરી શકે નહીં એટલે મને એવો વિચાર આવ્યો કે ખરેખર જો વકીલાતનો ધંધો કરવો હોય તો સાથે સાથે સમાજ સેવા સારી રીતે થઈ શકે.

સમાજ સેવા કરવી હોય તો જાહેર જીવનમાં આવવું જોઈએ અને તેના એક ભાગ તરીકે ૧૯૭૨માં ઉપલેટા નગરપાલિકામાં પહેલી વખત હું સભ્ય તરીકે ઉભો રહ્યો અને તે પહેલી વખત વિજય થયો અને શરૂઆતમાં જ ઉપલેટા નગરપાલિકામાં ઉપપ્રમુખ તરીકે કોલેજ સમિતિના ચેરમેન તરીકે અને જુદી જુદી બીજી સમીતીમાં કામગીરી કરી ૧૯૭૭માં બીજી વખત નગરપાલિકાની ચૂંટણી લડી સૌથી વધુ ટકાવારીની દ્રષ્ટીએ મત મેળવી વિજય બન્યો.

હું ૧૯૭૮-૭૯માં હું ઉપલેટા નગરપાલિકાનો પ્રમુખ બન્યો તથા નગર પ્રાથમિક શિક્ષણનો પણ ચેરમેન બન્યો. આ રીતે જાહેર જીવનની અંદર પ્રવેશ કરવાનો મારો હેતુ બીજો કોઈ ન હતો. મારા વકીલાતના વ્યવસાયમાં જે નાના માણસો આવતા, વિધવાઓ આવતા વગેરેના કેસો કરવા તેમને જે તકલીફ થતી હોય તો મેં કયારેય પણ પૈસાની અપેક્ષા રાખ્યા વગર જેટલા બની શકાય એટલાને મદદ‚પ થવા માટેના પ્રયત્ન કર્યા અને સારી વકીલાતના ભાગ‚પે બધા લોકોને સાચી સલાહ આપતા જેનાથી ખોટા કજીયાઓ કે ઝઘડાઓ ન થાય તેના માટે કેસ કરવાની ના પાડી સમાધાન માટેના પ્રયત્નો પણ કર્યા છે.

મારા વકીલાતના અભ્યાસમાં ઘણી એવી બાબતોના પણ સમાધાન કરાવ્યા છે કે, જે કયારેય શકય બની શકે તેમ ન હોય અને પરિણામે ૧૯૮૨માં ધોરાજી મુકામે ખાંડનું કારખાનું હતું જેમાં સૌપ્રથમ વખત હું સભ્ય બન્યો અને તેમાંથી હું સીધો ચૂંટણીમાં ઉભો રહ્યો અને ત્યારે ધોરાજીના ખેડૂતોને મને એ ચૂંટણીમાં વિજય બનાવવા મહત્વનો ફાળો ભજવ્યો અને સાથો સાથ ચૂંટાયા પછી સીધા સરદાર વલ્લભભાઈ પટેલ ખાંડ ઉદ્યોગના ચેરમેન તરીકે નિમણૂંક થઈ તેની કામગીરી બજાવી અને ખેડૂતોના જે તે સમયે કારખાનાની પરિસ્થિતિ હતી.

એ પરિસ્થિતિમાં જો કારખાનું વધારે સમય સુધી ચલાવીએ તો ખેડૂતોને પૈસા ન ભરી શકાય એવી સ્થિતિ સર્જાઈ હતી અને જે ખેડૂતો શેરડી આપે તેને કારખાનું પૈસા ચૂકવી ના શકે અને એ લોકો નાદાર થઈ જાય તેવી પરિસ્થિતિ ઉભી થાય જેના કારણે કારખાનું બંધ કરવાનો નિર્ણય લીધો. તે નિર્ણય બાદ ત્યાં ધોરાજીમાં કામગીરી કરેલી અને ઉપલેટામાં પણ ઈન્ડિકેટ અને સિન્ડીકેટ બની પ્રથમ વખત મેં કોંગ્રેસમાં જોડાણ કર્યું.

કટોકટીના ખરાબ સમયમાં જયારે જનતા પત્રનું રાજ હતું ત્યારે કોંગ્રેસસમાં મારી કામગીરીને ધ્યાને લઈ કારખાનાના પ્રમુખ તરીકે જુદી જુદી સમીતીઓની કામગીરીને કારણે માધવસિંહ સોલંકીએ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મને ઉપલેટા વિસ્તારમાં મેં ટીકીટની માંગણી કરી ન હોવા છતાં ઉપલેટા વિસ્તારમાં એક સમાજની દ્રષ્ટીએ મને ટિકિટ મળી શકે તેમ ન હતી છતાં પણ મારી કોંગ્રેસ તરીકેની કામગીરીને ધ્યાનમાં લઈને ધોરાજી-જામકંડોરણા વિસ્તારમાં મને ધારાસભ્યની ટિકિટ આપવામાં આવી.

મને એ વાત કહેતા ખુબ આનંદ થાય છે કે, કોંગ્રેસમાં કરેલી સેવાને કારણે કોંગ્રેસમાં કરેલી કામગીરીને કારણે કોંગ્રેસ પ્રત્યેયની મારી વફાદારીને કારણે કોંગ્રેસે મારી કદર કરી અને એ કદરના બદલામાં હું ધારાસભ્ય તરીકે ૧૯૮૫માં રમણીકભાઈ ધામી કે જેઓ સૌરાષ્ટ્રમાં મોટા ગજાના આગેવાન તરીકે માનવામાં આવતા અને ગુજરાત વિધાનસભાના વાઈસ ચેરમેન તરીકે પણ તેઓ કામ કરતા હતા એ ૧૯૮૦-૮૫ના ધારાસભ્ય પણ હતા એમની સામે ધોરાજીના ઈતિહાસમાં પ્રથમ વખત જબરદસ્ત લીડ સાથે પ્રજાએ મને ચૂંટયો એ સમયગાળા દરમિયાન બે વર્ષ દુકાળ પડેલા જેમાં કામગીરી અમે લોકોએ બજવી છે. શ્રમિકોને સારી કામગીરી સાથે સારું વળતર મળે અને શ્રમિકોને સગવડો મળે તેના માટે રાત-દિવસ જોયા વગર કામગીરી કરી છે.

કોઈ પણ શ્રમિક રોજી-રોટી વગર રહી ન જાય કોઈ પણ ખેડૂત પશુ-પાલક કે તેના ઢોર રખડતું ન મુકી દે એટલા માટે ગુજરાતમાં અમરસિંહ ચૌધરીની સરકારે પોતાના ખજાના ખુલ્લા મુકી દીધા તેમ કહેવામાં કાંઈ જ ખોટુ નથી. જેના ભાગરૂપે અમે લોકોએ અમારા વિસ્તારમાં જે પ્રવૃતિ કરી એ વખતે દુકાળની જે કામગીરી જે કોંગ્રેસ સરકારે કરી છે તેનાથી લોકો ખૂબ જ ખુશ થયા હતા. દુકાળના સમયગાળા દરમિયાન પણ હર એક ઘરમાંથી બે-ત્રણ વ્યક્તિઓને રોજગારી મળતી હતી.

ઉનાળાના સમયમાં પણ સાત-આઠ દિવસ સુધી બહારગામ જવાનું થાય અને દુકાળના સંજોગોમાં પણ સારી કામગીરી હોવાને કારણે અને દુકાળના સમયગાળામાં પણ ધોરાજી-ઉપલેટા વિસ્તાર મેં છોડયો નથી અને પ્રજા વચ્ચે રહીને મેં સારી રીતે સેવા કરી છે. કારણ કે હું ચોકકસ રીતે માનતો હતો કે આગામી ચૂંટણીમાં હું ઘરે રહું તો ઘરે રહીને પણ મતદારો મને ચૂંટે એ સ્થિતિની અંદર મેં કામગીરી કરેલી હતી. છતાં પણ ભયંકર હિન્દુવાદ કટ્ટર રામ મંદિર અને સાથે સાથે કેશુભાઈ પટેલ અને ચીમનભાઈ પટેલ સાથેની સંધીને કારણે ધોરાજીના મુસ્લીમ મેજોરીટીના માણસોના મત ન મળે એટલા માટે વી.પી.સીંગના ઉમેદવાર તરીકે પી.પી.માકડીયાને ઉભા રાખ્યા. ભાજપ આવે નહીં તેના માટે ત્રણ ઉમેદવારો ઉભા રાખ્યા જેના કારણે વિઠ્ઠલ રાદડીયા મારી સામે જીત્યા પરંતુ ધોરાજી-જામકંડોરણાની જનતા તરફથી મને મળેલો પ્રેમ કે હજુ પણ કયારેય ગામમાં જવાનું થાય તો ધારાસભ્ય તરીકે જ જોવે અને મારી કામગીરીથી લોકોને આનંદ થયો તેનાથી હું બહુ જ ખુશ છું.

રાજકારણમાંથી નહીં પણ દુકાનની આવકમાંથી પરિવારનું ગુજરાન કર્યું છે: ઈશ્ર્વરભાઈ બારી

અબતક સાથેની વાતચીત દરમ્યાન ઉમરગામ નગરપાલીકા પૂર્વ પ્રમુખ ઈશ્ર્વરભાઈ બારીએ જણાવ્યુંં હતુ કે હું ૨૦ વર્ષ પહેલા ઉમરગામ ગ્રામ પંચાયત હતી ત્યારથી સભ્ય તરીકે ચૂંટાયો હતો છેલ્લા દસ વર્ષથી નગરપાલીકામાં સેવા આપું છું પ્રથમ પાંચ વર્ષ ઉપપ્રમુખ તરીકે તથા ત્યારબાદ અઢી વર્ષ પ્રમુખ તરીકે કાર્ય કરી ચૂકયો છું મેં ગામના જટીલ પ્રશ્ર્નો, જરૂરીયાતના પ્રશ્ર્નોને હલ કર્યા છે. મેં ગામના રસ્તા તથા ગ્રામજનોનાં પડતર પ્રશ્ર્નો જેવા કે સંડાસ, ડ્રેનેજ, સફાઈ બાબતનો નિકાલ કર્યો છે તેમજ ગામના વિકાસના કામો જેવા કે ક્રિકેટનું મેદાન, ઉંમરગામ ખાતે એક જ ક્રિકેટ ગ્રાઉન્ડ છે. તેમાં ૪૫ થી ૫૦ લાખના કામો કર્યા હતા. તળાવ માટેના ડેવલોપીંગ કામો કર્યા છે.

મેં મારા ગામનાં વિકાસ માટે જ કામો કરતો હતો મેં કયારેય મારો અંગત સ્વાર્થ રાખ્યો નથી હું પ્રમુખ હતો ત્યારે પણ મારો ઘર ધંધો કરતો હતો હું અનાજ-કરીયાણાનો ૩૦ વર્ષથી ધંધો કરૂ છું, હાલમાં પણ હું આ ધંધો કરૂ છું લોકો માટેના કામ કરૂ છું તથા મારો ધંધો પણ કરૂ છું મને મારા ધંધા પ્રત્યે ગર્વ અને માન છે. મને જીંદગીભર મારો ધંધો કામ આવશે મેં નગરપાલીકામાં લોકોના કામો કર્યો મારો પોતાનો સ્વાર્થ નહતો. ભારતીય જનતા પાર્ટી માટે જયારથી સભ્ય તરીકે ચૂંટાયો હતો. અને કામ કર્યું અને મને પાર્ટી માટે ગર્વ છે.

ભાજપના આગેવાનોએ મને માન-મર્યાદા આપી છે તે માટે નરેન્દ્ર મોદી તેમજ સંગઠનનો આભારી છું હું ભાજપના કાર્યકર તરીકે કાર્ય કરતો રહ્યો હતો અને કાર્ય કરતો રહીશ. મેં ગામ લોકો માટે કામ કર્યું હતુ તેથી આજે પણ લોકો મારા વિશે ખરાબ બોલતા નથી. લોકો મારા કામના વખાણ કરે છે તેનો મને સંતોષ છે.

અગાઉની ચૂંટણીમાં કાર્યકરો પરિવાર ભાવનાથી પ્રચાર કાર્ય કરતા હતા: ગોરધનભાઈ જાવિયા

ગોરધનભાઈ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે પહેલાની ચૂંટણીની વિશેષતા એ હતી કે પહેલા લોકો લાગણીથક્ષ કામ કરતા હતા અને અત્યારની ચૂંટણીમાં પૈસા મહત્વના છે. કોઈપણ કાર્યકરતા પૈસા વિના કોઈપણ કામ કરવા જતા નથી પહેલાના લોકોને મળીએ તો પરિવાર જેવી લાગણી તે વખતની સ્થિતિનાકારણે અનુભવાય છે. તેઓ પોતે ૧૯૯૬-૧૯૯૮-૧૯૯૯ આ ત્રણેય વખત ચૂંટણી લડયા હતા. અને પોરબંદર શહેરમાં તેમનો વિસ્તાર હતો જે ગોળીબાર, પીસ્તોલ મારામારી જેવો વિસ્તાર હતો. પણ તેમને એકપણ વાર તેવી કોઈ વસ્તુ જોવા મળી ન હતી. ઉપરથી પોરબંદરના લોકો ખૂબજ સારા હતા તેવો તેમનો અનુભવ છે.

તેઓ ચૂંટાયા પછી તેમની આખી ટીમ સાથે જ ગામમાં જતા અને લોકોને ભેગા કરી તેમને બેસાડી તેમના પ્રશ્ર્નોનો હલ કરતા તેમના મતે લોકોનાં હિત અને લોકોનું કાર્ય ન કરે તે લોકોનો પ્રતિનિધિ કહેવાય નહી તેમની સારી એવી લોકોની ચાહના જોવા મળે છે. તે જાય ત્યાં લોકો ભેગા થાય છે. તેઓએ કોઈ દિવસ પૈસા માટે કામ કયુર્ં નથી.

તેમની પાસે પહેલા પણ પૈસા ન હતા. ને તેઓ ખાલી પોતાના ડિઝલના જ પૈસા લેતા અને તેમને ખૂબ આનંદ પણ છે કે તેઓ એ પૈસા નથી લીધા અત્યારનાં સમયમાં સમાજ તેમને એક સેવા ભાવી વ્યકિત તરીકે ઓળખે છે. અને રાજકારણમાં સોપેલા કામ થઈ જશે એવી લોકોને તેમના પ્રત્યે ખાતરી છે. અને તે કામ તેને પોતે કરેલા છે અત્યારની ચૂંટણીમાં મની પાવર, મેન પાવર, મસલપાવર આનું જ મહત્વ છે. ત્યારે પોતાની ચૂંટણીમાં આમાનું એક પણનું મહત્વ નહતુ ને અત્યારે ચૂંટણી આપણી સાંસ્કૃતિકતાને અને સામાજીક કાર્યકરતા બનીને ચૂંટણી લડે તો તેમને પૈસાની જ‚ર કોઈપણની જરૂર ન પડે. તેઓ અત્યારે એક શિક્ષણ સંસ્થામાં સેવા આપે છે. તેઓ લોકોનાં પ્રશ્ર્નોનું હલ હજુ કરે જ છે.

Loading...