રસીમાં રાજકારણ: કોંગ્રેસને સ્વદેશી નહિં, વિદેશી પર ભરોસો !!

PM મોદીને સૌથી પહેલાં રસીના ડોઝ આપવા કોંગી નેતાઓની માંગ

ચૂંટણી કે અન્ય મુદાઓ પર તો રાજકારણ ઠિક પણ કોંગ્રેસ રસીમાં પણ રાજકારણ કરી રહી છે. કોંગ્રેસને સ્વદેશી નહિ પણ વિદેશી પર વધુ ભરોસો હોય, તેમ આપણી સ્વદેશી રસી ‘કોવેકિસન’ની વિશ્ર્વસનીયતા પર સવાલો ઉઠાવ્યા છે. આ સવાલો માત્ર રસી પરનાં જ નથી પરંતુ આ પ્રકારે માનસિકતા છતી કરી કોંગ્રેસે સરકારની નિંદાતો કરી છે. પણ આ સાથે વૈજ્ઞાનિકોનું પણ અપમાન કર્યું છે. કોવેકિસન પર પ્રશ્ર્નો ઉભા કરવા મતલબ વૈજ્ઞાનિકોની કામગીરી પર શંકા કરવી. દેશની સર્વોચ્ચ ફાર્મા રેગ્યુલેટરી એટલે ડીસીજીઆઈ જો એ મંજૂરી આપી દેતી હોય તો અન્યાને પ્રશ્ર્નો ઉભા થવાએ મુર્ખાઈ છે. વિરોધ પક્ષે જે સગવડ ભૂમિકામાં આવવું જોઈએ એમાં કોંગ્રેસ ઉણી ઉતરી રહી છે. અને પાયા વિહોણા આક્ષેપો મૂકી દેશની ક્ષમતા પર જ સવાલો ઉઠાવી રહી છે.

ડીસીજીઆઈએ કોવિશીલ્ડ અને કોવેકિસન એમ બંને રસીને એક સાથે મંજૂરી આપતા કોંગ્રેસના ઘણા નેતાઓએ પ્રશ્ર્નો ઉભા કર્યા છે. આનંદ શર્મા, શશી થરૂર, જૈરામ રમેશ સહિતના કોંગી નેતાઓએ કહ્યું કે, ભારત બાયોટેકની રસી કોવેકિસનને અંતિમ પરિક્ષણના પરિણામો પહેલા મંજૂરી આપવી ખતરનાક સાબિત થઈ શકે છે, રસી હજુ ‘અધકચરી’ છે. આનો વળતો જવાબ આપતા ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું કે, કોંગ્રેસ હંમેશા પાયાવિહોણી થીયરી લાવી દેશની સિધ્ધિઓ આડે રોળા નાખે છે.

કોંગ્રેસ નેતાએ માગ કરતાં કહ્યું કે, જે રીતે રશિયા અને અમેરિકામાં સૌથી પહેલા ત્યાંના પ્રમુખે રસી લીધી હતી ઠીક તેવી જ રીતે ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી પહેલા રસી લે.

Loading...