ગોંડલમાં રાજકીય ભૂકંપ: કોંગ્રેસના પાંચ સદસ્યોએ ભગવો ખેસ અંગીકાર કર્યો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં જ ગોંડલ માં રાજકીય ભુકંપ શરું થયાં છે.નગરપાલિકા ની ચુંટણી પુર્વે જ પાલીકા નાં પાંચ  સદસ્યો એ કોંગ્રેસ સાથે છેડો ફાડી પુવઁ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ના હસ્તે ભાજપ નો ખેસ અંગીકાર કરતાં કોંગ્રેસ મૂર્છિત સ્થિતિમાં મુકાઇ છે.તાલુકા નાં એક અગ્રીમ આગેવાન પણ આગામી દિવસ માં ભાજપ પ્રવેશ કરનાર હોય ગોંડલ માં ચુંટણી પુર્વે જ ભાજપની મજબુતી ” કોંક્રીટ સિમેન્ટ” સમી બનવાં પામી છે.રાષ્ટ્રીય વિકાસ ઝુંબેશ પાર્ટી માં થી નગરપાલિકા માં ચુંટાઇ ને કોંગ્રેસ માં ભળેલાં ઓમદેવસિંહ જાડેજા, શૈલેષભાઈ ફૌજી,નિલેષભાઈ કાપડીયા, ફઝલભાઇ માંડવીયા,રસીલાબેન ચૌહાણ એ કોંગ્રેસ સાથે છેડો ફાડી વિધીવત ભાજપ માં પ્રવેશ કર્યો છે.

જીલ્લા તાલુકા પંચાયત તથાં આગામી ધારાસભા માટે ચુંટણી ની જવાબદારી સંભાળનાર કોંગ્રેસ નાં એક દિગ્ગજ આગેવાન પણ કોંગ્રેસ ને રામરામ કરી ભાજપ પ્રવેશ કરનાર હોવાનું માહિતગાર વર્તુળો એ જણાવ્યું હતું.

સૌરાષ્ટ્ર માં રાજકીય કેન્દ્ર બિંદુ ગણાતાં ગોંડલ માં જીલ્લા તાલુકા પંચાયત તથાં નગરપાલિકા ની ચુંટણી પુર્વે જ “કોંગ્રેસ મુકત ગોંડલ ” જેવાં સમીકરણો સર્જાયા છે.

Loading...