લોકસભાની ચૂંટણી અંગે રાજકીય પક્ષો હાંફળા ફાંફળા ! મહાગઠબંધનનું શું?

61

લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ ઘોષિત થતાં જ દેશનાં રાજકારણમાં સારી પેઠે ગરમી આવી છે. શાસક મોરચાના સાથીદાર પક્ષોમાં વિચાર વિમર્શનો દોર શરુ થયો છે અને તેમની રણનીતીનો મુદ્દો ચર્ચાની એરણે ચઢયો હોવાના વાવડ મળે છે.

એવો ખ્યાલ ઉ૫સે છે કે, લગભગ તમામ રાજકીય પક્ષો હાંફળા ફાંફળા બન્યા છે અન તેમને વ્યુહરચનાની ચર્ચા માટે દોડધામ આરંભી છે. અભ્યાસીઓ કહે છે કે, વધુમાં દોડધામ અને હાંફળા ફાંફળા પણું ભાજપ અને કોંગ્રેસ પક્ષમાં પ્રવર્તે છે. તમામ રાજયોમાં ખાસ કરીને ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને રાજધાની દિલ્હીમાં આ પક્ષોના મોવડી મંડળોમાં ચૂંટણી પ્રસારની ગોઠવણો અને તેને લગતા સાધન સામગ્રીઓ વિષે સૂચનો-આદેશોનાં આદાન પ્રદાનની પ્રક્રિયાઓ ગતિમાન થઇ ચૂકી હોવાનું જાણી શકાય છે.આમાં  એક સૌથી નોંધપાત્ર બાબત એ દેખાઇ રહી છે કે, મોટા રાજકીય પક્ષો સ્ત્રીઓની વધુ પસંદગીની તરફેણ કરી રહ્યા છે. બીજી એક નોંધપાત્ર એ છે કે, યુવાનો એવું માને છે કે, આપણા દેશનો અત્યારે જે માહોલ છે તે એવો છે કે મતદારો જૂનાં કાટલાની સરખામણીમાં નવા ચહેરાની તરફેણ કરશે!

એક એવો મત પણ છે કે, જે લોકો ચુંટણી જીતે શકવા માટે બધી રીતે ખમતીધર હશે એમને જ પક્ષની ટિકીટ આપવાનો સિઘ્ધાંત રાજકીય પક્ષો અપનાવશે જો કે, વિપક્ષી મહાગઠબંધનની જરુરત હજુ પણે બિનભાજપ રાજકીય પક્ષો સ્વીકારે છે અને વહેલામાં વહેલી તકે એના વિષે નવેસરથી વિચાર વિમર્થ કરીને નિર્ણય લેવાની કોશીશ થશે જ

પશ્ર્ચિમ બંગાળમાં ૪૧ ટકા બેઠકો મહિલાઓને અપાઇ હોવાના અહેવાલ સૂચક છે !એન.સી.પી.ના સર્વોચ્ચ નેતા અને વરિષ્ઠ રાજપુરુષોમાં ના એક શ્રી શરદ પવારે દર્શાવેલા મત પણ નોંધપાત્ર બને છે.તેમણે દર્શાવ્યું છે કે, ભાજપ આગામી ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો મેળવનારી  પાર્ટી બનશે પરંતુ નરેન્દ્ર મોદી કદાચ બીજીવાર વડાપ્રધાન કાર્યાલયનો પદભાર ન સંભાળે તેવી ભવિષ્ય વાણી ઉચ્ચારી હતી.

પત્રકારો સાથેની વાતચીતમાં શરદ પવારે જણાવ્યું હતું કે ભાજપને સૌથી મોટી પાર્ટી ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો મળશે પરંતુ સરકાર રચવા માટે ગઠબંધનની પરિસ્થિતિમાં નરેન્દ્ર મોદીને બીજીવાર વડાપ્રધાન બનવામાં પ્રાદેશિક પક્ષોનો સહકાર નહિ મળે, પૂર્વ કેન્દ્રિય મંત્રી દ્વારા ૧૪ અને ૧પ માર્ચના બે દિવસ દિલ્હી ખાતે મહાગઠબંધન સેમીનારમાં આગામી રણનીતિ અંગે પ્રાદેશિક પક્ષો સાથે ચર્ચા થશે.

કેટલાક પ્રાદેશિક પક્ષો કોંગ્રેસ અને એનસીપીથી મહારાષ્ટ્રમાં અલગ થઇ ગયાને સવાલ પૂછતા શરદ પવારે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીને લઇને શરદ પવાર સ્થાનીક લોકોને મનાવવાનાં પ્રયાસો કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.શરદ પવાર ૭૮ વર્ષની વયે આ વર્ષે લોકસભાની ચૂંટણી ન લડવાનું જાહેર કરી દીધું હતું શરદ પવાર આ ચુંટણીમાં ભાજપ ને સ્પષ્ટ બહુમતિ મળશે પણ નરેન્દ્ર મોદીઆ વખતે વડાપ્રધાન નહિ બની શકે, આવું નિવેદન કરીને તેમણે ચર્ચા જગાવી છે.

ચૂંટણીની આ વાાતો સાથે પાકિસ્તાને ભારતની સરહદે વાયુસેનાને કામે લગાડીને પરિસ્થિતિ વણશે એવી તૈયારી કરી હોવાના અખબારી અહેવાલને પણ સાવ ‘ન ગણ્ય’ માની શકાય તેમ નથી.આ હલચલ અંગે ભારતના સત્તાવાળાઓ પણ પૂરેપૂરા સાવધ બન્યા હોવાનું ભારતીય પ્રવકતાએ સત્તાવાર રીતે જાહેર કર્યુ જ છે.લોકસભાની ચુંટણીનાં રાજકારણની વચ્ચે ભારત-પાકિસ્તાન વૈમનસ્યને લગતું આ રાજકારણ કેટલું વકરશે, તેના ઉ૫ર પણ આ ચૂંટણીના પ્રવાહોનો આધાર રહેશે.બાકી, અહીં એક બાબત તો નિશ્ર્ચિત છે કે, એપ્રિલ-મે ના સમયગાળામાં આપણો દેશ અવનવી સનસનાટીઓ નિહાળશે જ !

Loading...