રાજકીય બાબતોને બાજુ ૫ર રાખી વિજયભાઇ રૂપાણી પ્રજાના દુ:ખમાં સહભાગી

Shree Vijay Rupani
Shree Vijay Rupani

પરદુઃખ ભંજન

રાજકીય બાબતોને બાજુ ૫ર રાખી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રજાના દુ:ખમાં સહભાગી વામાં હંમેશા માનવીય સંવેદનશીલતાનો અનુકરણીય અહેસાસ કરાવ્યો છે.

એક નેતા પ્રજા પીડાના નિવારણમાં કેટલો સંવેદનશીલ હોવો જોઇએ તેનું ઉદાહરણ શ્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે આપી ૫દની ગરિમા વઘારી છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી જન્મદિનની ઉજવણી છોડી બનાસકાંઠાના પૂરપીડિતો વ્હારે જોખમ ખેડીને પણ પહોંચ્યા હતાં. એકએક પીડિતની અંગત જરૂરીયાત સંતોષવામાં કચાશ રાખી ન હતી.

સુરતની પૂરની સ્થિતિ હોય કે ’ઓખી’ વાવાઝોડાની મુખ્યમંત્રી શ્રી વિજયભાઇની માનવીય સંવેદના હંમેશા છલકતી જોવા મળી છે.

Loading...