Abtak Media Google News

અકિલા રધુવંશી પરિવાર રાસોત્સવ-૨૦૧૮માં પૂજારા ટેલીકોમના યોગેશભાઇ પુજારા તથા તેમના પત્ની રીટાબેન પુજારા, આર.ડી. ગ્રુપના રાકેશભાઇ પોપટ તથા તેમના પત્ની કીતીબેન પોપટ, શૈલેષભાઇ પાબારી, લોહાણા સેવા મંડળ ટ્રસ્ટના નટુભાઇ કોટક, જય સીયારામ પેંડાવાળા જયંતભાઇ સેજપાલ, ગીરીરાજ હોસ્પિટલના ચેરમેન રમેશભાઇ ઠકકર તથા રેણુકાબેન ઠકકર, નરેન્દ્રભાઇ નથવાણી તથા નીકીતાબેન નથવાણી, રામભાઇ બરછા, અનંતભાઇ અનડકટ, પરેશભાઇ પોપટ, જસુમતિબેન વસાણી, ડો, નિશાંત ચોટાઇ અગ્રણી બીલ્ડર  હિરેનભાઇ ખખ્ખર,  કોર્પોરેટર અતુલભાઇ રાજાણી, મિતલભાઇ ખેતાણી, રાજકોટ શહેરના ઝોન ર ડીસીપી જાડેજા, તેમજ રાજકોટ શહેરના મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્ર્વિનભાઇ મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, કોર્પોરેટર મીનાબેન પારેખ વગેરેએ હાજરી આપી હતી.

આ તમામ મહાનુભાવોની હાજરી સાથે માતાજીની આરતીથી તથા દુંદાળા દેવ ગણપતિ દાદાને યાદ કરી રિધમ કિંગ હાર્દિક મહેતાની ટીમ તથા ગાયકોએ લોકપ્રિય ગરબાઓ તથા ગીતોથી ખેલૈયાઓને તથા મહેમાનો ઝુઝામાવ્યા હતા.

આજના કાર્યક્રમના નિર્ણાયક તરીકે શીતલ કારીયા, ગૃશા સોઢા, પલક સોઢા, મીરા કાનાણી, જીગ્ના પોપટ, રુપલ છગ, ધર્મેશનભાઇ છગ તથા વિશિષ્ટ જજ તરીકે કલ્પનાબેન વિઠલાણી અને જસ્મિનાબેન વસંતે સેવા આપી હતી તેમજ એ.બી.સી. ગ્રુપના પ્રિન્સ-પ્રિન્સેસ વેલ ડ્રેસ પ્રિન્સ-પ્રિન્સેસ ને મહેમાનો દ્વારા ઇનામો અર્પણ કરાયા હતા.

આ રાસોત્સવમાં માત્ર ગરબા જ નહી પણ માાનવ જીવન સાથે જોડાયેલા કેટલાક રોજ બરોજના કાર્યોને પણ વણી થઇને જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવે છે. જેમાં સ્વચ્છ ભારત અંતર્ગત મારો કચરો મારા જ ડસ્ટબીનમાં જ પાડોશીના આંગણે નહી અને ટ્રાફીક નિયમન જાગૃતિ અંતર્ગત ટ્રાવેલીંગ સમયે મોબાઇલ નહીં ડ્રાઇવીંગ દરમ્યાન તો કયારેય નહી ને લગતી વિડીયો ફીલ્મ ગ્રાઉન્ડ ઉપર દરરોજ  દર્શાવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પરેશભાઇ વિઠલાણી તથા તેમની ટીમના કૌશિકભાઇ માનસત્તા, કલ્પેશભાઇ તન્ના, કલ્પેશભાઇ બગડાઇ, મેહુલભાઇ નથવાણી, ધર્મેશભાઇ વસંત, હરદેવભાઇ માણેક વગેરેએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.